curd eat right way : દહીં એ આપણા આહારનો એક મહત્વપૂર્ણ ભાગ છે, જે આપણે દિવસમાં એક કે બે વાર ખાવાનું પસંદ કરીએ છીએ. દહીંને ભોજન સાથે ભેળવીને ખાવાથી ભોજનનો સ્વાદ અલગ અને મજેદાર બની જાય છે અને ભૂખ પણ મટે છે. દહીં સ્વાસ્થ્યનો ખજાનો છે, જેના સેવનથી શરીરને અનેક રીતે ફાયદા થાય છે, પરંતુ કેટલાક લોકો દહીંના સેવનથી ઘણી સમસ્યાઓનો સામનો કરવા લાગે છે.

દહીં સ્વાસ્થ્યનો ખજાનો, પરંતુ તેને ખાવાની યોગ્ય રીત ખબર હોવી જોઈએ – દહીંના સેવનથી કેટલાક લોકોને સાઇનસ, તાવ, ગળામાં દુખાવો, ત્વચાની સમસ્યાઓ, અપચો, એસિડિટી અને વાળ ખરવાની સમસ્યા થઈ શકે છે. હવે સવાલ એ ઊભો થાય છે કે, દહીં એ આટલું હેલ્ધી ફૂડ છે પરંતુ તેમ છતાં તેનું સેવન કરવાથી ઘણી બધી સમસ્યાઓ કેમ થઈ શકે છે. તમે જાણો છો કે, જો ખોટી રીતે દહીંનું સેવન કરવામાં આવે તો તેનાથી ઘણી સમસ્યાઓ થઈ શકે છે.

આયુર્વેદિક અને યુનાની દવાઓના નિષ્ણાત ડૉ. સલીમ ઝૈદીએ કહ્યું કે, દહીં સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે પરંતુ, 90 ટકા લોકો તેનું સેવન ખોટી રીતે કરે છે. દહીં ખાવાની ખોટી રીતથી સમસ્યા વધી જાય છે. જો દહીંનું યોગ્ય રીતે અને યોગ્ય સમયે સેવન કરવામાં આવે તો તેનાથી કોઈ સમસ્યા થતી નથી, અને શરીરને અનેક ફાયદા થાય છે. તો ચાલો નિષ્ણાતો પાસેથી જાણીએ કે, દહીંનું સેવન કરવાની સાચી રીત કઈ છે અને તેને ખાતી વખતે આપણે કઈ ભૂલો કરીએ છીએ.

દહીંનું સેવન કરતી વખતે કરવામાં આવતી ભૂલો – આપણે ઘણીવાર દહીંનું સેવન ખાંડ કે મીઠું ઉમેરીને કરીએ છીએ. જો કે ફીકુ દહીં ખાવું થોડું મુશ્કેલ હોય છે. પરંતુ તમે એ જાણો છો કે, દહીંનો સ્વાદ વધારવા માટે વપરાતું મીઠું અને ખાંડ તમને નુકસાન પહોંચાડે છે, દહીંને નહીં. મીઠું અને ખાંડ એ રાસાયણિક પ્રક્રિયાઓ છે, જેના કારણે દહીની સાથે તેના સેવનથી તમારા સ્વાસ્થ્યને અસર થાય છે. જો તમે દહીંમાં ખાંડ અને મીઠાનું સેવન કરો છો તો, દહીંમાં રહેલા સારા બેક્ટેરિયા નાશ પામે છે, જેના કારણે તમને દહીંનો પૂરો ફાયદો નથી મળતો.

દહીંનું સેવન કેવી રીતે કરવું – જો તમે દહીંને મધુર બનાવવા માંગો છો, તો તમે તેમાં મધ ઉમેરી શકો છો. દહીંને મધુર બનાવવા માટે તમે મિશ્રીનું સેવન પણ કરી શકો છો. તમે દહીંમાં ગોળ પણ ઉમેરી શકો છો. જો તમારે દહીંને ખારું બનાવવું હોય તો તેમાં સિંધા મીઠું અને સંચળ મિક્સ કરીને તેનું સેવન કરી શકો છો. દહીંને હંમેશા આખુ ન ખાવું જોઈએ, દહીંને બરાબર મિક્સર કરી (ફીણીને) જ ખાવું જોઈએ, તેનાથી દહીંના (સારા બેક્ટેરિયા) ગુણમાં વધારો થાય છે.

જો તમે રાત્રે દહીંનું સેવન કરો છો તો તે તમારા સ્વાસ્થ્યને ફાયદાની જગ્યાએ નુકસાન પહોંચાડે છે. આયુર્વેદ અનુસાર, સૂર્યાસ્ત પછી શરીરનું તાપમાન ઘટવા લાગે છે અને કફ દોષ વધવા લાગે છે, જેથી રાત્રે દહીંનું સેવન કરવાથી કફની સમસ્યા થઈ શકે છે.

દહીંને ખોટી વસ્તુઓ સાથે ભેળવીને ન ખાઓ – દહીં, બૂંદી અને કાકડીનું સેવન એ બંને વિરોધી ખોરાક છે, જેની શરીર પર આડ અસર થાય છે. દહીં સાથે તૈલી ખોરાક ખાવાથી શરીરમાં ચરબી વધે છે, જેના કારણે દહીંનું સેવન ફાયદાની જગ્યાએ નુકસાન કરે છે. દહીં સાથે કેળું ક્યારેય ન ખાવું. માછલી સાથે પણ દહીં ક્યારેય ન ખાઓ, ખાટા ફળો સાથે દહીં ન ખાઓ, તેનાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે.





