Beetroot Juice Empty Stomach Dos and Don’ts | બીટરૂટનો જ્યુસ (Beetroot juice) ને પૌષ્ટિક સવારના પીણા તરીકે લોકપ્રિયતા મળી છે. એવું માનવામાં આવે છે કે તે સ્ટેમિના વધારે છે, રક્ત પ્રવાહમાં સુધારો કરે છે અને ત્વચાને કુદરતી ચમક આપે છે. પરંતુ શું ખાલી પેટે બીટનો જ્યુસ પીવો સલામત છે?
હેલ્થ એક્સપર્ટ કહે છે કે પાચનતંત્રની સમસ્યાઓ ધરાવતા લોકોએ બીટનો જ્યુસ પીતા પહેલા સાવધાની રાખવી જોઈએ. અહીં જાણો પોષણશાસ્ત્રીઓ તેના ફાયદા અને ઉપયોગો વિશે શું કહે છે, અહીં જાણો
બીટનો જ્યૂસ ખાલી પેટ પીવો સલામત છે?
- વિટામિન્સ (ફોલેટ, વિટામિન સી, વિટામિન બી-9), ખનિજો (આયર્ન, મેગ્નેશિયમ, ઝીંક) અને એન્ટીઑકિસડન્ટ્સ બીટના જ્યુસને ઓછી કેલરીવાળો સુપરફૂડ બનાવે છે. બીટનો જ્યુસ નાઈટ્રેટ્સનો સમૃદ્ધ સ્ત્રોત છે. આ નાઈટ્રિક એસિડમાં રૂપાંતરિત થાય છે અને ખાતરી કરે છે કે બધા અવયવોને પૂરતો ઓક્સિજન મળે છે.
- બીટનો જ્યૂસ પીવા માટે સલામત છે. જોકે, તેને પીવાનો સમય અને માત્રા અલગ અલગ હોય છે. નાસ્તાના 30 મિનિટ પહેલા અથવા વર્કઆઉટ પહેલાં ખાલી પેટે બીટરૂટનો રસ લીંબુના રસ સાથે પીવાથી ફાયદો થઈ શકે છે. ખાલી પેટ બીટનો જ્યુસ પીવાથી આયર્ન, વિટામિન્સ અને એન્ટીઑકિસડન્ટોનું શોષણ સુધરે છે.
Health Benefits of Cardamom | દરરોજ ભોજન બાદ એક ઈલાયચી કેમ ખાવી જોઈએ? જાણો ફાયદા
બીટરૂટનો જ્યુસના ફાયદા અને નુકસાન
બીટરૂટનો જ્યુસ હાઈપરટેન્શન અને હૃદય રોગના દર્દીઓમાં બ્લડ પ્રેશર અને હોમોસિસ્ટીનનું સ્તર ઘટાડવામાં મદદ કરે છે. તે કસરત પછી થાકને રોકવામાં મદદ કરે છે. બીટરૂટના રસમાં રહેલું ફાઇબર આંતરડાના કાર્યને સરળ બનાવવામાં મદદ કરે છે.બીટનો જ્યુસ વધુ પડતો પીવાથી અથવા પેટ ખરાબ હોય તેવા લોકો દ્વારા તેનું સેવન કરવાથી કેટલાક જોખમો અને આડઅસરો સંકળાયેલા છે.