શેફ સંજ્યોત કીર દાવો કરે છે લીકવીડ લાડુ શરદી અને ખાંસી મટાડે છે, એક્સપર્ટ શું કહે છે?

બેનિફિક ન્યુટ્રિશનના સ્થાપક અને સીઈઓ ડૉ. યશવંત કુમારને પૂછવામાં આવ્યું કે" લીકવીડ લાડુ " આ વરસાદી ઋતુમાં તમારી ઉધરસ અને શરદી માટે ચમત્કારિક ઈલાજ તરીકે કામ કરી શકે છે કે પછી બીજા વાયરલ કમ્ફર્ટ ડ્રિંક તરીકે પણ કામ કરી શકે છે?

Written by shivani chauhan
August 05, 2025 07:00 IST
શેફ સંજ્યોત કીર દાવો કરે છે લીકવીડ લાડુ શરદી અને ખાંસી મટાડે છે, એક્સપર્ટ શું કહે છે?
cold cough home remedies Sanjyot Keer liquid ladoo benefits

આદિ કાળથી, શરદી, ખાંસી, માથાનો દુખાવો, ગળામાં દુખાવોમાં આપણે પહેલા દાદીમાં નુસખા અપનાવીએ છીએ. તાજતેરમાં શેફ સંજ્યોત કીરએ પણ એવુજ કંઈક કર્યું હતું. શેફએ નવી ‘લિકવીડ લાડુ’ રેસીપી શેર કરી છે, અને શેફએ દાવો પણ કર્યો છે કે તે શરદી અને ખાંસી મટાડે છે. અહીં જાણો

તેણે લેટેસ્ટ Instagram પોસ્ટને કૅપ્શન આપી હતી કે, ‘પંજાબી ઘરો માં, અમારી નાની-દાદી આ સ્વાદિષ્ટ રેસીપી બનાવતા હતા જેને આપણે બેસન નો શિરો પણ કહેવાય છે, આ બેસનના લાડુ પીગળાવીને કપમાં રાખ્યા હોઈ તેવું લાગે છે, તે સ્વાદિષ્ટ છે.’

બેનિફિક ન્યુટ્રિશનના સ્થાપક અને સીઈઓ ડૉ. યશવંત કુમારને પૂછવામાં આવ્યું કે” લીકવીડ લાડુ ” આ વરસાદી ઋતુમાં તમારી ઉધરસ અને શરદી માટે ચમત્કારિક ઈલાજ તરીકે કામ કરી શકે છે કે પછી બીજા વાયરલ કમ્ફર્ટ ડ્રિંક તરીકે પણ કામ કરી શકે છે?

લીકવીડ લાડુમાં શું હોય છે? સામગ્રીના ફાયદા જાણો

બદામ, ઘી, બેસન, દૂધ, હળદર પાવડર, કાળા મરી પાવડર, એલચી પાવડર, આદુ પાવડર, કેસર, ગોળ પાવડરનો સમાવેશ થાય છે.

  • બદામ: સ્વસ્થ ચરબી, પ્રોટીન અને વિટામિન E થી ભરપૂર, બદામ પોષણ મૂલ્ય અને હળવા પોષણ ઉમેરે છે. તે ઉર્જાનો સારો સ્ત્રોત છે પરંતુ સીધો ડીકોન્જેસ્ટન્ટ નથી.
  • ઘી: ઘી ગળામાં બળતરાને શાંત અને લુબ્રિકેટ કરવામાં મદદ કરી શકે છે. તે મ્યુકોસલ મેમ્બ્રેનને શાંત કરી શકે છે અને લક્ષણોમાં રાહત આપે છે.
  • બેસન : બેસન સીધી રીતે રોગનિવારક નથી, પરંતુ તેમાં વિટામિન B2 અને એન્ટીઑકિસડન્ટો હોય છે, જે બીમારી દરમિયાન થાક દૂર કરવામાં મદદ કરી શકે છે.
  • દૂધ : દૂધ શરીરને આરામ અને શાંત કરી શકે છે. મસાલા અને ઘી સાથે લેવામાં આવે તો, તે લાળ સાફ કરવામાં અને સારી ઊંઘ લાવવામાં મદદ કરી શકે છે.
  • હળદર પાવડર: હળદરમાં એન્ટિવાયરલ, એન્ટિસેપ્ટિક અને એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મો હોવાનું સાબિત થયું છે. હળદરમાં રહેલું કર્ક્યુમિન બળતરા વિરોધી ગુણધર્મો ધરાવે છે અને બળતરા ઘટાડવામાં મદદ કરી શકે છે.
  • કાળા મરી પાવડર: જ્યારે કાળા મરીને હળદર સાથે લેવામાં આવે છે, ત્યારે તે શરીર દ્વારા કર્ક્યુમિનના શોષણમાં મદદ કરી શકે છે. કાળા મરીમાં એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મો પણ હોય છે અને તે ગળાના દુખાવામાં આરામ કરવામાં મદદ કરી શકે છે.
  • એલચી પાવડર: શ્વાસ લેવામાં તકલીફ માટે વિવિધ આયુર્વેદિક દવાઓમાં એલચીનો ઉપયોગ લાંબા સમયથી થાય છે. તે પાચન અને પેટમાં દુખાવો દૂર કરવામાં મદદ કરી શકે છે.
  • આદુ પાવડર: આદુમાં બળતરા વિરોધી અને એન્ટિમાઇક્રોબાયલ ગુણધર્મો હોવાનું જાણીતું છે. તે ગળાના બળતરાને શાંત કરી શકે છે અને ખાંસીને દબાવી શકે છે.
  • કેસર: કેસર ખાંસીમાં રાહત આપે છે તેના કોઈ પુરાવા નથી. જોકે, તે ગરમ થર્મોજેનિક અસર પ્રદાન કરી શકે છે.
  • ગોળ પાવડર: ગોળનો મીઠો સ્વાદ બીમારી દરમિયાન સ્વાદ સુધારવામાં મદદ કરે છે. તે ગળાને શાંત કરવામાં અને લાળ સાફ કરવામાં પણ મદદ કરી શકે છે.

Healthy Drinks | ગ્રીન ટી કરતા પણ હેલ્ધી છે આ દેશી ડ્રિંક, પીશો તો થશે બમણા ફાયદા !

લીકવીડ લાડુ શરદી અને ખાંસી મટાડવામાં મદદ કરી શકે છે?

ડૉ. કુમારના મતે હળદર, કાળા મરી અને આદુ બળતરામાં મદદ કરી શકે છે. “બદામ અને બેસન શરીરને ખૂબ જ જરૂરી પોષક તત્વો પૂરા પાડી શકે છે અને થાક દૂર કરી શકે છે. તેઓ પાચનમાં પણ મદદ કરે છે અને બીમારી દરમિયાન એનર્જી લેવલમાં સુધારો કરે છે. દૂધ અને ઘી મગજ શાંત કરવામાં અને સારી ઊંઘ લેવામાં મદદ કરી શકે છે.’

જોકે તેમણે ચેતવણી આપી હતી કે આ ઉપાય તબીબી રીતે સાબિત થયો નથી અને તે વૈજ્ઞાનિક ઉપચાર નથી. આ રેસીપીમાં રહેલા ઘટકો ફક્ત કામચલાઉ લક્ષણોમાં રાહત અને આરામ આપે છે.

ડૉ. કુમારે કહ્યું કે ‘શેફ સંજ્યોત કીર દ્વારા બનાવેલ “લીકવીડ લાડુ” રેસીપી કોઈ જાદુઈ ગોળી નથી, પરંતુ તે ખોટો ઉપચાર પણ નથી. સ્પષ્ટપણે, તે ભારતીય આયુર્વેદમાં મૂળ રહેલા સામગ્રી સાથેનો એક ઘરેલું ઉપાય છે અને આ પીણું ખરેખર શરદી અને ઉધરસ દરમિયાન શરીરને શાંત અનુભવ પ્રદાન કરવાની ક્ષમતા ધરાવે છે.’

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ