Blood Pressure | બ્લડ પ્રેશર કંટ્રોલ કરવાની ટિપ્સ વાયરલ થઇ, શું તે અસરકારક છે?

Blood Pressure | બ્લડ પ્રેશર એ રોગ નથી, તે ધમનીની દિવાલો સામે રક્ત બળ છે જે સમગ્ર શરીરમાં લોહીના પમ્પિંગ માટે જરૂરી છે. તંદુરસ્ત પુખ્ત વ્યક્તિમાં સામાન્ય બ્લડ પ્રેશર લગભગ 120/80 હોય છે. આજની ફાસ્ટ લાઈફમાં 130/90 પણ સામાન્ય ગણાય છે પણ સ્વસ્થ નથી.

Written by shivani chauhan
April 23, 2025 07:00 IST
Blood Pressure | બ્લડ પ્રેશર કંટ્રોલ કરવાની ટિપ્સ વાયરલ થઇ, શું તે અસરકારક છે?
બ્લડ પ્રેશર કંટ્રોલ કરવાની ટિપ્સ વાયરલ થઇ, શું તે અસરકારક છે?

Blood Pressure | બ્લડ પ્રેશર (blood pressure) કંટ્રોલ કરવાની વાત આવે ત્યારે મીઠું ઓછું ખાવાથી લઈને તણાવ ઓછો લેવા સુધીની સલાહ આપવામાં આવે છે. અત્યારની બીઝી લાઈફસ્ટાઈલમાં મોટાભાગના લોકોને બ્લડ પ્રેશરની સમસ્યા છે. અહીં વેલનેસ કન્સલ્ટન્ટ મૈનોએ તાજેતરમાં જ તેના સોશિયલ મીડિયા પર બ્લડ પ્રેશર કંટ્રોલ કરવાની પાંચ ટિપ્સ આપી છે, અહીં જાણો

બ્લડ પ્રેશર એટલે શું?

બ્લડ પ્રેશર એ રોગ નથી, તે ધમનીની દિવાલો સામે રક્ત બળ છે જે સમગ્ર શરીરમાં લોહીના પમ્પિંગ માટે જરૂરી છે. તંદુરસ્ત પુખ્ત વ્યક્તિમાં સામાન્ય બ્લડ પ્રેશર લગભગ 120/80 હોય છે. આજની ફાસ્ટ લાઈફમાં 130/90 પણ સામાન્ય ગણાય છે પણ સ્વસ્થ નથી.

બ્લડ પ્રેશર કન્ટ્રોલ કરવાની ટીપ્સ (Blood Pressure Controlling Tips)

  • જમ્યા પછી 15 મિનિટ ચાલો : બ્લડ પ્રેશર કંટ્રોલ કરવા માટે 15 મિનિટચાલવું અથવા સીડી ચઢવું. જમ્યા પછી માત્ર 10 મિનિટ ચાલવાથી પછી પણ તમારા બ્લડ સુગરના લેવલમાં નોંધપાત્ર ફરક પડી શકે છે.
  • નાસ્તામાં પ્રોટીન પસંદ કરો : દહીંને બદલે બેરી અને ઓટ્સ ખાઓ! પ્રોટીનથી ભરપૂર નાસ્તો તમને લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે અને બ્લડ સુગરને સ્થિર કરવામાં મદદ કરે છે.
  • ફાઇબરયુક્ત ફૂડ : સવારે ચણા અન્ય કઠોળ જેવા ફાઇબરયુક્ત ખોરાક, બપોરના ભોજનમાં ઉચ્ચ ફાઇબરવાળી સ્મૂધી અને રાત્રે ભોજનમાં પુષ્કળ શાકભાજી ઉમેરીને દરરોજ 25-30 ગ્રામ ખાવાનો પ્રયાસ કરો.
  • પૂરતી ઊંઘ : સારી ઊંઘ તમારા બ્લડ સુગરને નિયંત્રિત કરે છે. તમારા ઊંઘ ચક્રને સુધારવા માટે સૂવાનો સમય નિયમિત બનાવો અને સૂવાના એક કલાક પહેલા ફોનનો ઉપયોગ કરવાનું ટાળો.
  • તણાવ ન લેવો : એવોકોઈ પ્રવૃત્તિ કરો જે તમારા કોર્ટિસોલ (સ્ટ્રેસ હોર્મોન) લેવલને ઘટાડે. જેમ કે ટેપિંગ હોય, ચાલવું હોય, વાંચવું હોય, અથવા ફક્ત એક કપ કોફીનો આનંદ માણવો હોય.

આ પણ વાંચો: Jackfruit | ઉનાળમાં ફણસ ખાવાના ફાયદા છે આટલા!

શું આ ટિપ્સથી ખરેખર બ્લડ પ્રેશર ઓછું થઈ શકે છે?

બ્લડ પ્રેશરના ઉપાય વિશે ઊંડાણમાં જાણવા માટે અહીં હેલ્થ એક્સપર્ટ શું કહે છે જાણો,

મુંબઈની ગ્લેનીગલ્સ હોસ્પિટલ પરેલ ખાતે ઇન્ટરનલ મેડિસિનના સિનિયર કન્સલ્ટન્ટ ડૉ. મંજુષા અગ્રવાલ સંમત થયા કે પૂરતી ઊંઘ અને તણાવ ઘટાડવો બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. ડૉ. અગ્રવાલે કહ્યું ‘તમારી દૈનિક જીવનશૈલીમાં સરળ ફેરફારો ઉમેરીને તમારા તણાવ સ્તરને અસરકારક રીતે સંચાલિત કરવાનો પ્રયાસ કરો. શાંત રહેવામાં મદદ કરતી વસ્તુઓ કરવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરો. આમાં ઊંડા શ્વાસ લેવા, ધ્યાન, ફરવા જવું, મ્યુઝિક સાંભળવું, તમારી મનપસંદ ફિલ્મ જોવી અથવા તમારા સોફા પર સૂવા જેવી સરળ બાબતોનો સમાવેશ થઈ શકે છે.’

એક્સપર્ટે વધુમાં એ પણ જણાવ્યું કે કાર્બોહાઇડ્રેટ્સ કરતાં પ્રોટીન અને ફાઇબર પસંદ કરવાથી વજન નિયંત્રણમાં મદદ મળે છે, જે તમારું પેટ ભરેલું રાખે છે અને કસરતના પરિણામોમાં સુધારો કરવામાં મદદ કરી શકે છે. ડૉ. અગ્રવાલે જણાવ્યું.” આ તમારા બ્લડ પ્રેશર લેવલને નિયંત્રિત રાખવામાં મદદ કરી શકે છે. વ્યક્તિઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ દરરોજ ઓછામાં ઓછા 30 થી 50 મિનિટ માટે યોગ, સ્ટ્રેચિંગ, બ્રિસ્ક વૉકિંગ, સાયકલિંગ, સ્વિમિંગ, કાર્ડિયો અથવા સ્ટ્રેન્થ ટ્રેનિંગ જેવી વિવિધ કસરતો અથવા શારીરિક પ્રવૃત્તિઓનો સમાવેશ કરે.’એક્સપર્ટે કહ્યું, જો તમારું બેઠાડુ જીવન છે તો તમને હાઈ બ્લડ પ્રેશર થવાની શક્યતા વધુ રહે છે, ખાતરી કરો કે તમે દિવસ દરમિયાન ચાલવા માટે સમય કાઢો, ખાસ કરીને તમારા ભોજન પછી ઓછામાં ઓછા 10 મિનિટ માટે પણ ચાલો. હેલ્ધી ડાયટ લેવા અને ઓઈલી ફૂડ અને જંક ફૂડ ટાળવા પર ભાર મુકવો હિતાવહ છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ