health benefits of jaggery : ગોળમાં આપણા ભોજનમાં ખાસ મહત્વ છે જેનું સેવન કરવાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે. શિયાળામાં ગોળનું સેવન એનર્જીને બુસ્ટ કરે છે અને શરીરને હેલ્થી રાખે છે. ગોળ ખાવાથી બૉડી ડીટોક્સ થાય છે અને કેટલીક બીમારીઓમાં ઉપચારમાં પણ ઉપયોગી છે. ઔષધીય ગુણોથી ભરપૂર ગોળનું પાણી, પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, વિટામિન બી આયર્ન અને ફોસ્ફરસથી ભરપૂર હોય છે જે શરીરને એનર્જી આપે છે. વિટામિન અને મિનરલ્સથી ભરપૂર 10 ગ્રામ ગોળમાં લગભગ 38 કેલરી હોય છે જે શરીરને એનર્જી આપે છે. શિયાળામાં ગોળનું સેવન રામબાણ ઉપચાર છે.
સાઓલ હાર્ટ સેન્ટરના ફાઉન્ડર એન્ડ ડાયરેક્ટર ડો. વિમલ ઝાંઝર( એમબીબીસ, એમડી)ના મત અનુસાર તમે તમારા ડાયટમાં જેટ સેવન કરો છો એટલું તમારું સ્વાસ્થ્ય સુધરે છે. મોટાભાગના લોકોને ગળ્યું ખાવું પસંદ હોય છે. ગળ્યામાં ગોળનું સેવન ઘણું ફાયદાકારક છે. એક્સપર્ટના મત અનુસાર ડાયાબિટીસના દર્દીઓને છોડીને બાકી બધા લોકો માટે ગોળનું સેવન કરવું ફાયદાકારક સાબિત થાય છે. આવો જાણીએ ગોળનું સેવન કરવાથી બૉડીને કઈ કઈ બીમારીઓથી બચાવી શકાય છે.
શરીરને ગરમ રાખે છે :
શિયાળામાં ગોળનું સેવન કરવાથી શરીર ગરમ રહે છે. આ બ્લડ વેસેલ્સને રાહત આપે અને બ્લડ સરકયુલેશન સુધારે છે. તેનું સેવન કરવાથી શરીરમાં ગરમાહટ રહે છે.
આ પણ વાંચો: રોજ 2 ચમચી મધનું સેવન કરવાથી ઘટશે બ્લડ શુગર અને કોલેસ્ટ્રોલ ? જાણો એક્સપર્ટ પાસેથી
લીવરને ડીટોક્સિફાઇ કરે છે:
ગોળનું સેવન કરવાથી લીવર ડીટોક્સ થયા છે. આ લીવરમાંથી બિનજરૂરી તત્વોનો બહાર નિકાલ કરીને લીવરને હેલ્થી રાખે છે. લોહી માંથી પણ બિનજરૂરી તત્વોનો નિકાલ કરીને લીવરને ક્લીન કરવામાં મદદ કરે છે. તમે લીવરની સાથે શરીરને પણ ડીટોક્સ કરવા ઈચ્છો છો તો રોજ ગોળનું સેવન કરવું જોઈએ. તમે ગોળનું સેવન તેનો શરબત બનાવીને, તેની ચા બનાવીને અથવા તો ભોજન સાથે પણ કરી શકો છો.
શિયાળામાં બોડીને એનર્જી આપે છે :
ગોળમાં પર્યાપ્ત માત્રામાં પ્રોટીન હાજર હોઈ છે જયારે બોડીને એનર્જી આપે છે અને વજન કંટ્રોલ કરવામાં મદદ કરે છે. પ્રોટીન શરીરમાં ધીરે ધીરે બ્રેકડાઉન થાય છે અને બોડીને એનર્જી આપે છે.
આ પણ વાંચો: શું તમે પણ બ્રેકફાસ્ટ સ્કિપ કરો છો ?..તો તમે ગંભીર બીમારીને આવકારી રહ્યા છો, જાણો એક્સપર્ટ પાસેથી
બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે:
બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં ગોળ ખુબજ અસરદારક છે. તેમાં સોડિયમ અને પોટેશિયમ હાજર હોય છે જો બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં અસરકારક છે. જે લોકોનું બ્લડ પ્રેશર હાઈ રહે છે તો ખાવામાં ગોળનું સેવન જરૂર કરવું જોઈએ.
પાચનને તંદુરસ્ત રાખે છે:
ફાઈબરથી ભરપૂર ગોળનું સેવન કરવાથી પાચન તંદુરસ્ત રહે છે. તેનું સેવન કરવાથી કબજિયાત અને એસીડીટીથી છુટકારો મળે છે.