Upvas Niyam : ઉપવાસમાં કોફી પીવી કે નહીં? શું કોફી પીવાથી વ્રત તૂટી જાય છે? જાણો

Navratri Upvas Niyam In Gujarati : ઉપવાસ માટે વિવિધ માન્યતાઓ અને વૈજ્ઞાનિક કારણો છે. ઘણા લોકો મૂંઝવણમાં હોય છે કે ઉપવાસ દરમિયાન કોફી પીવી જોઈએ કે નહીં. ચાલો જાણીએ કે કોફી પીવાથી ઉપવાસ તૂટે છે કે નહીં.

Written by Ajay Saroya
September 30, 2025 12:38 IST
Upvas Niyam : ઉપવાસમાં કોફી પીવી કે નહીં? શું કોફી પીવાથી વ્રત તૂટી જાય છે? જાણો
Coffee : કોફી તામસિક અને રાજસી ગણો ધરાવે છે. (Photo: pinterest)

Navratri Upvas Niyam In Gujarati : હિન્દુ ધર્મમાં દર મહિને કોઇને કોઇ વ્રત કે તહેવાર હોય છે. આવી દરમિયાન ઘણા લોકો વ્રત ઉપવાસ કરે છે. હાલ નવરાત્રી ચાલી રહી છે. 30 સપ્ટેમ્બરે નવરાત્રીની મહા આઠમ છે, તે દિવસે ઘણ લોકો વ્રત રાખે છે, સાથે જ કન્યા પૂજાન પણ કરે છે, માતાજીને નૈવેધ ધરાવે છે. કેટલાક લોકો બહુ કડક નિયમો સાથે વ્રત રાખે છે. આવી સ્થિતિમાં કેટલાક લોકોના મનમાં એક સવાલ એ પણ છે કે, ઉપવાસમાં કોફી પીવાથી વ્રત તુટી જાય છે, ઉપવાસમાં કોફી પીવી જોઈએ કે નહીં? ચાલો તેના વિશે વિગતવાર જાણીએ.

સૌ પ્રથમ, ઉપવાસને લગતા નિયમો જાણો

ઉપવાસ દરમિયાન સાત્વિક ખોરાક લેવાની સલાહ આપવામાં આવે છે. આ સાથે મીઠું, અનાજ, તામસિક ખોરાક, ઉત્તેજક પદાર્થો ખાવાની મનાઈ છે. આવી સ્થિતિમાં લોકોએ આ નિયમનું પાલન કરવું જોઈએ.

ઉપવાસ દરમિયાન કોફી કેમ ન પીવી જોઈએ?

પૌરાણિક માન્યતાઓ અનુસાર, ઉપવાસનો વાસ્તવિક અર્થ એ છે કે લોકો તેમની ઇન્દ્રિયોને નિયંત્રિત કરી શકે છે અને ભગવાનની પૂજા કરી શકે છે. આવી સ્થિતિમાં શરીર અને મન બંનેથી શુદ્ધ રહેવું ખૂબ જ જરૂરી છે. કોફીને તામસિક અને રાજસી પીણું માનવામાં આવે છે. જો આપણે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સમજવાનો પ્રયાસ કરીએ તો કોફીમાં કેફીન હોય છે જે આપણા શરીરને ઉત્તેજિત કરવાનું કામ કરે છે. તેથી, ઉપવાસ દરમિયાન કોફીનું સેવન કરવાનું ટાળવું જોઈએ. જો કે, તેને પીવાથી વ્રત ઉપવાસ ભંગ થતું નથી. કારણ કે તે ફળો માંથી બનાવવામાં આવે છે, અનાજ માંથી નહીં.

પરંપરા પર પણ નિર્ભર

દરેક ઘરની પોતાની પરંપરાઓ અથવા પ્રાદેશિક પ્રભાવ હોય છે. આવી સ્થિતિમાં, ઘણા લોકો તેને પીવાને યોગ્ય માને છે અને ઘણા લોકો તેને ખોટું માને છે. કેટલાક લોકો ફક્ત ફળો ખાય છે. આ વિશે જુદી જુદી માન્યતાઓ પણ છે.

અસ્વીકરણ: આ લેખમાં આપેલી સલાહ અને સૂચનો માત્ર સામાન્ય માહિતી છે. કોઈપણ પ્રકારની સમસ્યા અથવા પ્રશ્ન હોય તો નિષ્ણાતની સલાહ લો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ