Chia Seeds : ખાલી પેટ ચિયા સીડ્સનું સેવન શા માટે કરવું જોઈએ?

Chia Seeds : ચિયા બીજ સામાન્ય રીતે તમારા ડાયટમાં સલામત અને તંદુરસ્ત ઉમેરો છે, પરંતુ તમારા શરીરને અનુકૂળ આવે છે કે નહિ તે પણ જોવું જરૂરી છે.

Written by shivani chauhan
June 15, 2024 10:03 IST
Chia Seeds : ખાલી પેટ ચિયા સીડ્સનું સેવન શા માટે કરવું જોઈએ?
Chia Seeds : ખાલી પેટ ચિયા સીડ્સનું સેવન શા માટે કરવું જોઈએ?

Chia Seeds : ચિયા સીડ્સ (Chia seeds) તેના પૌષ્ટિકતાને લીધે ખૂબ જ લોકપ્રિય છે, તેના અસંખ્ય સ્વાસ્થ્ય ફાયદા માટે તેની પ્રશંસા કરવામાં આવે છે. ચિયા સીડ્સ વિવિધ ફૂડમાં સામેલ કરી શકાય છે, પરંતુ ઘણા નિષ્ણાતો મહત્તમ અસર માટે તેને ખાલી પેટે ખાવાની ભલામણ કરે છે. પણ શા માટે, અહીં જાણો?

હેલ્થ એક્સપર્ટ અનુસાર “ ચિયા સીડ્સ અથવા ચિયા બીજ ખાલી પેટે ખાવામાં આવે ત્યારે તે ઘણા અસરકારક છે. તે શરીરની એનર્જી બુસ્ટિંગમાં ઉપયોગી સાબીત થઇ શકે છે. તેમાં રહેલ omega-3 , ફાઇબર તમને સંપૂર્ણ અને સંતુષ્ટ રાખવા માટેમાં મદદ કરે છે. વધુમાં, તેના એન્ટીઑકિસડન્ટ ગુણધર્મો તે ફ્રી રેડિકલ સામે લડે છે.”

Chia seeds benefits
Chia Seeds : ખાલી પેટ ચિયા સીડ્સનું સેવન શા માટે કરવું જોઈએ?

આ પણ વાંચો: Health Tips: દરરોજ આ ડ્રાયફ્રુટ ના 5 દાણા સેવન કરો; નબળાઇ, થાક થશે દૂર, શરીર બનશે બુલડોઝર જેવું મજબૂત

ખાલી પેટે ચિયા સીડ્સનું સેવન પાચન અને ચયાપચયને કેવી રીતે અસર કરી શકે?

એક્સપર્ટ અનુસાર ચિયા સીડ્સને પાણીમાં પલાળી રાખવાથી તે થોડા ફૂલી જાય છે અને લાંબા સમય સુધી તમારું પેટ ભરેલું રાખે છે.

આ તમારા આંતરડાનું સ્વાસ્થ્ય સુધારવામાં મદદ કરે છે, સુસ્તી અટકાવે છે. ચિયા સીડ્સ ઊર્જા લેવલને સ્થિર રાખવામાં મદદ કરે છે. તમારા આંતરડા અને તમારી એકંદર સુખાકારી માટે અસરકારક છે.

ખાલી પેટે ચિયા સીડ્સનું સેવન કરવાથી થતી આડઅસરો

ચિયા બીજ સામાન્ય રીતે તમારા ડાયટમાં સલામત અને તંદુરસ્ત ઉમેરો છે, પરંતુ તમારા શરીરને અનુકૂળ આવે છે કે નહિ તે પણ જોવું જરૂરી છે. કેટલાક માટે, વધુ ફાઇબર વાળો ખોરાક પેટનું ફૂલવું અથવા અસ્વસ્થતાનું કારણ બની શકે છે. ખાસ કરીને જ્યારે ખાલી પેટ ખાવામાં આવે છે.

જો તમને બીજ અથવા હાલની પાચન સમસ્યાઓથી કોઈ એલર્જી હોય, તો તમારા દિનચર્યામાં ચિયા સીડ્સ ઉમેરતા પહેલા તમારા ડૉક્ટરની સલાહ લેવી જોઈએ અને યાદ રાખો, ચિયા સીડ્સ અતિશય શોષક છે, તેથી પેટની કોઈપણ તકલીફોને ટાળવા માટે આખા દિવસ દરમિયાન પુષ્કળ પાણી પીવાનું રાખો.

આ પણ વાંચો: ભારતમાં શાકાહાર નો અર્થ શું છે? શું કોઈ પૂર્ણ શાકાહારી નથી? કયા રાજ્યો શાકાહાર-માંસાહાર પર કેટલો ખર્ચ કરે છે? જાણો બધુ જ

શું ખાલી પેટ ચિયા સીડ્સનું સેવન પોષક તત્વોનું મહત્તમ શોષણ કરવામાં મદદ કરે?

ખાલી પેટે ચિયા સીડ્સનું સેવન કરવાથી પોષક તત્ત્વો તમારા લોહીના પ્રવાહને સ્પષ્ટ માર્ગ આપે છે પરંતુ તમે ભોજન સાથે ચિયા સીડ્સનો પણ આનંદ માણી શકો છો.

જ્યારે દહીં,સ્મૂધી અથવા સલાડમાં ભેળવવામાં આવે ત્યારે તે પુષ્કળ લાભ આપે છે. જો કે,તમારા દિવસની શરૂઆત માત્ર ચિયા સીડ સાથે કરવાથી વધુ ફાયદા મળી શકે છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ