Five Worst Breakfast Avoid For Good Heart Health And Loose Weight : સ્વસ્થ શરીર માટે આહાર પર ધ્યાન આપવું સૌથી જરૂરી છે. તેમાં પણ તમે નાસ્તામાં શું ખાઓ છો તેનું ધ્યાન રાખવું વધુ જરૂરી બની જાય છે. યોગ્ય નાસ્તો તમને દિવસભર ઉર્જાથી ભરપૂર રાખે છે. ઉપરાંત ખાલી પેટે યોગ્ય નાસ્તો કરવાથી તમારા સ્વાસ્થ્ય પર પણ સારી અસર પડે છે. તેવી જ રીતે, જો તમે તમારા દિવસની શરૂઆત ખોટી ચીજ ખાવાથી કરો છો, તો તે સીધું નુકસાનકારક સાબિત થઈ શકે છે, ખાસ કરીને સ્થૂળતાથી પીડિત અથવા બીપી અને હૃદય રોગથી પીડિત લોકો માટે. અમે તમને કેટલાક એવા ખોરાક વિશે જણાવી રહ્યા છીએ જે તમારે સવારના નાસ્તામાં ખાવાનું ટાળવું જોઈએ.
તેલવાળો નાસ્તો (Oily Breakfast)
આપણે ભારતીય વાનગીઓ ખૂબ જ ઉત્સાહથી ખાવાનું પસંદ કરીયે છીએ. મોટાભાગના લોકો તેમના દિવસની શરૂઆત પુરી-કચોરી, છોલે ભટુરે અથવા પરાઠાથી કરે છે. જો તમે પણ આ લોકોમાંથી એક છો, તો અમે તમને જણાવીએ કે તમારે આજે જ તમારી આ આદત પર ધ્યાન આપવાની જરૂર છે. નાસ્તામાં આવી વસ્તુઓનું સેવન કરવાથી તમારા શરીરને અનેક બીમારીઓ ઘર કરી શકે છે. આવા ખોરાકમાં કેલરી અને ચરબીનું પ્રમાણ વધુ હોય છે. આજના સમયમાં, મોટાભાગના લોકો 8 થી 9 કલાક બેસીને કામ કરે છે, આવી સ્થિતિમાં તમારો નાસ્તો સંપૂર્ણ રીતે પચતો નથી, જેના કારણે તમારું વજન ઝડપથી વધી શકે છે. ઉપરાંત સવારે તળેલી ચીજોનું સેવન કરવાથી બ્લડ પ્રેશરનું લેવલ વધી શકે છે અને સારા કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડી શકાય છે. આવી સ્થિતિમાં આ પ્રકારનો નાસ્તો બીપી અને હૃદયના દર્દીઓ માટે ઝેર સમાન છે. આ ઉપરાંત તે ટાઇપ 2 ડાયાબિટીસનું જોખમ પણ વધારી શકે છે.

ચા-કોફી પીવી (Tea And Coffee)
ચા અને કોફીમાં કેફીન હોય છે. બ્રિટિશ જર્નલ ઑફ ન્યુટ્રિશનના એક અહેવાલમાં જણાવાયું છે કે સવારે થોડી માત્રામાં કેફીનનું સેવન કરવાથી તમારા બ્લડ સુગરનું સ્તર 50 ટકા વધી શકે છે, જે દેખીતી રીતે ખૂબ જ નુકસાનકારક છે. આવી સ્થિતિમાં ખાસ કરીને નાસ્તામાં ચા કે કોફી પીવાનું ટાળો. તેમજ જો તમે ડાયાબિટીસથી પીડિત છો, તો સવારે ભૂલથી પણ ચા કે કોફીનું સેવન ન કરવું નહીં.
ફળનો રસ (Fruits Juice)
ફળમાંથી જ્યુસ કાઢી નાખવાથી તેમા રહેલા ફાઇબર નષ્ટ થઇ જાય છે, તેમજ ફ્રૂટ્સ જ્યૂસ બનાવતી વખતે તેમા ઉપરથી ઉમેરવામાં આવતી ખાંડ તમારા બ્લડ સુગર લેવલમાં ગડબડ કરી શકે છે. આવી સ્થિતિમાં ખાલી પેટે જ્યુસનું સેવન ન કરો. ઉપરાંત તમે ફળોને સીધા ખાઈ શકો છો અથવા નાસ્તામાં તાજા બાફેલા શાકભાજીનો સમાવેશ કરી શકો છો.
દહીં (Curd)
દહીં સ્વાસ્થ્યને અનેક રીતે ફાયદો કરે છે. જો કે, ખાલી પેટે તેનું સેવન કરવાથી આ ફાયદાઓને નુકસાનમાં ફેરવી શકાય છે. ઘણા હેલ્થ રિપોર્ટ અનુસાર ખાલી પેટ દહીં ખાવાથી શરીરમાં સ્ત્રાત ઉત્પન્ન થાય છે. જ્યારે તમે ખાલી પેટ દહીં ખાઓ છો, ત્યારે તમારા પેટમાં રહેલું એસિડ ફાયદાકારક બેક્ટેરિયાનો નાશ કરે છે, જે સ્વાસ્થ્ય માટે સારું નથી. જો તમે બપોરના ભોજનમાં દહીંનું સેવન કરશો તેનાથી સ્વાસ્થ્યને ફાયદો થાય છે.

વ્હાઇટ બ્રેડ (White Bread)
બ્રેડ બાળપણથી જ આપણા નાસ્તાનો એક ભાગ છે. ક્યારેક જામ સાથે તો ક્યારેક બ્રેડ બટર સાથે, લોકો તેને અલગ-અલગ રીતે ખાવાનું પસંદ કરે છે, પરંતુ અમે તમને જણાવી દઈએ કે નાસ્તામાં બ્રેડનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે સારો વિકલ્પ નથી. વ્હાઇટ બ્રેડ મેંદામાંથી બનાવવામાં આવે છે, જેમાં ઉચ્ચ ગ્લાયકેમિક ઇન્ડેક્સ હોય છે. જે ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓ માટે હાનિકારક છે. વ્હાઇટ બ્રેડમાં કેલ્શિયમ સારું હોય છે, પરંતુ તેમાં ફાઈબર ઓછું હોય છે, જે સ્વાસ્થ્ય માટે પણ સારું નથી. પ્રોસેસિંગ દરમિયાન, વ્હાઇટ બ્રેડમાંથી ફાઇબર સામગ્રી દૂર થઈ જાય છે, જેના કારણે તેને પચવામાં મુશ્કેલી થાય છે. ઉપરાંત વ્હાઇટ બ્રેડની એક સ્લાઈસમાં 1 ગ્રામ ફેટ અને 67 કેલરી હોય છે, તેથી તેને ખાવાથી શરીરમાં ચરબી પણ વધી શકે છે.
કાચા સ્પ્રાઉટ્સ (Raw Sprouts)
ફણગાવેલા કઠોલ એટલે કે સ્પ્રાઉટ્સને પોષણનું પાવર હાઉસ કહેવામાં આવે છે. આ જ કારણ છે કે મોટાભાગના લોકો હેલ્ધી ડાયટ ફોલો કરવા માટે બ્રેકફાસ્ટમાં સ્પ્રાઉટ્સ ખાવાનું પસંદ કરે છે, પરંતુ શું તમે જાણો છો કે હંમેશા હેલ્ધી ડાયટમાં ગણાતો આ નાસ્તો તમારા સ્વાસ્થ્યને પણ નુકસાન પહોંચાડી શકે છે. યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનના એક રિપોર્ટ અનુસાર, કેટલીકવાર અંકુર ફૂટવાની પ્રક્રિયા દરમિયાન, E.coli અને Salmonella જેવા હાનિકારક બેક્ટેરિયા સ્પ્રાઉટ્સમાં વધવા લાગે છે, જે સ્વાસ્થ્યને ઘણી રીતે નુકસાન પહોંચાડે છે.
(Dsclaimer: આ આર્ટીકલમાં રજૂ કરાયેલી જાણકારી માત્ર સામાન્ય માહિતી છે. કોઈપણ પ્રકારના સ્વાસ્થ્ય સંબંધિત જાણકારી કે પ્રશ્નના ઉત્તર માટે હેલ્થ એક્સપર્ટ્સનો સંપર્ક કરવો.)





