scorecardresearch

Winter Skin Care Tips: શિયાળામાં ચેહરા પર ગ્લો લાવવા આ ટિપ્સ અજમાવો અને જાણો ફાયદા

carrot face pack for glowing skin in winter :ગાજરનો ઉપયોગ પેક બનાવીને સ્કિન પર કરવાથી કરચલીઓથી છુટકારો મળે છે અને સ્કિનમાં નિખાર આવે છે.

Winter Skin Care Tips: શિયાળામાં ચેહરા પર ગ્લો લાવવા આ ટિપ્સ અજમાવો અને જાણો ફાયદા

Skin Benefits of Carrot: શિયાળાની ઋતુમાં સ્કિનની ડ્રાયનેસ સૌથી વધુ હેરાન કરે છે. સ્કિન ડ્રાય થઇ જવાથી ચેહરાનો ગ્લો રહેતો નથી. આ ઋતુમાં ચહેરો ગમે તેટલો સુંદર હોઈ કેમ ન હોઈ પરંતુ ડ્રાય સ્કિન ચેહરાની બધીજ સુંદરતાને નહિવત કરી નાખે છે. શિયાળામાં પાણીનું ઓછું પીવાથી, તડકામાં વધારે સમય રહેવાથી, ગરમ પાણીથી નાહવાથી પણ સ્કિનનો ગ્લો ઓછો થઇ જાય છે કારણ કે સ્કિન પરનું નેચરલ ઓઇલ ઓછું થઇ જાય છે. અને સ્કિન પર ડ્રાયનેસ વધી જાય છે. આ ઋતુમાં સ્કિનની કેર કરવા માટે ન માત્ર ડાયટ પર ધ્યાન આપવું જોઈએ સાથે હેલ્થી પેકનો પણ ઉપયોગ કરવો જરૂરી છે.

શિયાળામાં સ્કિનની સાર સંભાળ માટે ચેહરા પર ગાજર અને મધનો ઉપયોગ કરવો ખુબજ ફાયદાકારક સાબિત થાય છે. ગાજરનું સેવન કરવાથી સ્વાસ્થ્યને જેટલો ફાયદો થાય છે તેટલોજ ફાયદો ગાજર સ્કિન પર પણ થાય છે. ગાજરનો ઉપયોગ પેક બનાવીને સ્કિન ઓપર કરવાથી કરચલીઓથી છુટકારો મળે છે અને સ્કિનમાં નિખાર આવે છે. આવો જાણીએ ગાજરનો ઉપયોગ સ્કિન પર કરવાથી ક્યાં ક્યાં ફાયદા થાય છે અને સ્કિન પર તેનો કેવી રીતે ઉપયોગ કરી શકાય,

આ પણ વાંચો: Dehydration in winter: શિયાળામાં કેવી રીતે ખબર પડશે કે શરીરમાં પાણીની અછત, જાણો લક્ષણો

ગાજર સ્કિન માટે ફાયદાકારક:

નેશનલ લાઈબ્રેરી ઓફ મેડિસિન (National Library of Medicine) ના મત અનુસાર ગાજરના જ્યુસમાં બીટા કેરોટીન અને વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. આ બંને એન્ટી ઓક્સિડેન્ટ ડેમેજ સ્કિનના ઉપચાર માટે ઉપયોગી છે, ઘણા રિસર્ચમાં આ જાણવા મળ્યું છે કે, વિટામિન સીથી ભરપૂર ગાજર કોલેજનનું નિર્માંણ કરવામાં અસરદાર સાબિત થયું છે.

તેનો સ્કિન પર ઉપયોગ કરવાથી સ્કિન હેલ્થી રહે છે. ગાજરનો સ્કિન પર ઉપયોગ કરવાથી ફાઈન લાઈન લાઇન્સ અને રિંકલ્સથી છુટકારો મળે છે. આવો જાણીએ કે સ્કિન પર ગાજરના પેકનો કેવી રીતે ઉપયોગ કરવો,

ગાજર અને મધનો સ્કિન પર ઉપયોગ:
સામગ્રી:
  • એક ગાજર
  • એક ચમચી મધ
  • એક ચમચી દૂધ

આ પણ વાંચો: Sanitary Pads: સેનેટરી પેડથી થઇ શકે છે કેન્સર? જાણો રિસર્ચ શું કહે છે?

ગાજર અને મધનું ફેસપેક બનાવની મેથડ:

ગાજર અને મઘનું ફેસપેક બનાવવા માટે એક બાઉલમાં એકદમ ક્રશ કરેલું ગાજર તેમાં એક ચમચી મધ અને એક ચમચી કાચું દૂધ મિક્ષ કરો અને બરોબર મિક્ષ કરીને તૈયાર ફેસપેકને ચેહરા પર લગાવવું. ફેસપેક ચેહરાને નેચરલ રીતે મોસ્ચ્યુરાઇઝ કરશે.કાચું દૂધ સ્કિન પર ક્લીનઝિંગ તરીકે કામ કરે છે. આ સ્કિન ડ્રાયનેસને દૂર કરવામાં અને સ્કિન પર ગ્લો લાવવામાં મદદ કરે છે.

Web Title: Carrot face pack for glowing skin in winter for wrinkles benefits home remedies health tips lifestyle news

Best of Express