high blood pressure : હાઈ બ્લડ પ્રેશર છે સાયલન્ટ કિલર, રોજ ખાઓ આ 4 વસ્તુ, પછી દવાની પણ જરૂર નહીં પડે

high blood pressure control food tips : હાઈ બ્લડ પ્રેશર પર કન્ટ્રોલ જરૂરી છે, તેના માટે તમે આ ચાર ફૂડને જીવનોન એક ભાગ બનાવી દો, પછી દવાની પણ જરૂર નહી પડે અને બીપી હંમેશા કન્ટ્રોલમાં રહેશે.

Written by Kiran Mehta
October 11, 2023 19:33 IST
high blood pressure : હાઈ બ્લડ પ્રેશર છે સાયલન્ટ કિલર, રોજ ખાઓ આ 4 વસ્તુ, પછી દવાની પણ જરૂર નહીં પડે
હાઈ બ્લડ પ્રેશર આ ફૂડથી પણ કન્ટ્રોલ કરી શકો છો

high blood pressure : ખરાબ આહાર, બગડતું જીવન અને જાણે-અજાણ્યે પડતો તણાવ વ્યક્તિને અનેક હઠીલા રોગોનો શિકાર બનાવે છે. હાઈ બ્લડ પ્રેશર એક રોગ છે, જેને સાયલન્ટ કિલર તરીકે ઓળખવામાં આવે છે. હાઈ બ્લડ પ્રેશર એટલે કે, જ્યારે BP 140/90 mmHg કે તેથી વધુ હોય ત્યારે તેને હાઈ BP તરીકે ઓળખવામાં આવે છે. આ સ્તર કરતાં વધુ બીપી હોવું સ્વાસ્થ્ય માટે જોખમી છે. જો આ રોગને અટકાવવો હોય તો આહાર અને જીવનશૈલીમાં ફેરફાર કરવો જરૂરી છે. સ્થૂળતા, વધુ પડતા આલ્કોહોલનું સેવન, ધૂમ્રપાન, પારિવારિક ઇતિહાસ અથવા બેઠાળી જીવનશૈલી હાઈ બ્લડ પ્રેશરનું કારણ બની શકે છે.

સતત વધતું વજન હાઈ બ્લડ પ્રેશરનું કારણ બને છે. જો તમે મેદસ્વી અથવા વધારે વજન ધરાવતા હો, તો સામાન્ય વજન ઘટાડીને પણ તમારું બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ કરી શકે છે. તમે વજનને નિયંત્રિત કરીને હાઈ બીપીને નિયંત્રિત કરી શકો છો. કેટલાક એવા ખોરાક છે જે સાયલન્ટ કિલર પર કાબુ મેળવી શકે છે. અમુક ખાદ્યપદાર્થોના સેવનથી હાઈ બ્લડપ્રેશરને દવા વગર નિયંત્રિત કરી શકાય છે. ચાલો જાણીએ આવા 4 ખોરાક વિશે જે બીપીને નિયંત્રિત કરે છે.

દરરોજ તમારા આહારમાં દહીંનો સમાવેશ કરો

જો તમે બીપીને કંટ્રોલ કરવા માંગતા હોવ તો રોજ દહીંનું સેવન કરો. ઓછી ચરબીવાળા દહીંના સેવનથી હાઈ બીપીને સરળતાથી નિયંત્રિત કરી શકાય છે. પોષક તત્વોથી ભરપૂર દહીંમાં પ્રોટીન, વિટામીન, મિનરલ્સ અને પોટેશિયમ હોય છે જે સ્વાસ્થ્યને ફાયદો કરે છે અને બીપીને પણ કંટ્રોલ કરે છે.

કેળા ખાઓ

કેળા એક એવું ફળ છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી છે. સરેરાશ કદના કેળામાં 420 મિલિગ્રામ પોટેશિયમ હોય છે. રોજ એક કેળું ખાવાથી પોટેશિયમની નવ ટકા જરૂરિયાત પૂરી થાય છે. સંશોધનમાં જાણવા મળ્યું છે કે, પોટેશિયમની ઉણપ ધરાવતો ખોરાક હાઈ બીપી તરફ દોરી જાય છે. પોટેશિયમ હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે. બીપી કંટ્રોલ કરવા માટે તમે તેને કેળાની સ્મૂધી, બેકડ પ્રોડક્ટ્સ અને ફ્રોઝન ડેઝર્ટમાં ખાઈ શકો છો. કેળાના સેવનથી શરીરમાં ફાઈબરની ઉણપ પણ પૂરી થાય છે.

લીલા પાંદડાવાળા શાકભાજી ખાઓ, બીપી કંટ્રોલમાં રહેશે

લીલા પાંદડાવાળા શાકભાજી મેગ્નેશિયમ અને પોટેશિયમનો ઉત્તમ સ્ત્રોત છે. લીલા પાંદડાવાળા શાકભાજીમાં પાલક, સરસવના પાન, બીટરૂટના પાન અને લેટીસનો સમાવેશ થાય છે. આ શાકભાજી બીપીને કંટ્રોલ કરે છે. તમે આ શાકભાજીને સેન્ડવીચ, સ્મૂધી અને ઓમેલેટના રૂપમાં ખાઈ શકો છો.

આ પણ વાંચો –

દરરોજ લસણની કળીનું સેવન કરો

ઔષધીય ગુણોથી ભરપૂર લસણનું સેવન કરવાથી એક સાથે અનેક બીમારીઓ દૂર થાય છે. લસણનું સેવન ખાવાનો સ્વાદ તો વધારે છે સાથે જ બીપીને પણ કંટ્રોલ કરે છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થ (NIH) દાવો કરે છે કે, એલિસિન, લસણનું એક ઘટક, બ્લડ પ્રેશર ઘટાડવાની ક્ષમતા ધરાવે છે. જ્યારે લસણને છીણવામાં આવે છે અથવા તેને કાપવામાં આવે છે ત્યારે એલિસિન બહાર આવે છે. આ તત્વ હાઈ બીપી ઘટાડવામાં અસરકારક છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ