scorecardresearch

સર્વાઇકલ કેન્સર અવેરનેસ મંથ : શા માટે આ રોગનું જોખમ યુવાન મહિલાઓમાં વધતું જાય છે?

Cervical Cancer Awareness Month : કેન્સર અવેરનેસ મંથ (Cervical Cancer Awareness Month ) જાન્યુઆરી મહિનામાં આવે છે, સર્વાઈકલ કેન્સર મોટે ભાગે યુવાન મહિલાઓ 21 થી 45 વર્ષની ઉંમરની મહિલાઓમાં જોવા મળે છે.

સર્વાઇકલ કેન્સર અવેરનેસ મંથ : શા માટે આ રોગનું જોખમ યુવાન મહિલાઓમાં વધતું જાય છે?
સર્વાઇકલ કેન્સર એ અટકાવી શકાય તેવી બીમારી છે અને જો તેની વહેલી ખબર પડી જાય તો સારી સારવારથી મટાડી શકાય છે

Jayashree Narayanan : Hpvcentre.net પર અવેલેબલ ઇન્ડિયા હ્યુમન પેપિલોમાવાયરસ (HPV) એન્ડ રેલેટેડ કેન્સર, ફેક્ટ શીટ 2021, રિપોર્ટ અનુસાર, સર્વાઇકલ કેન્સરની સંખ્યા ભારતની મહિલાઓમાં વધુ છે જે બીજું સૌથી વધુ થતું કેન્સર છે, જેનો વ્યાપ 15 થી 44 વર્ષની સ્ત્રીઓમાં સૌથી વધુ જોવા મળે છે. રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે કે ભારતમાં 15 વર્ષ અને તેથી વધુ ઉંમરની 483.5 મિલિયન મહિલાઓની સંખ્યા છે જેઓ સર્વાઇકલ કેન્સર થવાનું જોખમ ધરાવે છે અને હાલનો અંદાજ દર્શાવે છે કે દર વર્ષે 1,23,907 મહિલાઓ સર્વાઇકલ કેન્સરનું નિદાન કરાવે છે અને 77,348 આ કેન્સરથી મૃત્યુ પામે છે.

અલગ-અલગ હોસ્પિટલોના ગાયનેકોલોજિસ્ટ્સે નોંધ્યું છે કે 35-40 વર્ષ અગાઉની સરખામણીમાં 25 વર્ષની વયની મહિલાઓને સર્વાઇકલ કેન્સર હોવાનું જણાયું છે. પીડી હિન્દુજા હોસ્પિટલ એન્ડ મેડિકલ રિસર્ચ સેન્ટર, ગાયનેકોલોજી અને ઑબ્સ્ટેટ્રિક્સ,કન્સલ્ટન્ટ,ડૉ. સુજીત એશએ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે,“આ દસ વર્ષનો તફાવત મહિલાઓ નાની ઉંમરે જ સેક્સ્યુઅલી એક્ટિવ થવાના પરિણામે અને ગર્ભનિરોધક વિષે પૂરતું નોલેજ ન હોવાથી થવાની સંભાવના છે. HPV સામે રસી ઉપલબ્ધ હોવા છતાં અને ગર્ભનિરોધકની સુલભતા અને ઉપલબ્ધતામાં વધારો થયો હોવા છતાં, જાગૃતિનો અભાવ છે, તેથી HPV પોઝીટીવ થયા છે, માત્ર સર્વાઇકલ કેન્સર માટે જ નહીં પરંતુ ઓરલ અને એનલ કેન્સર માટે પણ હાલ એટલી લોકોમાં જાગૃતિ નથી.”

આ સર્વાઇકલ કેન્સર અવેરનેસ, જાન્યુઆરીમાં મનાવવામાં આવે છે, તેથી તેના વિશે વાત કરવા માટેનો આ આદર્શ સમય છે કે શા માટે વધુ યુવાન સ્ત્રીઓમાં સર્વાઇકલ કેન્સરનું નિદાન થાય છે અને તેને રોકવા માટે શું કરી શકાય,

આ કેન્સર શું છે?

સર્વાઇકલ કેન્સર ત્યારે થાય છે જ્યારે સર્વિક્સ પરના હેલ્થી કોષો HPV (હ્યુમન પેપિલોમાવાયરસ) થી સંક્રમિત થાય છે અને ઝડપથી વધે છે અથવા ગાંઠ બનાવે છે, જે કેન્સરગ્રસ્ત હોઈ શકે છે. ફેથ ક્લિનિકના સ્થાપક, સલાહકાર બાળરોગ નિષ્ણાત, કિશોર ચિકિત્સક, ડૉ. પૌલા ગોયલે જણાવ્યું હતું કે, “શરૂઆતમાં, આ ફેરફારો કેન્સરગ્રસ્ત નથી પરંતુ તે ધીમે ધીમે કેન્સર તરફ દોરી શકે છે. કેન્સરના વિકાસને રોકવા માટે પૂર્વ-કેન્સર ( Precancerous tissue) પેશીને દૂર કરવાની જરૂર છે. જો પ્રીકેન્સર કોશિકાઓ કેન્સરના કોષોમાં બદલાય છે અને સર્વિક્સમાં અથવા અન્ય પેશીઓ અને અવયવોમાં ઊંડે સુધી ફેલાય છે, તો પછી આ રોગને સર્વાઇકલ કેન્સર કહેવામાં આવે છે.”

સર્વાઇકલ કેન્સરના બે મુખ્ય પ્રકાર છે જે કોષના ટાઈપ માટે નામ આપવામાં આવ્યું છે જ્યાં કેન્સર શરૂ થાય છે:

 • સર્વાઇકલ કેન્સરના લગભગ 80 થી 90 ટકા સ્ક્વામસ સેલ કાર્સિનોમા (Squamous cell carcinoma) બને છે.
 • એડેનોકાર્સિનોમા સર્વાઇકલ કેન્સરમાં 10 થી 20 ટકા છે.

સર્વિક્સ ક્યાં સ્થિત હોય છે?

સર્વિક્સ એ યોનિ સાથે તેના જંકશન પર ગર્ભાશયનો નીચલો સાંકડો છેડો છે. જ્યારે ગર્ભાશયના આ ભાગને લાઇનિંગ કરતા કોષો નિયોપ્લાસ્ટિક-કેન્સરયુક્ત પરિવર્તનમાંથી પસાર થાય છે, ત્યારે આપણે તેને સર્વાઇકલ કેન્સર કહીએ છીએ. બેંગલુરુના ફોર્ટિસ ગ્રુપ ઑફ હોસ્પિટલ્સના સિનિયર ડિરેક્ટર, મેડિકલ ઓન્કોલોજી, હેમેટો-ઓન્કોલોજી, ડૉ. નીતિ રાયઝાદાએ જણાવ્યું હતું કે,”ગર્ભાશયના કેન્સરનું સ્થાન સામાન્ય રીતે એ છે જ્યાં એન્ડો સર્વિક્સ એક્ટો સર્વિક્સને મળે છે ત્યાં છે,જેને સામાન્ય રીતે ‘ટ્રાન્સફોર્મેશનલ ઝોન’ તરીકે ઓળખવામાં આવે છે.”

ગર્ભાશયના આ ભાગમાં કેન્સર કેવી રીતે અને શા માટે થાય છે?

સૌથી સામાન્ય કારણ, ડૉ. રાયઝાદાના મતે હતું કે, એચપીવી દ્વારા થતા ચેપ લાંબા સમય સુધી ચાલે છે. આ વાયરસ સેક્સઝ્યુઅલી ટ્રાન્સમિટ થાય છે, અને એવો અંદાજ છે કે ” અડધોઅડધ લૈંગિક લોકો તેમના જીવનના અમુક તબક્કે HPV થી સંક્રમિત થાય છે. સદભાગ્યે, એચપીવી ચેપ ખૂબ પ્રચલિત હોવા છતાં, તેમાંથી માત્ર થોડા લોકોજ ખરેખર સર્વાઇકલ કેન્સરથી પીડાય છે”.

આ પણ વાંચો: Green-Chickpeas: શિયાળામાં પ્રોટીનથી ભરપૂર લીલા ચણાનું સેવન કરવાથી થાય આ 5 ફાયદા,

સર્વાઇકલ કેન્સર કોને વધુ થાય છે?

જે વ્યક્તિઓ HPV થી સંક્રમિત છે તેઓ સર્વાઇકલ કેન્સરની સંભાવના ધરાવે છે, ડૉ. ગોયલે જણાવ્યું હતું. પુરુષોને સર્વિક્સ ન હોવાથી, તેઓ સર્વાઇકલ કેન્સરનો ભોગ બની શકતા નથી. લૈંગિક રીતે સક્રિય પુરુષો એચપીવીથી સંક્રમિત થઈ શકે છે, તેમ સુજીતે નોંધ્યું હતું. “એચપીવી ચેપને લીધે, પુરુષોમાં વાયરસની અસરથી મોઢાન,ગળા, શિશ્ન અથવા એનસ વગેરે એચપીવી-સંબંધિત કેન્સર થઈ શકે છે. અને હાલમાં, ડૉ સુજીતે indianexpress.com ને જણાવ્યું હતું કે, પુરુષોમાં આ વાયરસની તપાસ કરવા માટે કોઈ ટેસ્ટ ઉપલબ્ધ નથી.”

ડૉ ગોયલે કહ્યું કે, “40 થી વધુ HPV ના પ્રકારો પુરુષો અને સ્ત્રીઓના જનનાંગ વિસ્તારોમાં ચેપ લગાવી શકે છે.”

ઇન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સરે શોધી કાઢ્યું છે કે 13 HPV પ્રકારો સર્વાઇકલ કેન્સરનું કારણ બની શકે છે. ડૉ ગોયલે નોંધ્યું હતું કે,“દર પાંચમાંથી ઓછામાં ઓછી ચાર મહિલાઓ, 50 વર્ષની ઉંમર સુધીમાં, એચપીવીથી સંક્રમિત થઈ ગઈ હશે. એચપીવી પુરુષોમાં પણ ખૂબ જ સામાન્ય છે પરંતુ તેના કોઈ લક્ષણો નથી. ભારતમાં, સામાન્ય વસ્તીમાં લગભગ પાંચ ટકા મહિલાઓને ચોક્કસ સમયે સર્વાઇકલ HPV-16/18 ચેપ હોવાનો અંદાજ છે, અને 83.2 ટકા આક્રમક સર્વાઇકલ કેન્સર HPVs 16 અથવા 18ને આભારી છે.”

લક્ષણો

નિષ્ણાતો સૂચવે છે કે પ્રારંભિક તબક્કાના સર્વાઇકલ કેન્સરમાં “સામાન્ય રીતે કોઈ લક્ષણો હોતા નથી”. એડવાન્સ સર્વાઇકલ કેન્સરમાં શામેલ છે કે,

 • સંભોગ પછી, પીરિયડ્સ વચ્ચે અથવા મેનોપોઝ પછી યોનિમાંથી રક્તસ્ત્રાવ
 • ડિસ્ચાર્જ, બ્લીડીંગ અને તેમાં તીવ્ર દુર્ગંધ આવવી
 • સંભોગ દરમિયાન દુખાવો
 • સતત પેલ્વિક અને પીઠનો દુખાવો રહેવો

તેનું નિદાન કેવી રીતે થાય છે?

સર્વાઇકલ કેન્સરના નિદાન માટે ઉપયોગમાં લેવાતા ઘણા ટેસ્ટને આધારે,

શંકાસ્પદ કેન્સરનો પ્રકાર

 • ચિહ્નો અને લક્ષણો
 • ઉંમર અને આરોગ્ય
 • અગાઉના મેડિકલ ટેસ્ટના પરિણામો

નીચેના ટેસ્ટનો ઉપયોગ નિદાન માટે થાય છે:

બાયમેન્યુઅલ પેલ્વિક ટેસ્ટ
પેપ ટેસ્ટ
એચપીવી ટાઇપિંગ ટેસ્ટ.
કોલ્પોસ્કોપી- સર્વિક્સની બાયોપ્સીને માર્ગદર્શન આપવા માટે
બાયોપ્સી.
MRI – ટ્યુમરનું કદ માપવા માટે વપરાય છે.
PET સ્કેન
ટ્યુમરનું બાયોમાર્કર ટેસ્ટ

આ પણ વાંચો: શું શુગરયુક્ત ડ્રિન્કસ પુરુષોમાં વાળ ખરવાનું એક કારણ હોઈ શકે?

સ્ક્રીનીંગ ક્યારે કરાવવું જોઈએ?

ડૉ. ગોયલે અનુસાર,

 • 21 થી 29 વર્ષની ઉંમર વચ્ચે – જો તમારો પેપ ટેસ્ટ નોર્મલ આવે તો- આગામી પેપ ટેસ્ટ 3 વર્ષ પછી ટેસ્ટ કરવાવવો.
 • 30 થી 65 વર્ષની ઉંમર વચ્ચે – જો માત્ર HPV ટેસ્ટ કરવામાં આવે અને તે સામાન્ય હોય તો – આગામી સ્ક્રીનીંગ પાંચ વર્ષ પછી કરાવવો, જો પેપ સ્મીયર સાથે એચપીવી ટેસ્ટ કરવામાં આવે (સાથે ટેસ્ટ કરાવવો) અને બંને પરિણામો સામાન્ય હોય તો – આગામી સ્ક્રીનીંગ પાંચ વર્ષ પછી કરાવવું, જો માત્ર પેપ સ્મીયર કરવામાં આવે અને તે સામાન્ય હોય તો – આગામી પેપ ટેસ્ટ ત્રણ વર્ષ પછી કરાવવો.
 • ( જો હિસ્ટરેકટમી (ગર્ભાશયની સર્જિકલ દૂર કરવું) કરવામાં આવે તો સ્ક્રીનિંગ જરૂરી નથી.

સ્મીયર ટેસ્ટ કેવી રીતે કરવામાં આવે છે?

સર્વિક્સ અને યોનિના જંક્શનમાંથી સ્મીયર લેવામાં આવે છે અને કેન્સરને શોધવા માટે ખાસ સ્ટેનનો ઉપયોગ કરીને પેથોલોજીસ્ટ દ્વારા માઇક્રોસ્કોપમાં ટેસ્ટ કરવામાં આવે છે. ડૉ. રાયઝાદાએ જણાવ્યું હતું કે, “સામાન્ય રીતે 20-65 વર્ષની વય વચ્ચે HPV પરીક્ષણ અથવા 3-5 વર્ષના સમયાંતરે ટેસ્ટ કરાવવો જોઈએ.”

સારવાર

પ્રી કેન્સરગ્રસ્ત વિસ્તારની સારવાર આના પર આધારિત છે,

ઇજામાં વધારો અને કોષોમાં થયેલા ફેરફારોનો પ્રકાર
દર્દીની સંતાન પ્રાપ્તિની ઈચ્છા
દર્દીની ઉંમર અને સામાન્ય આરોગ્ય

ચિકિત્સકો, ઓન્કોલોજિસ્ટ્સ, સર્જનો, ઓન્કોલોજી નર્સો, સામાજિક કાર્યકરો, ફાર્માસિસ્ટ, કાઉન્સેલર્સ અને ડાયેટિશિયન સહિતની ટીમ તરીકે ઓળખાતી ડૉક્ટરોની ટીમ દ્વારા સારવાર હાથ ધરવામાં આવે છે.

દર્દી માટે યોગ્ય સારવારની ઓળખ કરવી મહત્વપૂર્ણ છે, ખાસ કરીને આગામી સ્ટેજમાં, મોલેક્યુલર ઓન્કોલોજિસ્ટ અને કેન્સર જિનેટિકિસ્ટ ડૉ. અમિત વર્માએ ભારપૂર્વક જણાવ્યું હતું કે “આને ચોકસાઇ ઓન્કોલોજી કહેવામાં આવે છે. તેથી, સ્ત્રીરોગચિકિત્સક, સર્જિકલ, મેડિકલ, રેડિયેશન અને મોલેક્યુલર ઓન્કોલોજિસ્ટ સહિતના ઓન્કોલોજિસ્ટ સાથે તમામ વિકલ્પોની ચર્ચા કરવી મહત્વપૂર્ણ છે.”

કેન્સરને ફેલાતા અટકાવવા માટે, વિવિધ પ્રક્રિયાઓનો ઉપયોગ કરવામાં આવે છે. ડો. ગોયલે જણાવ્યું હતું કે, શસ્ત્રક્રિયાના ઓપરેશન દરમિયાન ગાંઠ અને આસપાસની કેટલીક તંદુરસ્ત પેશીઓને દૂર કરવામાં આવે છે.

રેડિયેશન થેરાપી એ કેન્સરના કોષોનો નાશ કરવા માટે હાઈ એનર્જેટિક એક્સ-રે અથવા બીજા પાર્ટિકલસનો ઉપયોગ છે.
સર્વાઇકલ કેન્સરના શરૂઆતના સ્ટેજમાં, રેડિયેશન થેરાપી અને અઠવાડિયે લો ડોઝ કીમોથેરાપીના કોમ્બિનેશનનો વારંવાર ઉપયોગ થાય છે.
કેન્સરના કોષોને નસમાં નષ્ટ કરવા માટે ઓરલ મેડિસીન્સ આપવામાં આવે છે, જેને કીમોથેરાપી કહેવાય છે. ટાર્ગેટેડ થેરાપી એ એવી સારવાર છે જે કેન્સરના ચોક્કસ જનીનો, પ્રોટીન અથવા પેશીઓના વિસ્તારને લક્ષ્ય બનાવે છે જે કેન્સરની વૃદ્ધિ અને ટકી રહેવામાં ફાળો આપે છે.

ઇમ્યુનોથેરાપી તે કેન્સરના કોષો પર હુમલો કરવાની તમારી રોગપ્રતિકારક શક્તિની ક્ષમતામાં સુધારો છે અને કેન્સર સામે લડવા માટે શરીરને શક્તિ પુરી પાડે છે.

કેન્સર અને તેની સારવારમાં ભાવનાત્મક, સામાજિક અને નાણાકીય અસરો પણ થાય છે. આ તમામ અસરોને ધ્યાનમાં રાખીને દર્દીની સારવાર કરવામાં આવે તો તેઓમાં ઘણીવાર ઓછા ગંભીર લક્ષણો જોવા મળે છે.
હોસ્પાઇસ કેર એ લોકો માટે જીવનની શ્રેષ્ઠ ગુણવત્તા પ્રદાન કરવા માટે રચાયેલ છે જેઓ જીવનના અંતની નજીક છે.

કઈ રીતે અટકાવી શકાય

જો સર્વાઇકલ કેન્સરની જાણ વહેલી થાય, અને યોગ્ય સારવાર કરવામાં આવે તો અટકાવી શકાય છે, નિષ્ણાતો સૂચવે છે.

ડૉ. ગોયલે ભારપૂર્વક જણાવ્યું હતું કે કેન્સર ડિટેકટ કરવા માટે અને તેમની સારવાર માટે પેપ ટેસ્ટ અને હ્યુમન પેપિલોમાવાયરસ (એચપીવી) ટેસ્ટ અને નિયમિત સ્ક્રીનીંગ કરીને તેને અટકાવી શકાય છે. HPV રસી મેળવીને પણ તેને અટકાવી શકાય છે.

નોંધનીય છે કે પુરૂષો અને સ્ત્રીઓ બંનેને આદર્શ રીતે રસી આપવી જોઈએ. ડૉ રાયઝાદાએ નોંધ્યું કે, “સેક્ઝ્યુઅલી એકટીવ પુરુષોને કદાચ ખ્યાલ પણ ન હોય કે તેઓ HPV વાયરસથી સંક્રમિત થયા છે અને તે સામાન્ય રીતે દૂર થઈ જાય છે. પરંતુ તે ભવિષ્યમાં પેનાઇલ કેન્સર તરફ દોરી શકે છે.”

અન્ય નિવારક પગલાંમાં,

 • પ્રથમ જાતીય સંભોગમાં વિલંબ કરવો
 • મલ્ટીપલ પાર્ટનર સાથે સેક્સ્યુઅલી એકટીવ હોવ તો, તે ટાળવું.
 • કોન્ડોમનો સુરક્ષિત ઉપયોગ કરવો
 • જનનાંગ મસાઓથી ચેપગ્રસ્ત અથવા અન્ય લક્ષણો દર્શાવતા લોકો સાથે જાતીય સંભોગ ટાળવો
 • સ્મોકિંગ છોડવું.

ડો. સુજીતે કહ્યું કે, સ્ત્રીઓને તેમની કિશોરાવસ્થામાં જ રસીકરણ આ કેન્સરને અટકાવશે. આ ઉપરાંત તેમણે કહ્યું કે, મહિલાઓની સાથે પુરુષોએ પણ HPV રસી લેવી જોઈએ અને સુરક્ષિત સેક્સ પ્રેક્ટિસ કરવી જોઈએ.

ડૉ. રાયઝાદાએ જણાવ્યું હતું કે, પરંતુ નેશનવાઈડ વેક્સિનેશન પ્રોગ્રામ “સરકાર માટે ખૂબ ખર્ચાળ છે આ સિવાય બીજી ઘણી હેલ્થકેર પ્રાયોરિટીમાં છે.

ડૉ રાયઝાદાએ ઉલ્લેખ કર્યો હતો કે, પબ્લિક અવેરનેસ અને પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ ( જાહેર ખાનગી ભાગીદારી) આ રોગ સામે લડવામાં મદદ કરશે.

ડૉ. રાયઝાદાએ ઉમેર્યું કે, “જુલાઈ 2022 માં, DCGI (ડ્રગ કંટ્રોલર જનરલ ઑફ ઈન્ડિયા) એ ભારત સરકારના સહયોગથી સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ઈન્ડિયા દ્વારા વિકસિત રસીને માર્કેટિંગ અધિકૃતતા આપી હતી, જેથી 9-26 વર્ષની વયની તમામ મહિલાઓ અને પુરુષોને ઓછી કિંમતમાં રસી આપી શકાય. આદર્શરીતે જો તે વય જૂથની દરેક વ્યક્તિને રસી આપવામાં આવે તો ભવિષ્યમાં સર્વાઇકલ કેન્સરની ઘટનાઓમાં નોંધપાત્ર ઘટાડો થશે.”

Web Title: Cervical cancer awareness month information causes types prevention treatment test in women symptoms health tips