Curd recipes for winters: શિયાળામાં દહીં ખાવાનું લોકો ટાળે છે. આ સિઝનમાં દહીંનો ઉપયોગ લગભગ દરેક ઘરમાં ઓછો થાય છે. આવી સ્થિતિમાં તમે દહીંમાંથી આ ત્રણ રેસીપી બનાવીને ખાઇ શકો છો, જે સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે હેલ્ધી પણ છે. તેની ખાસ વાત એ છે કે તમે તેને ભાત સાથે, રોટલી, પરાઠા સાથે અને પકોડા સાથે પણ ખાઈ શકો છો. કોઇ રેસીપીને નાસ્તામાં બનાવી શકો છો. દરેક રેસીપી તેની પોતાની રીતે અલગ હોય છે. તો ચાલો જાણીએ શિયાળામાં દહીંની આ 3 રેસીપી વિશે.
પૌઆ દહીં ઉપમા
દહીંથી તમે પૌંઆ દહીંનો ઉપમા બનાવીને શિયાળાના નાસ્તામાં ખાઈ શકો છો. આ માટે તમે પૌઆ લો અને તેને ધોઈને દહીંમાં મિક્સ કરીને રાખી દો. હવે ડુંગળી અને લીલા મરચાંને સમારો. હવે એક કઢાઇમાં થોડું તેલ ઉમેરી તેમાં કાળા રાઇના દાણા અને મીઠો લીમડો ઉમેરો. પછી તેમાં દહીંવાળા પૌંઆ નાખી દો. મીઠું અને મરી છાંટીને પછી કોથમીર નાખીને સર્વ કરો.
દહીંનું શાક
દહીંનું શાક બનાવીને આરામથી ખાઈ શકો છો. આ માટે તમે કેપ્સિકમ અને બટેટા કાપીને રાખો છે. પછી તમે ડુંગળી, ટામેટાં, લીલા મરચાં અને જીરુંને વઘાર કરો અને તેમાં કેપ્સિકમ અને બટાટા ઉમેરો અને મિક્સ કરો. આ પછી તમે તેમાં થોડું મીઠું ઉમેરો અને પછી સીટી વગાડો. તેમાં દહીં ઉમેરી કોથમીર નાખીને પછી સર્વ કરો. આ રીતે તમે લીલા મરચા અને દહીંનું શાક પણ બનાવી શકો છો.
આ પણ વાંચો – વજન ઘટાડવા માંગતા લોકો પણ ખાઇ શકે છે ખીર, જાણી લો તેને બનાવવાવી રીત
વઘારેલું દહીં
તમે વઘારેલું દહીં ખાધું છે. જો નહીં તો તમારે તેને ચોક્કસપણે ટ્રાય કરવું જોઈએ. તેનો સ્વાદ પરાઠા સાથે વધુ આવે છે. આ માટે તમારે દહીં લેવાનું છે અને પછી એક કડાઇમાં થોડું તેલ અને ડુંગળી કાપીને તેને તળી લો. આ પછી તમારે ફક્ત દહીંમાં શેકેલી ડુંગળી ઉમેરવાની છે. તેમાં મીઠું, ચાટ મસાલો અને પછી લીલા ધાણા ઉમેરો. તમે ઇચ્છો તો હીંગ અને જીરા પાવડર પણ ઉમેરી શકો છો. આ પછી તેને સર્વ કરો.





