Health Benefits of Dragon Fruit : કોલેસ્ટ્રોલમાં વધારો થવો એ એક મોટી સમસ્યા છે જેનું મુખ્ય કારણ ખરાબ ડાયટ છે. શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધવું એ એક ગંભીર સમસ્યા બની રહી છે. કોલેસ્ટ્રોલ એક થીક સબસ્ટેન્સ હોય છે જે લોહીની નસોમાં જમા થાય છે. શરીરમાં કોલેસ્ટ્રોલનું ઊંચું સ્તર હૃદયના રોગો, જ્ઞાનતંતુના રોગો, હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવા ગંભીર રોગોના વધતા જોખમની નિશાની છે.
આહારમાં વધુ મીઠું અને વધુ તેલ લેવાથી શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી શકે છે. જે લોકોનું વજન વધારે હોય છે અને શરીરની ચરબી વધુ હોય છે તેઓમાં કોલેસ્ટ્રોલ વધારે હોય છે. કોલેસ્ટ્રોલમાં વધારો બ્લડ ટેસ્ટ દ્વારા જાણ થઇ શકે છે.
જો કોલેસ્ટ્રોલ વધતા જો ડાયટ પર ધ્યાન આવામાં આવે તો આ સમસ્યાથી બચી શકાય છે. કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવા માટે ડાયટમાં ડ્રેગન ફ્રુટનું સેવન ખૂબ જ અસરકારક સાબિત થાય છે. પોલીઅનસેચ્યુરેટેડ ફેટ, ઓમેગા-3 અને ઓમેગા-6 ફેટી એસિડ્સ જેવા તત્વો ડ્રેગન ફ્રૂટમાં જોવા મળે છે, જે કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે અને હૃદયની બીમારીઓનું જોખમ ઘટાડે છે.
આ પણ વાંચો: સર્વાઇકલ કેન્સર અવેરનેસ મંથ : શા માટે આ રોગનું જોખમ યુવાન મહિલાઓમાં વધતું જાય છે?
breathewellbeing માં પ્રકાશિત થયેલા એક આર્ટિકલમાં, ડાયેટિશિયન રશ્મિ જીઆર કહે છે કે ડ્રેગન ફ્રૂટ એ પોષક તત્વોથી ભરપૂર ફળ છે જે શરીરને ઘણા હેળઠ બેનેફિટ્સ પ્રદાન કરે છે. આવો જાણીએ નિષ્ણાતો પાસેથી કે ડ્રેગન ફ્રુટનું સેવન કરવાથી શરીરને શું ફાયદા થાય છે.
પાચનમાં કરે સુધારો
ડ્રેગન ફ્રુટનું સેવન પાચન સંબંધી રોગોને દૂર કરવામાં મદદ કરે છે. ફાઈબરથી ભરપૂર આ ફળ પાચનક્રિયા સુધારે છે. તેમાં પાણીની માત્રા પણ વધુ હોય છે, જેના કારણે કબજિયાતમાં રાહત મળે છે.
રોગપ્રતિકારક શક્તિ વધારે
ડ્રેગન ફ્રુટનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને રોગોથી બચાવે છે. વિટામિન સી અને એન્ટીઑકિસડન્ટથી ભરપૂર ડ્રેગન ફ્રૂટ રોગપ્રતિકારક શક્તિ વધારે છે. આના સેવનથી શરીરને પોષણ મળે છે અને ઘણી બીમારીઓથી બચાવે છે.
આ પણ વાંચો: Green-Chickpeas: શિયાળામાં પ્રોટીનથી ભરપૂર લીલા ચણાનું સેવન કરવાથી થાય આ 5 ફાયદા
હૃદયના રોગોને અટકાવે છે
આયુર્વેદ નિષ્ણાત વૈદ્ય નરેશ જિંદાલના જણાવ્યા અનુસાર, ડ્રેગન ફ્રુટનું સેવન હાર્ટને લગતી બીમારીઓથી બચાવે છે. અસરકારક એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર ડ્રેગન ફ્રુટ હૃદયને સ્વસ્થ રાખે છે. આ ફળમાં હાજર કાળા બીજ ઓમેગા-3 ફેટી એસિડથી ભરપૂર હોય છે જે હૃદયને સ્વસ્થ રાખે છે.
બ્લડ સુગર કરે કંટ્રોલ
ડ્રેગન ફ્રૂટના પોષક તત્વો વિશે વાત કરીએ તો, તે કુદરતી એન્ટીઑકિસડન્ટો તેમજ બીટાસાયનિન, ફ્લેવોનોઈડ, ફેનોલિક એસિડ, એસ્કોર્બિક એસિડ અને ફાઈબરથી ભરપૂર છે જે બ્લડ સુગરને કંટ્રોલ કરવાનું કામ કરે છે. ડાયાબિટીસના દર્દીઓ બ્લડ સુગરને કંટ્રોલ કરવા અને શરીરને સ્વસ્થ રાખવા માટે ડ્રેગન ફ્રુટનું સેવન કરી શકે છે.