Best $ Yoga Asanas For Weight Loss : આજના સમયમાં મોટાભાગના લોકો સ્થૂળતાથી પરેશાન છે. ખાણીપીણીની નબળી આદત અને શારીરિક પ્રવૃત્તિના અભાવને કારણે લોકોનું વજન ઝડપથી વધવા લાગે છે. વધતા વજનને કન્ટ્રોલ કરવા અથવા ઘટાડવા માટે આ બંને આદતોને સુધારવી જરૂરી છે. આ માટે તળેલા મસાલેદાર ફૂડને ડાયટ માંથી બાકાત રાખો અને હેલ્ધી ચીજોનું સેવન કરો. રોજ એક ફળ ખાઓ, આખા અનાજ, લીલા શાકભાજી, બદામ અને સીડ્સને ડાયટમાં સામે કરો. આમ કરવાથી તમે ટૂંક સમયમાં જ આશ્ચર્યજનક પરિણામો મેળવી શકો છો. આ સાથે શારીરિક પ્રવૃત્તિ પણ મહત્વની છે.
ખાસ કરીને જો તમે ડેસ્ક જોબ કરતા હોવ અથવા તમારો દિવસનો મોટાભાગનો સમય એક જગ્યાએ બેસીને પસાર કરતા હોવ તો તમારા માટે શારીરિક પ્રવૃત્તિ માટે સમય કાઢવો વધુ જરૂરી બની જાય છે. આ માટે તમે સવારે કે સાંજે ગમે ત્યારે માત્ર એક કલાક યોગ કરી શકો છો.
યોગથી સ્થૂળતા કેવી રીતે ઘટે છે?
ધ ઇન્ડિયન એક્સપ્રેસ સાથેની ખાસ વાતચીત દરમિયાન યોગ એક્સપર્ટ કામિની બોબડેએ જણાવ્યું હતું કે, ઘણા લોકો મારી પાસે આવે છે જેમના મનમાં એક સવાલ હોય છે કે શું યોગ વધારે પ્રમાણમાં કેલરી બર્ન કરી શકે છે? અથવા યોગ કરતી વખતે તમારી કેલરી બર્ન થઈ રહી છે કે નહીં તે કેવી રીતે જાણવું? ખરેખર, જ્યારે તમને પરસેવો થાય છે, ત્યારે તે શરીરની કેલરી બર્ન થવાની નિશાની છે. પરસેવો, ઝેરી તત્વો, શરીરમાં જમા થયેલા ઝેરીલા પદાર્થો બહાર આવવા લાગે છે. આ સાથે જ ઘણા વધુ સહનશક્તિ વાળા આસનો એવા છે જેને કરવા માટે એનર્જી અને કેલરીની જરૂર પડે છે. આવી સ્થિતિમાં, યોગ ચોક્કસપણે કેલરી બર્ન કરીને શરીરની ચરબી ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે. ‘
એક અભ્યાસનો ઉલ્લેખ કરતા કામિની બોબડેએ વધુમાં જણાવ્યું હતું કે, યુનિવર્સિટી ઓફ પિટ્સબર્ગ, ડ્યુક યુનિવર્સિટી મેડિકલ સેન્ટર અને યુનિવર્સિટી ઓફ ઝુરિચના કેટલાક સંશોધકોએ યોગની મેદસ્વીપણા પર થતી અસર અંગે સંશોધન હાથ ધર્યું હતું. તેમણે મેદસ્વી પુખ્ત વયના લોકો માટે 6 મહિનાનો કાર્યક્રમ ચલાવ્યો હતો.

આ દરમિયાન તમામ લોકોને અઠવાડિયામાં માત્ર 5 દિવસ જ અમુક ખાસ યોગ આસનો કરવા માટે કહેવામાં આવ્યું હતું. શરૂઆતના પહેલા આઠ અઠવાડિયા સુધી, લોકોએ 20 મિનિટ યોગ કર્યા, પછી દિવસમાં 40 મિનિટ અને પછી 60 મિનિટ સુધી પ્રગતિ કરી. આ દરમિયાન 6 મહિના પૂરા થવા સુધીમાં લોકોના વજનમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો, તેમજ તેમના કાર્ડિયોવેસ્ક્યુલર હેલ્થમાં પણ સુધારો થયો હતો.
કામિની બોબડેએ એક અન્ય રિસર્ચ વિશે વાત કરતા જણાવ્યું હતું કે, હાર્વર્ડના એક અભ્યાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે દરરોજ 30 મિનિટના હઠ યોગથી 125 પાઉન્ડની વ્યક્તિ માટે 120 કેલરી, 155 પાઉન્ડની વ્યક્તિ માટે 144 કેલરી અને 185 પાઉન્ડની વ્યક્તિ માટે 168 કેલરી બર્ન કરવામાં મદદ મળી શકે છે.
વધુ કેલરી બર્ન કરવા માટે કયું યોગાસન શ્રેષ્ઠ છે?
સૂર્યનમસ્કાર
યોગ નિષ્ણાતના જણાવ્યા અનુસાર જો તમે ઓછા સમયમાં વધુ કેલરી બર્ન કરવા માંગો છો, તો પહેલા સૂર્યનમસ્કાર કરો. સૂર્યનમસ્કાર 12 મુદ્રામાં કરવામાં આવે છે અને તમને જાણીને આશ્ચર્ય થશે કે તેનો દરેક સેટ એક સમયે લગભગ ૧૪ કેલરી બર્ન કરી શકે છે.
ફલકાસન
ફલકાસન પ્લેંક કે પુશ-અપની જેમ કરવામાં આવતો પોઝ છે. તેની નિયમિત પ્રેક્ટિસ કેલરી બર્ન કરીને મેદસ્વીપણાને ઘટાડવામાં મદદ કરી શકે છે. કામિની બોબડેના જણાવ્યા મુજબ ફલકાસન કરતી વખતે દરેક સ્નાયુ સક્રિય થાય છે. આ સ્થિતિમાં, તેની પ્રેક્ટિસ મુખ્ય સ્નાયુઓને મજબૂત બનાવીને પેટને ટોન કરવામાં મદદ કરે છે.

ઉત્કટાસન
ઉત્કતાસનને ચેર પોઝ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ આસનથી કેલેરી બર્ન કરીને પેટ અને જાંઘને ટોન કરવામાં પણ મદદ મળે છે, સાથે જ હાર્ટ હેલ્થ પણ જળવાઈ રહે છે.
આ પણ વાંચો | ફેસ વોશ ક્યારે અને કેટલી વખત કરવું જોઇએ? ચહેરો સાફ કરતી વખતે આ બાબત ધ્યાનમાં રાખવો
અંજનેયાસન
તેને ક્રિસેન્ટ લંગ પોઝ અને ક્રિસેન્ટ મૂન પોઝ તરીકે પણ ઓળખવામાં આવે છે. અંજનેયાસન નો અભ્યાસ કરવાથી હિપ્સથી લઈને પગની ઘૂંટી સુધીના દરેક સ્નાયુ પર દબાણ આવે છે અને વધુ કેલરી બર્ન કરવામાં મદદ મળે છે.
(Disclaimer : આ લેખમાં આપેલી સલાહ માત્ર સામાન્ય માહિતી છે. કોઈપણ પ્રકારની સમસ્યા અથવા પ્રશ્ન માટે ડોક્ટરની સલાહ લેવી.)





