Turmeric Water | હળદર (Turmeric ) આયુર્વેદીક રીતે સાબિત થયેલા સ્વાસ્થ્ય લાભોથી ભરપૂર છે. એટલા માટે ઘણા લોકો પોતાના દિવસની શરૂઆત એક ગ્લાસ ગરમ હળદર પાણી પીવાથી કરવાનું પસંદ કરે છે. પરંતુ તેનાથી શરીરને શું ફાયદો થાય છે? શું આ આદતના કોઈ ફાયદા છે?
ડૉ. અંજના કાલિયા કહે છે કે હળદરના પાણીથી દિવસની શરૂઆત કરવાથી પાચનમાં સુધારો થાય છે, લીવરના કાર્યને ટેકો મળે છે, બળતરા ઓછી થાય છે અને કેટલાક લોકોમાં ચયાપચય વધે છે. તે તેના બળતરા વિરોધી અને એન્ટીઑકિસડન્ટ ગુણધર્મોને હળદરમાં જોવા મળતા કુદરતી સંયોજન કર્ક્યુમિનને આભારી છે.
હળદરનું પાણી સ્કિનને ચમકમાં મદદ કરે છે. તે વજન નિયંત્રણમાં પણ મદદ કરે છે, એમ પોષણશાસ્ત્રી નિકિતા સોઇને જણાવ્યું હતું. બંને નિષ્ણાતોએ પુષ્ટિ આપી હતી કે નિયમિતપણે હળદરનું પાણી પીવાથી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં અને આંતરડાના સ્વાસ્થ્યમાં સુધારો કરવામાં મદદ મળે છે.
સોઇને કહ્યું “તે કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે, તેમજ સંધિવા, હૃદય રોગ અને કેટલાક કેન્સર જેવા ક્રોનિક રોગોનું જોખમ ઘટાડે છે.’ જોકે માત્ર હળદરનું પાણી પૂરતું નથી. શરીર કર્ક્યુમિન સરળતાથી શોષી શકતું નથી તેથી એક્સપર્ટએ તેમાં કાળા મરીનો પાવડર ઉમેરવાનું સૂચન કર્યું છે.
શું દરરોજ હળદરવાળું પાણી પીવું સલામત છે?
મોટાભાગના સ્વસ્થ વ્યક્તિઓ માટે હળદરનું પાણી મર્યાદિત માત્રામાં સલામત છે. જોકે લોકો ઘણીવાર ડૉક્ટરની સલાહ લીધા વિના વધુ પડતું પીવે છે. સોઇને સમજાવ્યું કે “હળદરનું વધુ પડતું પાણી પીવાથી પેટ ખરાબ થાય છે જેમ કે એસીડીટી, કબજિયાત, ઝાડા, ઉબકા, ઉલટી અને પેટમાં દુખાવો થઇ શકે છે.’
તેણે નોંધ્યું કે, ‘એનિમિયાનું જોખમ પણ રહેલું છે. કર્ક્યુમિનનું ઊંચું સ્તર આયર્નના શોષણને અટકાવી શકે છે. સ્ત્રીઓમાં તે અનિયમિત માસિક ચક્રનું કારણ પણ બની શકે છે. હોર્મોનલ અસંતુલન ધરાવતા પુરુષો પણ અસ્વસ્થતા અનુભવી શકે છે.’