વધેલી રોટલીમાંથી બ્રેકફાસ્ટમાં બનાવો ટેસ્ટી પરાઠા ચૂરી, શેફ સંજીવ કપૂરે શેર કરી રેસીપી

Breakfast Recipe : તમે વધેલી રોટલી અથવા પરાઠાથી સવારે તમારા માટે હેલ્ધી અને ખૂબ જ સ્વાદિષ્ટ નાસ્તો તૈયાર કરી શકો છો. શેફ સંજીવ કપૂરે પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક ખાસ રેસીપી શેર કરી છે

Breakfast Recipe : તમે વધેલી રોટલી અથવા પરાઠાથી સવારે તમારા માટે હેલ્ધી અને ખૂબ જ સ્વાદિષ્ટ નાસ્તો તૈયાર કરી શકો છો. શેફ સંજીવ કપૂરે પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક ખાસ રેસીપી શેર કરી છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
paratha churi, breakfast recipe

નાસ્તામાં પરાઠા ચૂરી બનાવીને તમે તેને ખાઈ શકો છો

Breakfast Recipe Paratha Churi : રોટલી આપણા ભારતીયો માટે ભોજનની થાળીનો એક મહત્વનો ભાગ છે. બ્રેકફાસ્ટથી લઈને લંચ અને ડિનર સુધી, આપણે દિવસના દરેક ભોજનમાં રોટલી ખાવાનું પસંદ કરીએ છીએ. આવી સ્થિતિમાં ઘણી વખત રોટલી વધારે બની જાય છે અને તે વધે છે. ખાસ કરીને ડિનરમાં લોકો ખાવાનું ઓછું ખાય છે, જેના કારણે ઘણી વખત રાતની રોટલી બચી જાય છે. હવે મોટાભાગના લોકો આ રોટલીઓ ફેંકી દેવા માટે મજબૂર હોય છે.

Advertisment

જો તમે પણ આ લોકોમાંથી એક છો તો ફેંકી દેવાને બદલે તમે આ વધેલી રોટલી અથવા પરાઠાથી સવારે તમારા માટે હેલ્ધી અને ખૂબ જ સ્વાદિષ્ટ નાસ્તો તૈયાર કરી શકો છો. નાસ્તામાં પરાઠા ચૂરી બનાવીને તમે તેને ખાઈ શકો છો. આ માટે શેફ સંજીવ કપૂરે પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક ખાસ રેસીપી શેર કરી છે. આવો જાણીએ આ ખૂબ જ સરળ રેસિપી સાથે સવારે ઓછા સમયમાં કેવી રીતે બનાવાય ટેસ્ટી બ્રેકફાસ્ટ.

આ સામગ્રી તૈયાર કરો

  • પરાઠાની ચુરી બનાવવા માટે રાતના વધેલા પરોઠા કે રોટલી
  • ઘી
  • જીરું
  • કાળા મરી
  • લાલ મરચું
  • હીંગ
  • થોડી ખાંડ
  • સ્વાદ મુજબ મીઠું
  • તાજા ધાણા
https://www.instagram.com/p/C-mYLA0SP-v/

આ પણ વાંચો - શું તમે ક્યારેય લગાવ્યો છે નારંગીનો સાબુ? ઘરે બનાવો અને પછી કરો ઉપયોગ

Advertisment

પરાઠા ચૂરી કેવી રીતે બનાવશો?

  • આ માટે સૌ પ્રથમ રોટલી પર થોડું ઘી લગાવીને પરોઠાની જેમ શેકી લો. બીજી તરફ પરાઠા હોય તો તેને કડક શેકી લો.
  • આ પછી હાથની મદદથી કડક પરાઠાને મસળીને નાના-નાના ટુકડા કરી લો.
  • હવે એક કડાઇમાં ઘી ગરમ કરો.
  • ઘીમાં જીરું, કાળા મરીનો પાવડર, લાલ મરચું અને હીંગ મેળવી સારી રીતે શેકી લો.
  • બધા મસાલા શેકાઇ ગયા બાદ કડાઇમાં પરાઠા ચુરા ઉમેરો.
  • આ પછી કડાઈમાં સ્વાદ મુજબ એક ચમચી ખાંડ અને મીઠું ઉમેરો અને બધું સારી રીતે હલાવો.
  • હવે કડાઇમાં તાજી સમારેલા ધાણા ઉમેરીને હલાવો.
  • આમ કરવાથી તમારી સ્વાદિષ્ટ પરાઠા ચૂરી તૈયાર થઈ જશે. તમે તેને નાસ્તામાં ખાઈ શકો છો.
જીવનશૈલી રેસીપી