અવનવી વાનગીઓ એ ભારતીય સંસ્કૃતિનો મૂળ ભાગ છે. સમગ્ર દેશમાં ખોરાક પ્રત્યેનો પ્રેમ જે વિવિધ ધર્મો અને સમુદાયોને જોડે છે. જ્યારે સ્થાનિક અને પ્રાદેશિક સ્વાદિષ્ટ વાનગીઓ પણ લોકપ્રિય છે, આખા દેશમાં ભ્રમણ કરતા લોકો ઘણીવાર અન્ય રાજ્યો અને વિવિધ જગ્યાએ સ્વાદિષ્ટ વાનગીઓનો સ્વાદ માણે છે.
ભારતીય વાનગીઓની લોકપ્રિયતા એટલી જ છે, ‘ભારતીય ભોજન’ શબ્દની વૈશ્વિક ઓળખ પણ છે, જેમાં તેની તમામ વિવિધતાઓ અને મસાલાઓનો સમાવેશ થાય છે.
ટેસ્ટ એટલાસ એવોર્ડ્સ અનુસાર, 2022 માટે વિશ્વની શ્રેષ્ઠ વાનગીઓની યાદીમાં ભારત પાંચમા ક્રમે રહ્યું છે; રેન્કિંગ પોઈન્ટ્સ, વાનગીઓ અને પીણાં માટે ઓડિયન્સના મત પર આધારિત છે. જ્યારે ટોચનું સ્થાન ઇટાલીએ મેળવ્યું છે, ગ્રીસ બીજા સ્થાને છે, ત્યારબાદ સ્પેન અને જાપાન છે.
આ પણ વાંચો: શિયાળામાં મગફળી ખાવાના ફાયદા, શરીરને પોષણની સાથે સાથે ઠંડી સામે રક્ષણ આપશે
ટેસ્ટ એટલાસ અનુસાર, ભારતને 4.54 પોઈન્ટ મળ્યા છે, અને કુલ 411 વાનગીઓમાં તેની કેટલીક ટોચની વાનગીઓમાં રોટલી, નાન, ચટણી, બટર લસણ નાન, કીમા, તંદૂરી, શાહી પનીર, પનીર ટિક્કા, મલાઈ કોફતા, બટર ચિકન , પરાઠા, રસગુલ્લા, પુરી, મસાલા ઢોસા, કાજુ કતરી, છોલે ભટુરે વગેરેનો સમાવેશ થાય છે.
બેસ્ટ ઇન્ડિયન ડ્રિંક્સમાં મસાલા ચા, મેંગો લસ્સી, સ્વીટ લસ્સી, સાઉથ ઇન્ડિયન કોફી, આસામ ટી, ગાજરનું દૂધ, ઠંડાઈ, હળદર વાળું દૂધ વગેરેનો સમાવેશ કરાયો છે.
રેન્કિંગ અનુસાર, કેટલીક ભારતીય પ્રોડક્ટસમાં ગરમ મસાલા, બાસમતી રાઈસ, ઘી, મલાઈ, મીઠો લીંબડો, પનીર, કાશ્મીરી મરચું, લીંબુ પાણી, ઈડિયાપ્પમ, સંચળ, આમચૂળ પાઉડર, ચાટ મસાલા વેગેરેનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: Joint Pain Food: જો તમે શિયાળામાં સાંધાના દુખાવાથી પરેશાન છો તો આ ખાસ લાડુ ખાઓ
આ ઉપરાંત નાસ્તા જેમ કે, સમોસા, પાણીપુરી, પકોડા, પાપડી ચાટ, મેદું વડા, આલુ ટીકી, ઢોકળા, દાબેલી વગેરે પણ લિસ્ટમાં સામેલ છે.
જો લિસ્ટ અનુસાર બેસ્ટ ભારતીય ભોજનની લહેજત માણવા માટે ભારતીય રેસ્ટોરન્ટની વાત કરીએ તો : શ્રી ઠાકર ભોજનાલય (મુંબઈ), કારાવલ્લી (બેંગલુરુ), બુખારા (નવી દિલ્હી), દમ પુખ્ત (નવી દિલ્હી), કોમોરિન (ગુરુગ્રામ) અને 450 અન્યનો સમાવેશ થાય છે.
લિસ્ટ પ્રમાણે, મેક્સિકન કુકીંગ ભારત પછી છઠ્ઠા ક્રમે છે, ત્યારબાદ તુર્કી ભોજન, અમેરિકન, ફ્રેન્ચ, પેરુવિયન અને ચાઈનીઝનો લિસ્ટમાં સમાવેશ થાય છે. યાદીમાં સૌથી નીચે નોર્વેજીયન વાનગી જે 95 માં ક્રમે છે.