Anonna Dutt : જર્નલ ધ લેન્સેટ ચેપી રોગોના તાજેતરની સ્ટડીમાં જણાવાયું છે કે “હાઇબ્રિડ ઇમ્યુનિટી” ગંભીર કોવિડ-19 સામે વધુ સારી સુરક્ષા પૂરી પાડે છે, પરંતુ તમામ રોગપ્રતિકારક શક્તિ થોડા મહિનામાં ઘટી જાય છે. આ સ્ટડી અગાઉના SARS-CoV-2 (Covid) ચેપની રક્ષણાત્મક અસરકારકતા પરના 11 અન્ય સ્ટડી મેટા-વિશ્લેષણ અને હાઇબ્રિડ ઇમ્યુનીટીની રક્ષણાત્મક અસરકારકતા પરની 15 સ્ટડી પર આધારિત છે.
હાયબ્રીડ ઇમ્યુનીટી શું છે?
હાઇબ્રિડ ઇમ્યુનીટી અગાઉના ચેપ અને વેક્સીનથી પ્રાપ્ત થાય છે, પ્રાથમિક ડોઝ અથવા પ્રાથમિક અને બૂસ્ટર ડોઝ બંને. સ્ટડીમાં જણાવાયું છે કે હાયબ્રીડ ઇમ્યુનીટી એકલા ચેપની તુલનામાં રક્ષણની “ઉચ્ચ તીવ્રતા અને ટકાઉપણું” પ્રદાન કરે છે, અને વેક્સીનની જરૂરિયાત પર ભાર મૂકે છે.
જો કે, ઝડપથી ફેલાતા ઓમીક્રોન વેરિએન્ટ વધુ ચેપ તરફ દોરી જાય છે અને પરિણામે વધુ લોકો ચેપગ્રસ્ત થાય છે.
આ હાયબ્રીડ ઇમ્યુનીટી વિકસાવવા, સ્ટડી સૂચવે છે કે બૂસ્ટર ડોઝમાં વિલંબ થઈ શકે છે.
આંદામાન અને નિકોબાર આઇલેન્ડ ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ ના ડિરેક્ટર ડૉ પ્રજ્ઞા શર્મા કહે છે કે, “આપણે જાણીએ છીએ કે હાઇબ્રિડ ઇમ્યુનીટી પ્રોટેકશન આપે છે. વેક્સીન લીધા પછીનો ચેપ બૂસ્ટરની જેમ કામ કરે છે. રસીકરણ પછી નેચરલી ચેપ લાગે તેમાં મૃત્યુનું જોખમ ઓછું રહે છે. એકલી વેક્સીન કરતાં વધુ સારું રક્ષણ પૂરું પાડે છે કારણ કે તે ફક્ત સ્પાઇક પ્રોટીન કહેવાને બદલે શરીરને સમગ્ર વાયરસ સામે તૈયાર કરે છે.”
આ પણ વાંચો: Weather Updates : ગુજરાતમાં ઠંડીમાં નજીવો ઘટાડો, ઉત્તર ભારતમાં કેટાક વિસ્તારોમાં વરસાદની આગાહી
સ્ટડીમાં શું જોવા મળ્યું?
એકલા સાર્સ-કોવી-2 ચેપથી ગંભીર રોગ અને હોસ્પિટલમાં દાખલ થવા સામે રક્ષણ છેલ્લા શોટ અથવા ચેપ પછીના ત્રણ મહિનામાં 82.5% જોવા મળ્યું હતું. આ રક્ષણ 12 મહિનામાં 74.6% અને 15 મહિનામાં 71.6% હતું. રિઇન્ફેક્શન સામે રક્ષણ ઝડપથી ઘટ્યું, જે ત્રણ મહિનામાં 65.2% અને 12 મહિનામાં ઘટીને 24.7% અને 15 મહિનામાં 15.5% થયું હતું.
તેની સરખામણીમાં, માત્ર પેહલા વેક્સીન ડોઝમાં હાઇબ્રિડ ઇમ્યુનીટી માત્ર 3 મહિનામાં 96% અને 12 મહિનામાં 97.4% જોવા મળી હતી. તે જ ત્રણ મહિનામાં ફરીથી ચેપ સામે 69% સુરક્ષા પ્રદાન કરી શકે છે, જે 12 મહિનામાં ઘટીને 41.8% થઈ શકે છે.
પહેલા અને બૂસ્ટર ડોઝ સામે સંક્રમણથી મેળવેલી હાયબ્રીડ ઇમ્યુનીટીની અસરકારકતા ત્રણ મહિનામાં 97.2% અને છ મહિનામાં 95.3% હતી. સમાન ઈમ્યુનીટી ત્રણ મહિનામાં 68.6% અને છ મહિનામાં 46.5% અસરકારક હોવાનું જણાયું હતું.
તારણોની અસરો
સ્ટડીમાં કહેવામાં આવ્યું છે કે, “આ પરિણામો માહિતી પ્રદાન કરે છે જેનો ઉપયોગ SARS-CoV-2 વેક્સીનની સંખ્યા અને સમય પર માર્ગદર્શન આપવા માટે કરી શકાય છે.”
આ પણ વાંચો: સર્વાઇકલ કેન્સર અવેરનેસ મંથ : શા માટે આ રોગનું જોખમ યુવાન મહિલાઓમાં વધતું જાય છે?
તેમાં કહેવામાં આવ્યું છે કે હાઈ સાર્સ-કોવી-2 સીરો-પ્રચલિતતા ધરાવતા પ્રદેશોમાં પહેલું વેક્સિનેશન, મુખ્યત્વે ગંભીર રોગ જેમ કે જૂના અથવા કોમોર્બિડનું સૌથી વધુ જોખમ ધરાવતા લોકો પર કેન્દ્રિત અને ઓછામાં ઓછું એક વર્ષ ગંભીર રોગ અને હોસ્પિટલમાં દાખલ થવા સામે વધારે સુરક્ષા પ્રદાન કરી શકે છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (World Health Organisation) મુજબ, વૈશ્વિક સીરો-પ્રસાર,સાર્સ-કોવી -2 સામે એન્ટિબોડીઝની હાજરી ભલે ચેપ અથવા વેક્સિનને કારણે હોય, ઓક્ટોબર 2021 સુધીમાં 67% હતી. તે વર્ષની શરૂઆતમાં ડેલ્ટા વેરિઅન્ટ વેવ પછી જુલાઈ 2021 જેમ બે તૃતીયાંશ ભારતીયો શરૂઆતમાં એન્ટિબોડીઝ ધરાવતા હતા.
જ્યારે પણ ચેપની સંખ્યામાં વધારો થવાની સંભાવના લાગે ત્યારે બૂસ્ટર વેક્સિનેશન ડ્રાઇવ શરૂ કરવાની મુખ્ય ભલામણ છે.