Blood Sugar : દાળમાં પ્રોટીન વધુ માત્રામાં જોવા મળે છે. ડોક્ટરો વારંવાર દર્દીઓને પ્રોટીન માટે કઠોળ ખાવાની સલાહ આપે છે. પણ ડાયાબિટીસના દર્દીઓએ પણ કઠોળ ખાવી જોઈએ કે નહીં? ચાલો નિષ્ણાતો પાસેથી જાણીએ કે ડાયાબિટીસના દર્દીઓએ કઠોળ ખાવી જોઈએ કે નહીં. જો ખાવા જોઈએ તો તેમના માટે કયા કઠોળ ફાયદાકારક છે.
ડાયાબિટીસનું કારણ શું છે?
ધી ઈન્ડિયન એક્સપ્રેસમાં પ્રકાશિત થયેલા અહેવાલ અનુસાર, ડાયાબિટીસ સાથે જીવતા લોકોની કુલ સંખ્યા 2030 સુધીમાં વધીને 643 મિલિયન અને 2045 સુધીમાં 783 મિલિયન થવાનો અંદાજ છે. ઇન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશનના IDF ડાયાબિટીસ એટલાસ ટેન્થ એડિશન 2021 અનુસાર, આ વધારા પાછળના મુખ્ય પરિબળોને સમજવું મહત્વપૂર્ણ છે. રજિસ્ટર્ડ ડાયેટિશિયન અને ડાયાબિટીસ એજ્યુકેટર ગરિમા ગોયલે જણાવ્યું હતું કે, સંતુલિત આહાર ન લેવો તેમજ સ્થૂળતા એ ડાયાબિટીસનું મુખ્ય કારણ છે.
શું ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે દાળ?
ગોયલે કહ્યું કે, વસ્તીનો મોટો હિસ્સો શાકાહારી છે. ખાસ કરીને ભારત જેવા દેશને, જેને વિશ્વનું ડાયાબિટીસ કેપિટલ કહેવામાં આવે છે. દાળ ડાયાબિટીસ ડાયેટ પ્લાનમાં મહત્વની ભૂમિકા ભજવે છે. ખાસ કરીને પ્રોટીન સ્ત્રોત તરીકે.
સંશોધન દર્શાવે છે કે, દાળ, જે તેના ઉચ્ચ ફાઇબર, પ્રોટીન અને જટિલ કાર્બોહાઇડ્રેટ સામગ્રીને કારણે ધીમી ગતિથી પચે છે. શરીરમાં બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. ઉપરાંત નીચા ગ્લાયકેમિક ઇન્ડેક્સ (GI) બ્લડ સુગરનું સ્તર વધતુ નથી. દાળમાં ફાયટોકેમિકલ્સ (સેપોનિન અને ટેનીન) પણ હોય છે. ગોયલે ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે, સંશોધન એ પણ દર્શાવે છે કે, દાળનું સેવન કરવાથી બ્લડ પ્રેશરમાં સુધારો થાય છે.
ડાયાબિટીસના રોગીએ કયું કઠોળ ખાવું જોઈએ?
એપોલો સ્પેક્ટ્રા હોસ્પિટલ, મુંબઈના ડાયેટિશિયન ડૉ. જીનલ પટેલે જણાવ્યું હતું કે, જો તમને ડાયાબિટીસ હોય, તો તમારે તમારા કઠોળની પસંદગી સમજદારીપૂર્વક કરવી પડશે. તેમણે કહ્યું કે, તમે દાળ ખાઈ શકો છો. તે કોલેસ્ટ્રોલને વધવા દેતું નથી અને વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. તમે અડદની દાળનું સેવન કરી શકો છો. આ ઉર્જા આપે છે. આ સિવાય તમે મગની દાળ પણ ખાઈ શકો છો. તેમાં ફાઈબર અને પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે.
આ પણ વાંચો – સવાર, બપોર કે રાત, જાણો ફળ અને જ્યુસ લેવાનો શ્રેષ્ઠ સમય કયો છે
તો, ડૉ. પટેલે કહ્યું કે, આ સંદર્ભમાં તમારે નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે, જે તમારા માટે બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરવા માટે યોગ્ય પલ્સ પસંદ કરવામાં મદદ કરી શકે. સંમત થતા ગોયલે કહ્યું કે, તેના ઘણા સ્વાસ્થ્ય લાભો હોઈ શકે છે, પરંતુ તેનો અર્થ એ નથી કે તમે તેનો વધુ ઉપયોગ કરી શકો. તેમણે કહ્યું કે કઠોળના વધુ પડતા સેવનથી પેટ ફૂલવું અને આંતરડાની સમસ્યા થઈ શકે છે.