જો તમે કંઈક ગળ્યું ખાવા માંગતા હોવ તો અજમાવો નારિયેળનો હલવો, આ રહી સરળ રેસીપી

Nariyel no Halwo : શું તમે ક્યારેય નારિયેળનો હલવો ખાધો છે? તમને જણાવી દઈએ કે અન્ય નારિયેળની મીઠાઈઓની જેમ તેનો હલવો પણ સ્વાદમાં અદ્ભુત હોય છે.

Nariyel no Halwo : શું તમે ક્યારેય નારિયેળનો હલવો ખાધો છે? તમને જણાવી દઈએ કે અન્ય નારિયેળની મીઠાઈઓની જેમ તેનો હલવો પણ સ્વાદમાં અદ્ભુત હોય છે.

author-image
Rakesh Parmar
પર અપડેટ કર્યું
New Update
નારિયેળનો હલવો કેવી રીતે બનાવવો | How to make coconut halwa

નારિયેળનો હલવો બનાવવાની રેસીપી (તસવીર: Freepik)

નારિયેળ સ્વાદ અને સ્વાસ્થ્યથી ભરપૂર ફળ છે. આપણે ભારતીયો તેમાંથી ઘણી અલગ-અલગ વાનગીઓ બનાવવાનું અને ખાવાનું પસંદ કરીએ છીએ, પણ શું તમે ક્યારેય નારિયેળનો હલવો ખાધો છે? તમને જણાવી દઈએ કે અન્ય નારિયેળની મીઠાઈઓની જેમ તેનો હલવો પણ સ્વાદમાં અદ્ભુત હોય છે. વધુ આશ્ચર્યજનક વાત એ છે કે તેને બનાવવા માટે ઘણી બધી સામગ્રીની જરૂર નથી પડતી અને તે ખૂબ જ ઝડપથી તૈયાર થઈ જાય છે. કોઈ ખાસ પ્રસંગ હોય, ઉપવાસનો સમય હોય કે અચાનક કંઈક મીઠી વાનગી ખાવાની ઇચ્છા હોય તો, આ હલવો દરેક પ્રસંગ માટે યોગ્ય છે.

Advertisment

આવામાં અમે તમને નારિયેળનો હલવો બનાવવાની સરળ રેસીપી જણાવી રહ્યા છીએ. આ રેસીપી શેફ સંજીવ કપૂરે તેમની યુટ્યુબ ચેનલ પર શેર કરી છે. આ માટે તમને કઈ વસ્તુઓની જરૂર પડશે તે અમે તમને જણાવીશું, આ સાથે જ અમે નારિયેળનો હલવો બનાવવાની સ્ટેપ-બાય-સ્ટેપ પદ્ધતિ પણ જણાવીશું-

તમારે આ વસ્તુઓની જરૂર પડશે-

  • 1 મોટું તાજું નાળિયેર, અડધું કાપેલું
  • 100 ગ્રામ માવો/ખોયા
  • 8 કાજુ
  • 6-8 પિસ્તા
  • 6-8 બદામ
  • 1½ ચમચી ઘી
  • 1 કપ દૂધ
  • એક મોટી ચપટી કેસર
  • એક ચપટી મીઠું
  • ¼ ચમચી લીલી એલચી પાવડર અને
  • ¾ કપ ખાંડ

નારિયેળનો હલવો કેવી રીતે બનાવશો?

  • આ માટે પહેલા નારિયેળ અને માવાને અલગથી છીણી લો અને કાજુ, પિસ્તા અને બદામને બારીક કાપો.
  • હવે એક નોન-સ્ટીક પેનમાં ઘી ગરમ કરો અને તેમાં છીણેલું નારિયેળ ઉમેરો અને તેને 2 મિનિટ માટે સાંતળો.
  • નિર્ધારિત સમય પછી, પેનમાં છીણેલો માવો ઉમેરો અને મિક્સ કરતી વખતે 1-2 મિનિટ સુધી રાંધો.
  • આ પછી પેનમાં દૂધ, કેસર અને લીલી એલચી પાવડર ઉમેરો, સારી રીતે મિક્સ કરો અને 1-2 મિનિટ સુધી રાંધો.
  • હવે પેનમાં ખાંડ ઉમેરો અને ઓગળી જાય ત્યાં સુધી હલાવતા રહો.
  • આ પછી પેનમાં એક ચપટી મીઠું ઉમેરો, મિક્સ કરો અને 3-4 મિનિટ સુધી રાંધો.
  • થોડી વાર પછી તમે જોશો કે હલવાનો રંગ સફેદથી આછો ગુલાબી પીળો થઈ જશે, પછી તેમાં સમારેલા કાજુ, પિસ્તા અને બદામ ઉમેરો અને એક મિનિટ માટે રાંધો.
  • આમ કરવાથી તમારો નારિયેળનો હલવો તૈયાર થઈ જશે. તમે તેને ગરમાગરમ ખાઈ શકો છો.
Advertisment

આશા છે કે તમને આ રેસીપી પસંદ આવી હશે. આ ઉપરાંત વાંચવા માટે અહીં ક્લિક કરો- આ રીતે બનાવો ક્રિસ્પી કારેલા ભુજિયા, ટેસ્ટ એવો કે ખાતા જ રહી જશો

રેસીપી જીવનશૈલી