New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/05/chorafali-recipe.jpg)
મોઢામાં ઓગળી જાય એવી ચોળાફળી, આ ટ્રિકથી બનાવો જોરદાર બનશે
Chorafali Recipe In Gujarati | મોંઢા માં ઓગળી જાય એવો ગુજરાતી નાસ્તો સ્વાદ માં મજેદાર હોય છે વિકેન્ડ પર આ નાસ્તો બનાવો બધાને મજા પડી જશે. ચોળાફળી (Chorafali ) પર ખાટો અને તીખો મસાલો છાંટવામાં આવે છે જે લાલ મરચાં નો પાઉડર અને આમચૂર પાઉડર માંથી બનાવવા માં આવે છે.
Advertisment
ઘરે એકદમ ફૂલેલી ચોળાફળી બનાવવી એ ઘણીવાર અઘરું કામ છે પરંતુ આ ટ્રીકથી પરફેક્ટ ફૂલેલી અને ક્રિસ્પી ચોળાફળી બનાવી શકો છો, અહીં જાણો ચોળાફળી રેસીપી (chorafali recipe)
ચોળાફળી રેસીપી (Chorafali Recipe)
સામગ્રી:
- 1 કપ ચણા નો લોટ (બેસન લોટ)
- 1/3 કપ અડદ નો લોટ
- 1/4 ટીસ્પૂન બેકિંગ સોડા
- 1 ટેબલસ્પૂન તેલ + તળવા માટે
- મીઠું સ્વાદ અનુસાર
- 1/4 કપ પાણી
- 2 ટીસ્પૂન લાલ મરચું પાઉડર
- 1 ટીસ્પૂન સંચળ
- 2 ટીસ્પૂન આમચૂર પાઉડર
ચટાકેદાર દૂધીના કોફતા, ઓછા સમયમાં બની જશે, નોંધી લો સરળ રેસીપી
ચોળાફળી સ્ટેપ બાય સ્ટેપ રેસીપી
- એક નાની કડાઈમાં એક ચપટી મીઠું અને તેલ, પાણી સાથે નવશેકું અથવા 2 મિનિટ થાય ત્યાં સુધી ઉકાળો.
- એક મોટા બાઉલમાં ચણાનો લોટ, અડદનો લોટ અને બેકિંગ સોડા નાખીને બરાબર મિક્ષ કરી લો.
- તેમાં થોડું થોડું નવશેકું ​​પાણી નાખો અને બરાબર મિક્ષ કરી લો. કઠણ લોટ બાંધો. તેને કાપડથી ઢાંકો અને 10 મિનિટ માટે એક બાજુ રાખો.
- લોટના નાના ભાગ કરી લો. વણવાની પાટલી ઉપર તેલ લગાવો અને તેના ઉપર એક થોડો લોટ મૂકો. થોડા તેલના ટીપાં નાખો અને સરખો લોટ બાંધો. થોડા તેલના ટીપાં નાખો અને ફરીવાર તેને મસળો. આ પ્રોસેસ લોટ જ્યાં સુધી નરમ અને તેનો આછો ના થાય ત્યાં સુધી કરો.
- લોટમાંથી થોડો લોટ લઈને અને તેને ગોળ આકાર આપો. તેને પર થોડું તેલ લગાવી, પાટલા ઉપર મૂકો અને થોડું દબાવો.
- તેને ખૂબ પાતળા ગોળાકાર માં વણો. વણવા માટે કોરા લોટનો ઉપયોગ કરશો નહીં, લોટ ના લુવા ને વણવા માટે તેના ઉપર તેલ લગાવો.
- હવે છરીનો ઉપયોગ કરીને મલ્ટીપલ પહોળી પટ્ટીઓ બનાવો અને પછી વચ્ચેથી બધી પટ્ટીઓ કાપો.
- તળવા માટે મધ્યમ આંચ પર તેલ ગરમ કરો. જ્યાં સુધી તળવા માટે તેલ તૈયાર થાય, ત્યાં સુધી એક નાના બાઉલમાં સંચળ, લાલ મરચું પાવડર અને આમચૂર પાઉડરને મિક્ષ કરો.
- જ્યારે તેલ મધ્યમ ગરમ થાય, તેમાં 2-3 પટ્ટી નાખો અને આછી બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો. તેલમાં નાખ્યા પછી તેને ફૂલવામાં થોડીક સેકંડ લાગશે. જારાનો ઉપયોગ કરીને તેને બહાર કાઢો અને વધારાનું તેલ નીતારી લો. તેને પ્લેટમાં મૂકો અને તેના ઉપર મિશ્ર કરેલ મસાલો છાંટો. હવે ક્રિસ્પી ચોળાફળી પીરસવા માટે તૈયાર છે. તમે તેને હવાચુસ્ત ડબ્બા માં સ્ટોર કરી શકો છો, તે 10 દિવસ સુધી સારી રહે છે.
Advertisment


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us