Breakfast Tips : ફિટ રહેવા માટે વર્કઆઉટ કરવું અને હેલ્થી ડાયટ પ્લાન અપનાવવો જરૂરી છે. જેમાં વર્કઆઉટ પહેલા અને પછી ડાયટમાં શું ખાઓ છો તે પણ મહત્વનું છે. એક્ટર રકુલ પ્રીત સિંહ વર્કઆઉટ પછી નાસ્તામાં પૌષ્ટિક પીણાં લેવાનું પસંદ કરે છે આ રેસિપી ઝટપટ તૈયાર થઇ જાય છે,

ન્યુટ્રિશનિસ્ટ અને માઇક્રોબાયોમ નિષ્ણાત મુનમુન ગનેરીવાલએ પાવર-પેક્ડ સ્મૂધીની રેસીપી ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે . લખ્યું કે, ‘રકુલ પ્રીત નાસ્તામાં શું લે છે? આ રેસીપી તપાસો જે તેના પોસ્ટ વર્ક આઉટ મીલ માટે બનાવે છે.
આ પણ વાંચો: Healthy Diet : સવારના નાસ્તમાં ઝટપટ તૈયાર થતા સોજીના ચિલ્લા સ્વાસ્થ્ય માટે ગુણકારી
indianexpress.com સાથેની અગાઉની મુલાકાતમાં, ગનેરીવાલે રકુલ પ્રીતના ડાયટમાં કરેલા ફેરફારો વિશે ખુલાસો કર્યો હતો, કહ્યું કે, “હા, હું અને રકુલ તેના ફૂડ અને ફિટનેસ પર સાથે કામ કરી રહ્યા છીએ. આ સ્મૂથી ચયાપચય પર કામ કરે, તેના આંતરડાને ડિટોક્સિફાય કરે,
સામગ્રી
- 2/3 કપ – બદામનું દૂધ (આલ્મન્ડ મિલ્ક
- 2/3 કપ – પાણી
- 1 સ્કૂપ – પ્રોટીન પાઉડર
- 1 ચમચી – આખા ફ્લેક્સસીડ્સ
- 1-2 – કેળા
- ચપટી – તજ પાવડર
- ચપટી – એલચી પાવડર
- મધ, જો જરૂરી હોય તો
મેથડ
તાજુ બદામનું દૂધમાં પાણી, પ્રોટીન પાઉડર, આખા અળસીના બીજ અને કેળા એકસાથે મિક્ષ કરો હવે તેના પર એક ચપટી તજ અને એલચી પાવડર છાંટવો. જો જરૂરી હોય તો મધ ઉમેરો.
આ પણ વાંચો: Apple Cider Vinegar : શું એપલ સાઇડર વિનેગર વજન ઘટાડવામાં મદદ કરી શકે? જાણો
આ સ્મૂથી પીવાના ફાયદા :
આ સ્મૂથી પચવામાં સરળ છે કારણ કે ફળ અને બીજા મસાલા ઉમેરવામાં આવે છે અને વર્કઆઉટ પછી એનર્જી પ્રદાન કરે છે. તેથી એક્ટ્રેસ રકૂલ પ્રીત સિંહને વર્ક આઉટ પછી નાસ્તમાં આ સ્મૂથી લેવી પસંદ છે.





