કોઈ પણ ફૂડ પ્રોડક્ટસ ખરીદતા પહેલા ફૂડ લેબલ કેમ વાંચવા જોઈએ?

ઘણા લોકો વજન ઘટાડવા ઈચ્છે છે પરંતુ બહારની પ્રોડક્ટસમાં કઈ સામગ્રી સૌથી વધુ છે જે જોતા નથી અથવા જાણતા નથી કે એમાં કેટલું સુગર અને કાર્બ્સ છે, અહીં જાણો તમે છેતરાયા વિના ફૂડ લેબલ કેવી રીતે સરળતાથી વાંચી શકો છો.

Written by shivani chauhan
July 12, 2025 16:36 IST
કોઈ પણ ફૂડ પ્રોડક્ટસ ખરીદતા પહેલા ફૂડ લેબલ કેમ વાંચવા જોઈએ?
check food labels and content of sugar before buying

જ્યારે પણ આપણે બહારથી કોઈ પણ ફૂડ પ્રોડક્ટસ ખરીદીએ છીએ, ત્યારે તેના પર ચોક્કસપણે એક ફૂડ લેબલ હોય છે, જેમાં તેમાં રહેલા સામગ્રી અને પોષણ વિશે માહિતી હોય છે. આવી સ્થિતિમાં લોકોને ખબર નથી હોતી કે ફૂડ લેબલ કેવી રીતે વાંચવું

ઘણા લોકો વજન ઘટાડવા ઈચ્છે છે પરંતુ બહારની પ્રોડક્ટસમાં કઈ સામગ્રી સૌથી વધુ છે જે જોતા નથી અથવા જાણતા નથી કે એમાં કેટલું સુગર અને કાર્બ્સ છે, અહીં જાણો તમે છેતરાયા વિના ફૂડ લેબલ કેવી રીતે સરળતાથી વાંચી શકો છો.

ફૂડ લેબલ વાંચ્યા વગર ન ખરીદો ફૂડ પ્રોડક્ટસ

મોટાભાગના ફૂડ લેબલ્સમાં, પ્રોડક્ટસ સામગ્રી ઉતરતા ક્રમમાં એટલે કે સૌથી મોટાથી નાનામાં લખવામાં આવે છે. જેનો અર્થ એ છે કે લિસ્ટમાં લખાયેલ પ્રથમ સામગ્રી તે છે જે પ્રોડક્ટસમાં સૌથી વધુ હાજર છે, તેથી જો પ્રથમ ઘટક ખાંડ હોય, તો તમે સમજી શકો છો કે પ્રોડક્ટસમાં ખાંડનું પ્રમાણ સૌથી વધુ છે.

કેટલાક મહત્વપૂર્ણ સામગ્રી વિશે વાત કરીએ, જેના પર ધ્યાન આપવાની જરૂર છે. સૌ પ્રથમ, નેચરલ સ્વીટનર્સ. તમને જણાવી દઈએ કે, આજકાલ કંપનીઓ અને બ્રાન્ડ્સ મીઠાશ માટે સુક્રલોઝ, હાઇ ફ્રુક્ટોઝ, કોડ સીરપ, એચએફસી અને સેકરિન જેવા નામોનો ઉપયોગ કરે છે, તમને આ ઘણીવાર ફૂડ લેબલ પર જોવા મળશે.

તમે ફૂડ લેબલ દ્વારા પ્રોડક્ટમાં કેલરીની સંખ્યા, ચરબી, કાર્બોહાઇડ્રેટ્સ અને પ્રોટીનની માત્રા વિશે માહિતી મેળવી શકો છો. તે જ સમયે, કેટલાક ફૂડ પ્રોડક્ટ્સ કેલરીથી એટલા સમૃદ્ધ હોય છે કે તે વજન વધારવામાં ફાળો આપી શકે છે. ઉદાહરણ તરીકે, ‘ચોકલેટ બાર’. તેમાં ઘણી બધી કેલરી હોઈ શકે છે, ભલે તેનું સર્વિંગ સાઈઝ નાનું હોય, તેથી જાણકાર નિર્ણય લેતા પહેલા ફૂડ લેબલ તપાસો. આવી સ્થિતિમાં, જો તમે તમારા વજનને નિયંત્રિત કરવા માંગતા હો, તો ચોક્કસપણે ફૂડ લેબલ વાંચો અને તે મુજબ ફૂડ પ્રોડક્ટ ખરીદો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ