Children’s Day Chocolate Cake : બાળ દિવસ પર બાળકો માટે ચોકલેટ કેક રેસીપી, ઓછી સામગ્રીમાં ઘરે જ બની જશે

Children’s Day Chocolate Cake Recipe : બાળ દિવસ પર તમે ઘરે ચોકલેટ કેક બનાવી તમારા બાળકોને ખવડાવી શકો છો. ઓછી સામગ્રીમાં સરળતાથી ઘરે જ પેનમાં ચોકલેટ કેક બનાવી શકાય છે. અહીં ચોકલેટ કેક બનાવવાની સરળ રીત આપી છે.

Written by Ajay Saroya
November 12, 2025 15:01 IST
Children’s Day Chocolate Cake : બાળ દિવસ પર બાળકો માટે ચોકલેટ કેક રેસીપી, ઓછી સામગ્રીમાં ઘરે જ બની જશે
Chocolate Cake Recipe : ચોકલેટ કેક રેસીપી (Photo: Freepik)

Chocolate Cake Recipe For Children’s Day 2025 : બાળ દિવસ ભારતમાં દર વર્ષે ૧૪ નવેમ્બરના રોજ ઉજવાય છે. આ તારીખ ભારતના સ્વતંત્રતા સેનાની અને દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુની જન્મજયંતિ છે. તેને બાળકો બહુ પ્રિય હતા. આથી તેમની જન્મજયંતિને બાળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે માતા-પિતા બાળકો માટે વિવિધ પ્રકારની વાનગીઓ તૈયાર કરે છે. આવી સ્થિતિમાં, જો તમે પણ આ વખતે તમારા બાળકોને આ ચિલ્ડ્રન્સ ડે પર યુનિક સપ્રાઇઝ આપવા માંગો છો, તો તમે ઘરે ટેસ્ટી ચોકલેટ કેક બનાવી શકો છો.

આ લેખમાં, અમે તમને પ્રખ્યાત શેફ નિશા મધુલિકા દ્વારા જણાવેલ સરળ પેન ચોકલેટ કેક રેસીપી વિશે જણાવીશું, જે સ્વાદમાં અદ્ભુત અને ટેક્સચરમાં ખૂબ જ નરમ છે. તમે તેને ખૂબ જ ટૂંકા સમયમાં તૈયાર કરી શકો છો.

ચોકલેટ કેક બનાવવા માટે સામગ્રી

  • ઓલિવ તેલ – 1/4
  • બ્રાઉન શુગર – 1/2
  • દૂધ – 1 કપ
  • સરકો – 1 નાની ચમચી
  • મેંદો – 1 કપ
  • કોકો પાઉડર – 1/4 કપ
  • બેકિંગ પાઉડર – 1/2 નાની ચમચી
  • બેંકિગ સોડા – 1/2 નાની ચમચી

પેન ચોકલેટ કેક કેવી રીતે બનાવવું?

ચોકલેટ કેક બનાવવા માટે પહેલા મિક્સર જારમાં ઓલિવ ઓઇલ, બ્રાઉન સુગર, દૂધ અને સરકો ઉમેરો. હવે તેને સારી રીતે બ્લેન્ડ કરો. તેનાથી એક ક્રીમી ટેક્સચર બનશે. હવે એક બાઉલમાં મેંદાનો લોટ, કોકો પાવડર, બેકિંગ પાવડર અને બેકિંગ સોડાને ચાળી લો.

હવે ધીમે ધીમે લિક્વિડ મિક્સમાં લોટ, કોકો પાવડર, બેકિંગ પાવડર અને બેકિંગ સોડા ઉમેરો. બેટરને ફોલ્ડ કરી મિક્સ કરો. ધ્યાન રાખો કે મિશ્રણને વધુ પડતું ફેંટો નહીં. જો જરૂર પડે તો, તમે તેમાં થોડું વધારે દૂધ ઉમેરી શકો છો.

હવે એક પેન અથવા કઢાઈ લો અને તેના તળિયામાં થોડુંક તેલ લગાવો. હવે ગેસ પર એક તવો ગરમ કરો, પછી તેની ઉપર આ પેન મૂકો દો. તેને મધ્યમ તાપ પર લગભગ 15 મિનિટ સુધી શેકાવા દો. ત્યારબાદ ગેસ બંધ કરી દો. આ રીતે તમારો ક્રિમી ચોકલેટ કેક તૈયાર થઈ જશે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ