Green Tea: ગ્રીન ટી પીવાનો સાચો સમય ક્યો? મનફાવે તેમ પીવાથી પેટને થશે નુકસાન, જાણો એક્સપર્ટ્સ પાસેથી

Best Time Of Green Tea Health Benefits: ગ્રીન ટી પીવી સ્વાસ્થ્ય માટે હંમેશા ફાયદાકારક માનવામાં આવે છે, પરંતુ જો તમે તેને પીવાનો યોગ્ય સમય જાણતા હોવ તો તમે વધુ ફાયદ મેળવી શકો છો. નહીં તો ખાલી પેટે પીવાથી શરીરને નુકસાન થઇ શકે છે.

Written by Ajay Saroya
November 17, 2024 09:26 IST
Green Tea: ગ્રીન ટી પીવાનો સાચો સમય ક્યો? મનફાવે તેમ પીવાથી પેટને થશે નુકસાન, જાણો એક્સપર્ટ્સ પાસેથી
Green Tea Benefits And Side Effects: ગ્રીન ટી પીવાથી સ્વાસ્થ્યને ફાયદો થયા છે જો કે યોગ્ય સમયે પીવામાં ન આવે તો શરીરને નુકસાન થાય છે. (Photo: Freepik)

Best Time Of Green Tea Health Benefits: ગ્રીન ટી પીવાથી ઘણી ફાયદા થાય છે. જો કે ક્યારે પીવી તે બાબત પણ બહુ મહત્વપૂર્ણ છે. ગ્રીન ટી ને હંમેશાં મેદસ્વીપણા સાથે જોડવામાં આવે છે. જે લોકો વજન ઓછું કરવા માંગે છે તેઓ ઘણીવાર આ ચા પીવે છે. પરંતુ કેટલીકવાર લોકો જ્યારે ઇચ્છે ત્યારે આ ચા પીવે છે, જ્યારે કે તેનો એક નિયમ છે. કારણ કે ગ્રીન ટીના એન્ટિઓક્સિડન્ટ્સ પેટની ચરબી સાથે ત્યારે જ કામ કરે છે જ્યારે તેમને શરીર સાથે પ્રતિક્રિયા આપવા માટે યોગ્ય તક અને નિશ્ચિત સમય મળે. તો આવો, એપોલો ક્લિનિક લખનઉની ડાયેટિશિયન નેહા દુબે જાણે છે કે પેટ ઓછું કરવા માટે ક્યારે ગ્રીન ટી પીવી જોઈએ.

પેટની ચરબી ઘટાડવા માટે તમારે ક્યારે ગ્રીન ટી પીવી જોઈએ?

નિષ્ણાત ડાયેટિશિયન નેહા દુબે સમજાવે છે કે ગ્રીન ટી પીવાનો ચોક્કસ નિયમ છે

સવારે નાસ્તા કર્યાના 1-2 કલાક બાદ ગ્રીન ટી પી શકાય છેબપોરે લંચ કર્યાના 1 થી 2 કલાક બાદ એક કપ ગ્રીન ટી પીવી જોઇએ.

એન્ટીઓકિસડન્ટ સપ્લિમેન્ટ્સ લેવાનો આ યોગ્ય નિયમ છે. એન્ટીઓકિસડન્ટો મુક્ત રેડિકલ્સની આસપાસ હોય છે અને તેમને નિષ્ક્રિય કરે છે અને તેમને નુકસાન પહોંચાડતા અટકાવે છે.

ખાલી પેટ ગ્રીન ટી પીવાના ગેરફાયદા

ગ્રીન ટીમાં મજબૂત એન્ટીઓકિસડન્ટો અને પોલિફેનોલ્સ હોય છે જે પેટમાં એસિડના ઉત્પાદનમાં વધારો કરી શકે છે અને પાચનમાં ખલેલ પહોંચાડે છે. જેનાથી એસિડિટી સહિત પેટની ઘણી સમસ્યાઓ થઈ શકે છે. એટલું જ નહીં, તેનાથી પેટના કુદરતી પાચન ક્રિયા પર પણ અસર પડી શકે છે. તેથી સવારે ખાલી પેટ ગ્રીન ટી પીવાનું ટાળો. સાચો નિયમ એ છે કે, હંમેશા બે ભોજન વચ્ચે કે અથવા જમ્યા પછી પીવી જોઇએ.

આ પણ વાંચો | શિયાળામાં આ 7 પ્રકારની ચા પીવાથી ઠંડી નહીં લાગે, શરીર સ્વસ્થ્ય થશે

દિવસમાં 1 કપ ગ્રીન ટી પૂરતી છે?

રોજની 1 થી 3 કપ ગ્રીન ટી પીવી તમારા સ્વાસ્થ્ય માટે સારી હોઈ શકે છે, પરંતુ જો તમે દિવસભર 1 કપ ગ્રીન ટી પીવો છો તો તે તમારા માટે પૂરતું છે. ધ્યાનમાં રાખો કે મોટાભાગની ગ્રીન ટીમાં કેફીન હોય છે સિવાય કે તેનું ડિકેફિનેશન કરવામાં આવ્યું હોય, તેથી વધારે ગ્રીન ટી પીવાનું ટાળો. કારણ કે આનાથી તમને ડિહાઇડ્રેશનનો અનુભવ થશે અને તમારે સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ