/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/05/Besan-Chilla-and-blood-sugar-levels-link.jpg)
બેસન ચિલ્લા બ્લડ સુગર લેવલ લેવલ વધે કે ઘટે? એક્સપર્ટે સમજાવ્યું
સવારનો નાસ્તો (Breakfast) એ દિવસનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે કારણ કે તે દિવસભર તમને એનર્જીથી ભરપૂર રાખે છે. જોકે, વિવિધ પ્રકારનનો આહાર શરીર પર અલગ અલગ અસર કરે છે, જેનું નિરીક્ષણ બ્લડ સુગર લેવલમાં થતી વધઘટ દ્વારા કરવામાં આવે છે. તેથી જ્યારે કન્ટેન્ટ ક્રિએટર રોહન સેહગલે ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લીંબુના અથાણા અને લીલી ચટણી સાથે ત્રણ બેસન ચિલ્લા (besan chilla) ની બ્લડ સુગર લેવલ પર (blood sugar levels) અસરનું ટેસ્ટિંગ કર્યું, વધુમાં અહીં જાણો
બેસન ચિલ્લા (Besan Chilla) સામાન્ય રીતે બેસન (ચણાનો લોટ), ડુંગળી, ટામેટાં, બીજા મસાલા નાખીને બનાવવામાં આવતી ટેસ્ટી વાનગી છે જે સવારે નાસ્તામાં મોટાભાગના લોકો ખાવાનું પસંદ કરે છે.
બેસન ચીલ્લામાં લગભગ 400 કેલરી છે. રોહન સેહગલે થોડા કલાકો પછી જોયું તો લોહીમાં ગ્લુકોઝ લેવલ ફક્ત 16 મિલિગ્રામ વધ્યું. તેણે કહ્યું "તે ખૂબ સારું છે. મારા લોહીમાં સુગર લેવલ સામાન્ય થવામાં ફક્ત 1.5 કલાક લાગ્યા. પરિણામ સારું છે કારણ કે બેસનમાં પ્રોટીન અને ફાઇબરનું પ્રમાણ વધુ હોય છે અને તેનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે. વધુમાં, તે ખૂબ જ સ્વાદિષ્ટ પણ લાગે છે.'
મેટાબોલિક હેલ્થ કોચએ શું કહ્યું?
થોડા સમય પહેલા મેટાબોલિક હેલ્થ કોચ કરણ સરીને પણ તેમના બ્લડ સુગર લેવલ પર એક બેસન ચિલ્લા (50 ગ્રામ લોટમાંથી બનાવેલ અને ઘીમાં રાંધેલા) ની અસરનુંટેસ્ટિંગ કર્યું હતું .
તેમના મતે બ્લડ સુગર સ્પાઇક 40 પોઈન્ટથી વધુ હતો. સરીને કહ્યું "તે 30 પોઈન્ટથી નીચે હોવું જોઈએ. મને ચિંતા એ છે કે હું સામાન્ય રીતે 2 બેસન ના ચિલ્લા ખાઉં છું, જેનો અર્થ એ થાય કે તેનાથી પણ વધુ સ્પાઇક થઇ.
આ પણ વાંચો: ઘરે શિકંજી બનાવવાની રેસીપી, સ્વાદ ચાખતા જ પરિવારજનો થઈ જશે ખુશ
બ્લડ સુગર લેવલ ખરેખર કેટલું હોવું જોઈએ?
ડૉ. કે. હેમંત કુમારએ જણાવ્યું હતું કે ગ્લાયકેમિક ઇન્ડેક્સ (GI) એ સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતો પરિમાણ છે જે માપવામાં મદદ કરે છે કે વિવિધ ખોરાક બ્લડ સુગર લેવલ કેટલી ઝડપથી વધારી શકે છે. રેન્કિંગ 0 થી 100 ના સ્કેલને અનુસરે છે, અને ઉચ્ચ GI ધરાવતા ખોરાક બ્લડ સુગરમાં ઝડપથી વધારો કરે છે. "ડાયાબિટીસ ધરાવતા લોકો માટે વધુ બ્લડ સુગર વાળો ખોરાક તેમના ડાયાબિટીસને નિયંત્રિત કરવાનું મુશ્કેલ બનાવી શકે છે.''
મુંબઈની ઝાયનોવા શાલ્બી હોસ્પિટલના ડાયેટિશિયન જીનલ પટેલે જણાવ્યું હતું કે બેસનમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે, જેનો અર્થ એ થાય કે તે ખાવાથી બ્લડ સુગરના સ્તરમાં ઝડપથી વધારો થતો નથી. "બેસન પ્રોટીનથી ભરપૂર હોય છે અને પાચન અને કાર્બોહાઇડ્રેટ્સના શોષણને ધીમું કરે છે, જે બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે . બેસનમાં ફાઇબર હોવાનું પણ જાણીતું છે, જે પાચન ધીમું કરવામાં મદદ કરે છે અને બ્લડ સુગરના સ્તરને સ્થિર રાખવામાં મદદ કરે છે.'
બેસન ચિલ્લા ખાવા અને બ્લડ સુગરને નિયંત્રિત કરવાની ટિપ્સ
- પ્રોટીન સાથે ખાઓ
- શાકભાજી સાથે ખાઓ
- ચટણી સાથે ખાવાનું રાખો.
શું ધ્યાન રાખવું?
બેસન ચિલ્લા પૌષ્ટિક નાસ્તો છે, પરંતુ તેમાં પ્રમાણમાં વધારે સોડિયમનું પ્રમાણ હાઈ બ્લડ પ્રેશરવાળા દર્દીઓને અસર કરી શકે છે. એક્સપર્ટે કહ્યું "કેટલાક લોકોને બેસનથી એલર્જી હોઈ શકે છે, ખાસ કરીને જો તેઓ કઠોળ પ્રત્યે એલર્જી હોય. બેસન (ચણાનો લોટ) નું વધુ પડતું સેવન કરવાથી પેટ ફૂલી શકે છે અને ગેસ થઈ શકે છે. ડાયાબિટીસ ધરાવતા લોકો તેમના રોજિંદા આહારમાં બેસનનો સમાવેશ કરી શકે છે, પરંતુ સંતુલિત આહારના ભાગ રૂપે તેનું સેવન મધ્યમ માત્રામાં કરવું જોઈએ.''


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us