Romantic Places in India for Couples: હાલ લગ્નની સિઝન ચાલી રહી છે. લગ્ન બાદ નવા કપલ્સ હનીમૂન પર જાય છે. જ્યાં તેઓ એકબીજાને સમજી શકે છે અને તેમના જીવનની યાદગાર યાદો બનાવી શકે છે. જો તમે પણ શિયાળામાં લગ્ન કરવા જઇ રહ્યા છો અને તમારા જીવનસાથી સાથે કેટલીક રોમેન્ટિક ક્ષણો પસાર કરવા માંગો છો, તો તમે ભારતના કેટલાક સૌથી અદભૂત અને સુંદર સ્થળોએ હનીમૂન ટ્રિપની યોજના બનાવી શકો છો. ઓછા બજેટમાં પણ તમને અહીં ફરવાનો સારો અનુભવ મળશે. તમારી પસંદગી અનુસાર તમે તમારા માટે યોગ્ય સ્થળ પસંદ કરી શકો છો અને બુકિંગ કરી શકો છો.
શિયાળામાં હનીમૂન પર જવા માટે શ્રેષ્ઠ સ્થળો
જમ્મુ અને કાશ્મીર : તમે શિયાળામાં હનીમૂન પર જમ્મુ-કાશ્મીર જઈ શકો છો. અહીં તમે તમારા જીવનસાથી સાથે સફેદ ચાદરમાં ફેલાયેલા શિખરો જોવાનો અનુભવ કરી શકો છો. અહીં તમે ગુલમર્ગ, પહેલગામ, વૈષ્ણો દેવી મંદિર, સોનમર્ગ, જેવા સ્થળોની મુલાકાત લઈ શકો છો.
જેસલમેર : જો તમારે ખૂબ ઠંડી જગ્યાએ જવું નથી તો તમે જેસલમેર જવાની યોજના બનાવવી જોઈએ. રાજસ્થાનના જેસલમેરમાં તમે રણ સફારીનો આનંદ માણી શકો છો. તમે અહીં હવેલીઓ અને કિલ્લાઓ જોઈ શકો છો.
આ પણ વાંચો – શિયાળામાં બીમારીઓને દૂર રાખવા માટે આમળા લૌંજી ખાવ, ઝડપથી ઇમ્યૂનિટી મજબૂત થશે
ઊટી, તામિલનાડુ : જો તમે હરિયાળી વચ્ચે યાદગાર ક્ષણો વિતાવવા માંગતા હો તો તમે નીલગીરી પહાડોની વચ્ચે વસેલા ઊટી જઈ શકો છો. તમે ઊટી લેક, રોઝ ગાર્ડન, નીલગિરી માઉન્ટેન રેલ્વે રાઇડ, કુન્નુર જેવા સ્થળોની મુલાકાત લઈ શકો છો.
દાર્જિલિંગ, પશ્ચિમ બંગાળ : જો તમે લગ્ન પછી તમારા પાર્ટનર સાથે સુંદર દ્રશ્યો જોવાનું વિચારી રહ્યા છો તો તમે દાર્જિલિંગ જઈ શકો છો. અહીં તમને રંગીન નદીઓના સંગમની સાથે ચા ના બગીચા, પાઈન જંગલો જોવા મળશે. અહીંનું કુદરતી સૌંદર્ય તમારા મનને મોહિત કરશે.





