આજની આધુનિક જીવનશૈલીમાં ડાયાબિટીસ (diabetic) એ દુનિયામાં સૌથી મોટી સામાન્ય બીમારી બની રહી છે અને મોટી ઉંમરના લોકોની સાથે સાથે યુવા લોકો પણ આ બીમારીના શિકાર થઇ રહ્યા છે. તમારા બ્લડમાં સુગરનું લિમિટ (blood sugar level) કરતા વધારે પ્રમાણ એ ડાયાબિટીસના સંકેત છે. ડાયાબિટીસની બીમારી ધરાવતા લોકો માટે લોહીમાં સુગર લેવલને કન્ટ્રોલ રાખવું બહુ જ જરૂરી છે જો કે તે થોડુંક મુશ્કેલ કાર્ય છે. સામાન્ય વ્યક્તિ માટે ઉપવાસના થોડાક કલાકો પછી બ્લડ સુગરનું લેવલ 100 થી ઓછું જ્યારે જમ્યાના 2 કલાક પછી બ્લડ શુગર લેવલ 140થી ઓછું હોવું જોઈએ.
બ્લડમાં સુગર લેવલને કેટલાક સુપરફૂડ્સ (superfoods list) ખાઇને કન્ટ્રોલમાં રાખી શકાય છે. સુપરફૂડ્સ એ એવા લોકપ્રિય ખોરાક છે જે ઘણી રીતે શરીર માટે ફાયદાકારક હોવાનું માનવામાં આવે છે. આ ખાદ્યચીજોના ઉચ્ચ પોષક તત્વો અને ઓછી પ્રતિકૂળ અસરો છે તેને સુપરફૂડ્સ બનાવે છે. આપણે જે ખાઈએ છીએ તે આપણા બ્લડ સુગર લેવલને અસર કરે છે. અમે તમને કેટલાક એવા સુપર ફૂડ્સ વિશે જણાવીશું જે બ્લડ સુગર લેવલને કન્ટ્રોલ (blood sugar control tips) કરવામાં અસરકારક સાબિત થાય છે.
તજ:
તજ (Cinnamon) એક પ્રકારનો મસાલો છે જે ઘણા ડાયાબિટીસના દર્દીઓમાં બોડી માસ ઇન્ડેક્સ (BMI) ઘટાડવામાં અસરકારક સાબિત થયું છે. તજમાં વિવિધ પોષક તત્વો પણ ભરપૂર હોય છે જે વ્યક્તિના ડાયટ માટે અસરકારક સાબિત થાય છે. તજ શરીરમાં લિપિડના લેવલને પણ ઘટાડી શકે છે અને લોહીમાં સુગર લેવલને નિયંત્રિત કરી શકે છે. આ મસાલો હ્રદયના રોગોથી બચાવે છે, આથી ડાયાબિટીસના દર્દીઓએ તજનું રોજ સેવન કરવું જોઈએ.
ભીંડી:
ભીંડી (lady finger) એક એવી શાકભાજી છે જે ફ્લેવોનોઈડ્સનો ઉત્તમ સ્ત્રોત છે. ફ્લેવોનોઈડ એ એન્ટી ઑકિસડન્ટ છે જે હૃદયના આરોગ્યને તંદુરસ્ત કરવા માટે જાણીતું છે. ભીંડી (Okra)માં પોલિસેકરાઇડ્સ નામનું તત્વ પણ વિપૂલ પ્રમાણમાં છે, જે બ્લડમાં સુગરનું લેવલ ઘટાડવામાં અસરકારક હોવાનું માનવામાં આવે છે.
દહીં:
હાઈ બ્લડ શુગર લેવલને કન્ટ્રોલ કરવામાં દહીંનું (Yoghurt) સેવન ખૂબ જ અસરકારક સાબિત થાય છે. પ્રોબાયોટીક્સથી ભરપૂર આથાવાળી ચીજોનું સેવન કરવાથી પણ લોહીમાં સુગર લેવલને વ્યવસ્થિત રીતે કન્ટ્રોલ કરી શકાય છે. દહીં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી ખાદ્યચીજ છે અને તે સરળતાથી મળી રહી છે.
કઠોળ-દાળઃ-
લોહીમાં સુગર લેવલ જાળવી રાખવામાં તમામ પ્રકારના કઠોળ અને દાળ (pulses) અસરકારક છે. તેમાં ભરપૂર પ્રમાણમાં ફાઇબર હોય છે જે ભોજનની પાચનક્રિયાને ધીમી પાડવામાં મદદ કરે છે. આ પ્રક્રિયા ભોજન કર્યા બાદ લોહીમાં સુગર લેવલને કન્ટ્રોલ કરવામાં મદદરૂપ થાય છે.
વિવિધ પ્રકારના સીડ્સ:
સુપરફૂડની યાદીમાં વિવિધ પ્રકારના સીડ્સનો પણ સમાવેશ થાય છે. કોળાના બીજ, અળસીના સીડ બીજ, ચિયા સીડ્સ વિવિધ પોષક તત્વોથી ભરપૂર છે. તેમાં ફાઇબર અને એન્ટીઑકિસડન્ટોનો ખજાનો છે જે બ્લડ સુગરના લેવલને કન્ટ્રોલ કરે છે. હાઈ બ્લડ સુગરના દર્દીઓ માટે આ સીડ્સનું સેવન ખૂબ જ ફાયદાકારક છે.