Pumpkin Seeds with Milk | જો એક મહિના સુધી દરરોજ દૂધ સાથે પલાળેલા કોળાના બીજ ખાશો તો શરીરમાં શું ફેરફાર થશે?

દૂધમાં પલાળેલા કોળાના બીજના ફાયદા | કોળાના બીજ (Pumpkin Seeds) જો તમે 1 મહિના સુધી દૂધમાં પલાળીને ખાશો તો તમારા શરીરમાં અદ્ભુત ફાયદા થઈ શકે છે, અહીં જાણો

Written by shivani chauhan
July 23, 2025 13:37 IST
Pumpkin Seeds with Milk | જો એક મહિના સુધી દરરોજ દૂધ સાથે પલાળેલા કોળાના બીજ ખાશો તો શરીરમાં શું ફેરફાર થશે?
Pumpkin Seeds with Milk

Pumpkin Seeds with Milk Effects | કોળું (pumpkin) ખાવાનું સ્વાસ્થ્ય માટે ગુણકારી માનવામાં આવે છે, તેના બીજ પણ એટલાજ ગુણકારી છે, જેનું નિયમિત સેવન કરવાથી આપણને મોટી બીમારીઓથી બચાવી શકે છે. સામાન્ય રીતે આપણે કોળાનું શાક ખાઈ છીએ અને તેના બીજ ફેંકી દઈએ છીએ, ખરેખર તેવું ન કરવું જોઈએ, જાણો અહીં

કોળાના બીજ (Pumpkin Seeds) જો તમે 1 મહિના સુધી દૂધમાં પલાળીને ખાશો તો તમારા શરીરમાં અદ્ભુત ફાયદા થઈ શકે છે, અહીં જાણો

કોળાના બીજ વિશે

કોળાના બીજ સફેદ રંગના અને અંદરથી લીલા રંગના હોય છે. તેમાં પ્રોટીન, મેગ્નેશિયમ, ઝીંક, આયર્ન, ઓમેગા-3 ફેટી એસિડ અને વિટામિન ઇ ભરપૂર માત્રામાં હોય છે.

કોળાના બીજ દૂધમાં પલાળીને શા માટે ખાવા જોઈએ?

કોળાના બીજને આખી રાત દૂધમાં પલાળી રાખવામાં આવે છે, ત્યારે તે નરમ બને છે અને તેમના પોષણ શરીર દ્વારા ઝડપથી અને મોટી માત્રામાં શોષાય છે. જ્યારે કોળાના બીજને દૂધમાં હાજર કેલ્શિયમ અને પ્રોટીન સાથે ભેળવવામાં આવે છે, ત્યારે તે એક સુપર હેલ્ધી કોમ્બિનેશન બની જાય છે.

1 મહિના સુધી કોળાના બીજ ખાવાના ફાયદા

  • સુગર લેવલ નિયંત્રણમાં રહે : જો ડાયાબિટીસના દર્દીઓ 1 મહિના સુધી તેનું સેવન કરે છે, તો બ્લડ સુગરનું સ્તર ઘણી હદ સુધી સંતુલિત રહે છે.
  • પાચનતંત્ર મજબૂત રહેશે : કોળાના બીજમાં ફાઇબર હોય છે જે કબજિયાત દૂર કરે છે અને પાચન સ્વસ્થ રાખે છે. કોળાના બીજ ખાવાથી તમે તમારા પેટને સ્વસ્થ રાખી શકો છો.
  • રોગપ્રતિકારક શક્તિ વધારે : દૂધ અને બીજનું મિશ્રણ શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે. જે લોકો વારંવાર બીમાર પડે છે તેઓએ તે ચોક્કસ ખાવું જોઈએ.
  • સારી ઊંઘ આવે : કોળાના બીજમાં ટ્રિપ્ટોફન નામનું એમિનો એસિડ હોય છે, જે ઊંઘ લાવવામાં મદદ કરે છે. અનિદ્રાથી પીડાતા લોકોએ દરરોજ દૂધમાં પલાળેલા બીજ ખાવા જોઈએ.
  • વાળ અને ત્વચા માટે વરદાન : આ બીજમાં ઓમેગા-૩ અને વિટામિન ઈ હોય છે, જે વાળને મજબૂત બનાવે છે અને સ્કિનને ચમક આપે છે. વાળ ખરવા માટે તે ખૂબ જ ફાયદાકારક છે.
  • ટેસ્ટોસ્ટેરોન વધારે : કોળાના બીજમાં ઝીંક ભરપૂર માત્રામાં હોય છે, જે પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોન વધારવામાં મદદ કરે છે. તે નબળાઈ અને જાતીય સમસ્યાઓમાં અત્યંત ફાયદાકારક છે.
  • હૃદય મજબૂત રહેશે : કોળાના બીજમાં હેલ્ધી ફેટ્સ હોય છે જે કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરે છે અને હૃદય રોગને અટકાવે છે. તમારા હૃદયને સ્વસ્થ રાખવા માટે તમે તેને તમારા આહારમાં સામેલ કરી શકો છો.

Early Signs of Heart Attack | આ સંકેતો દેખાય તો ચેતજો! હાર્ટ એટેકથી બચી જશો

શું ધ્યાન રાખવું?

  • રાત્રે એક ગ્લાસ દૂધમાં 1 થી 2 ચમચી કોળાના બીજ પલાળી રાખો અને સવારે ખાઓ.
  • વધારે બીજ ન ખાઓ, નહીં તો પેટમાં ગેસ કે અપચો થઈ શકે છે.
  • જો તમે કોઈ રોગથી પીડિત છો તો ચોક્કસપણે ડૉક્ટરની સલાહ લો

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ