Himachal Pradesh Tour: શિમલા મનાલીથી સુંદર હિમાચલ પ્રદેશના 5 હિલ સ્ટેશન, કુદરતી સૌંદર્ય જોઇ મન પ્રફુલ્લિત થશે

Best Tourist Places In Himachal Pradesh: હિમાચલ પ્રદેશમાં શિમલા મનાલી ઉપરાંત ઘણા પ્રખ્યાત હિલ સ્ટેશન છે. કુદરતી સૌંદર્યથી ભરપૂર આ સ્થળો પર પ્રવાસીઓ બધી ચિંતા ભૂલી રાહત અનુભવે છે.

Written by Ajay Saroya
January 07, 2025 17:09 IST
Himachal Pradesh Tour: શિમલા મનાલીથી સુંદર હિમાચલ પ્રદેશના 5 હિલ સ્ટેશન, કુદરતી સૌંદર્ય જોઇ મન પ્રફુલ્લિત થશે
Best Tourist Places In Himachal Pradesh: હિમાચલ પ્રદેશમાં ફરવા માટે ઘણા સુંદર સ્થળો છે. (Photo: Social Media)

Best Tourist Places In Himachal Pradesh In Winter: હિમાચલ પ્રદેશ હિમાલય પર્વતોમાં વસેલું સુંદર રાજ્ય છે. હિમાચલ પ્રદેશમાં ઘણા હિલ સ્ટેશન છે, જે દર વર્ષે લાખો પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષે છે. શિમલા કુલ્લુ મનાલી હિમાચલ પ્રદેશના પ્રખ્યાત હિલ સ્ટેશન છે. આ ઉપરાંત ઘણા સુંદર સ્થળો છે, જે જોવાલાયક છે. હિમાચલ પ્રદેશના ઘણા વિસ્તારોમાં શિયાળામાં હિમવર્ષા થાય છે, તે જોવા પ્રવાસીઓનું ઘોડાપૂર ઉમટી પડે છે. ઉપરાંત ઉનાળામાં પણ તાપમાન નીચું રહે છે, આથી આ હિલ સ્ટેશન ફરવા માટે શ્રેષ્ઠ હોય છે. અહીં હિમાચલ પ્રદેશના 5 જોવાલાયક સ્થળો વિશે જણાવી રહ્યા છે. આ સ્થળોનું કુદરતી સૌંદર્ય શિમલા મનાલીથી ઓછું નથી.

હિમાચલ પ્રદેશના પ્રખ્યાત 5 હિલ સ્ટેશન સ્વર્ગથી સુંદર

કસૌલી (Kasauli)

કસૌલી હિમાચલ પ્રદેશમાં શિમલા નજીકનું એક આકર્ષક શહેર છે. નાનું પહાડો ઘેરાયેલું સુંદર શહેર કુદરતી સુંદરતાના કારણે દુનિયાભરમાં પ્રખ્યાત છે. કસૌલીમાં સુંદર પહાડ, ખીણ, જંગલો, બગીચાઓ, સનસેટ પોઇન્ટ, ગિલ્બર્ટ ટ્રેલ, બાબા બાલક નાથ મંદિર, ટિમ્બર ટ્રેલ કસૌલી, મોલ માર્ગ, કાલાટોપ વાઇલ્ડલાઇફ, સંજીવની હનુમાન મંદિર, ક્રાઇસ્ટ ચર્ચ ઘણી ઘણા જોવાલાયક સ્થળો છે. (Photo: Social Media)

himachal pradesh tour
કસૌલી (Kasauli) (Photo: Social Media)

ડેલહાઉસી (Dalhousie)

Dalhousie | himachal pradesh tour
ડેલહાઉસી (Dalhousie) (Photo: @Preet Kaur Khalsa)

હિમાચલ પ્રદેશનું ડેલહાઉસી 5 પહાડો પર ફેલાયેલું હિલ સ્ટેશન છે, જેનું નામ એક બ્રિટિશ ગવર્નરના નામ પરથી રાખવામાં આવ્યું છે. ડેલહાઉસીમાં ઘણા આકર્ષક કોટેજ છે જ્યાં રહેવાનો અનુભવ અદભુત હોય છે. કુદરતી સૌંદર્યથી ભરપુર આ હિલ સ્ટેશનનું શાંત વાતાવરણ પ્રવાસીઓને આકર્ષિત કરે છે. ડેન કુંડ માઉન્ટેન, બીઝિસ પાર્ક, સેન્ટ જોન્સ ચર્ચ, કાલાટોપ વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી, ગંજી પર્વત ટ્રેકિંગ કેમ્પિંગ, સેન્ટ ફ્રાંસિસ ચર્ચ, ગરમ સડક, સતધારા વોટરફોલ્સ, મોતી ટીબા, બારાપત્તર હિલ, સુભાષ બાવલી માર્ગ, ચમેરા ડેમ સહિત ઘણા પ્રખ્યાત સ્થળો જોવાલાયક છે.

ધર્મશાલા (Dharamshala)

himachal pradesh tour
ધર્મશાલા (Dharamshala) (Photo: Himachal Pradesh Tourism)

હિમાચલ પ્રદેશનું ધર્મશાળા ક્રિકેટ મેદાન અને બૌદ્ધ મઠના લીધે દુનિયાભરમાં પ્રખ્યાત છે. ધર્મશાલા ભારતનું સ્કોટલેન્ડ કહેવાય છે, જેની 3 તરફ બરફથી ઢંકાયેલા પહાડ અને એક બાજુ ખીણ છે. ઉંચા પહાડ, લીલાછમ વૃક્ષો, ઠંડું વાતાવરણ, ધર્મશાળાને ફરવા માટે શ્રેષ્ઠ સ્થળ બનાવે છે. ધર્મશાળામાં દલાઇ લામા મંદિર, ક્રિકેટ સ્ટેડિયમ, ચર્ચ, ગ્યુતો તાંત્રિક મોનાસ્ટ્રી મંદિર, નામગ્યાલ મઠ, નડ્ડી વ્યૂ પોઇન્ટ, ધર્મશાળા સ્કાયવ્યૂ, કાંગડા ફોર્ટ, ધ તિબ્બત મ્યુઝિયમ, ભાગ્સૂ નાગ વોટરફોલ, તિબ્બતી લાઇબ્રેરી, તુષિતા ધ્યાન કેન્દ્ર, મેક્લોડગંજ, કાંગડા આર્ટ ગેલેરી સહિત ઘણા જોવાલાયક સ્થળો છે.

કિન્નૌર (Kinnaur)

himachal pradesh tour
કિન્નૌર (Kinnaur) (Photo: Himachal Pradesh Tourism)

કિન્નૌર હિમાચલ પ્રદેશમાં ફરવા માટે પ્રખ્યાત હિલ સ્ટેશન છે. કિન્નો સફરજનના બગીચાઓ માટે પણ દુનિયાભરમાં પ્રખ્યાત છે. બરફથી ઢંકાયેલા પર્વતો અને સૂર્યપ્રકાશમાં ચમકતા નાકો તળાવનો અદભૂત નજારાઓ જોવા દર વર્ષે લાખો પ્રવાસીઓ કિન્નોર આવે છે. કામરુ કિલ્લો, ચિટકુલ, કલ્પા, સંગલા, રિકાંગ પિયો, રૂપિન પાસ, કિન્નર કૈલાસ, સુસાઇડ પોઇન્ટ, બસપા નદી, રક્છામ, નકો તળાવ, માથી મંદિર, નારાયણ નાગિની દેવી મંદિર, રિબ્બા, નિચાર સહિત કિન્નોરમાં ઘણા કુદરતી સૌંદર્યથી ભરપૂર ફરવા લાયક સ્થળો છે. (Photo: Himachal Pradesh Tourism)

લાહૌલ સ્પીતિ (Lahaul Spiti)

himachal pradesh tour
લાહૌલ સ્પીતિ (Lahaul Spiti) (Photo: Himachal Pradesh Tourism)

આ પણ વાંચો | ઋષિકેશ પ્રવાસ આ 5 સ્થળોની મુલાકાત વગર અધુરો, તીર્થ યાત્રા સાથે એડવેન્ચરનો રોમાંચ

હિમાચલ પ્રદેશનું લાહૌલ સ્પીતિ લામાઓની ભૂમિ કહેવાય છે. અસંખ્ય બૌદ્ધ મઠો છે, જેમા કાયે મઠ બૌદ્ધ અધ્યયનનું મુખ્ય શિક્ષણ કેન્દ્રોમાંનું એક મઠ છે. સ્પીતિ ખીણ બરફનું રણ છે, તિબેટીયન સંસ્કૃતિની ઝલક જોવા મળે છે. સ્પીતી વેલી, હમ્પ્તા, ચંદ્રતાલ, પિન વેલી નેશનલ પાર્ક, રોહતાંગ, કોકસર, સિસ્સૂ, ગોંદલા, કેલાંગ, જિસ્પા, દારચા, સૂરજ તાલ સહિત ઘણા આકર્ષક જોવાલાયક સ્થળો છે. (Photo: Himachal Pradesh Tourism)

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ