એક્સપર્ટના મત મુજબ ડાયફ્રુટ્સ હેલ્થી ફેટ્સ, ફાઈબર, પ્રોટીન, એન્ટી ઓક્સિડેન્ટ અને અનેક ન્યુટ્રિશન,વિટામિન બી 6 અને થાઈમિનનો મુખ્ય સ્ત્રોત છે. ડ્રાયફ્રૂટ્સ વજન ઘટાડવામાં, કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં અને બ્લડ સુગર લેવલ કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે.
બદામ
બદામમાં ભરપૂર માત્રામાં મેગ્નેશિયમ હોય છે. તેનું સેવન સ્વાસ્થ્ય માટે ખુજ ફાયદાકારક છે. તેનું સેવન લગભગ 56 ગ્રામ કરી શકાય છે.
કાજુ
તેમાં એર્નાર્ડીક એસિડ હોય છે જે માનવ કોશિકાઓ ને ઓક્સિડેટીવ તણાવથી બચાવે છે. સાથે દાંત સડાવતાં બેક્ટેરિયાને મારી નાખવાની ક્ષમતા રાખે છે. 11 કાજૂનું સેવન રોજ કરી શકાય છે.
પિસ્તા
પિસ્તા અમીનો એસિડ અલ અર્જિનનનો મુખ્ય સ્ત્રોત છે. જે શરીરમાં નાઇટ્રિક ઓકસાઇડમાં પરિવર્તિત કરાય છે. પિસ્તા વિટામિન બી 6 અને ફેટ, ફાઈબર, પ્રોટીન, એન્ટી ઓક્સિડેન્ટ અને વિવિધ પોષકતત્વોનો મુખ્ય સ્ત્રોત છે. વજન ઘટાડવામાં, કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવામાં અને બ્લડ સુગર કંટ્રોલ કરવામાં પણ મદદરૂપ છે,આ ઉપરાંત આંતરડા અને આંખો માટે પણ ફાયદાકારક છે. રોજ 21 પિસ્તાનું સેવન કરવું ફાયદાકારક છે.
અખરોટ
અખરોટમાં 65% ફેટ અને 15 પ્રોટીન હોય છે. અખરોટ ઘણા વિટામિન અને ખનિજોનો મુખ્ય સ્ત્રોત છે. તેમાં ફેટ અને એન્ટી ઓક્સિડેન્ટ પણ જોવા મળે છે. નિયમિત રૂપથી અખરોટ ખાવાથી મગજ સ્વસ્થ રહે છે. તેનું સેવન હૃદય રોગ અને કેન્સરના જોખમને ઓછું કરે છે. રોજ 4 અખરોટનું સેવન કરવું શરીર માટે ફાયદાકારક છે.