Curd Side Effects : કોણે દહીં ન ખાવું જોઈએ? જાણો દહીંની આડ અસરો

Curd Side Effects : જે લોકોને પાચનક્રિયા અને એસિડિટીની સમસ્યા હોય તેમણે દહીંનું સેવન ન કરવું જોઈએ

Written by Kiran Mehta
Updated : January 12, 2023 15:09 IST
Curd Side Effects : કોણે દહીં ન ખાવું જોઈએ? જાણો દહીંની આડ અસરો
દહીં કયા દર્દીઓ માટે નુકશાન કારક

Side Effects of Curd: ભારતીય ભોજનમાં દહીં સૌથી લોકપ્રિય ખોરાક છે. કેલ્શિયમ, વિટામીન B-2, વિટામીન B-12, પોટેશિયમ અને મેગ્નેશિયમથી ભરપૂર દહીંમાં અદ્ભુત સ્વાસ્થ્ય લાભો છે. દરરોજ એક વાટકી દહીંનું સેવન કરવાથી ત્વચા અને સ્વાસ્થ્ય બંનેને ફાયદો થાય છે. દહીંના આટલા બધા ફાયદા હોવા છતાં પણ રોજ દહીં ખાવાથી તેની શરીર પર કેટલીક આડઅસર પણ થાય છે.

હેલ્થલાઈનના સમાચાર મુજબ રોજ દહીંનું સેવન કરવાથી પાચન સંબંધી અનેક સમસ્યાઓ થઈ શકે છે. દહીંના વધુ પડતા સેવનથી પાચનતંત્ર નબળું પડે છે અને કબજિયાતની સમસ્યા વધે છે.

જર્મન યુનિવર્સિટીના પીજીડીસીસી તૃપ્તિ અગ્રવાલે જણાવ્યું છે કે, કેટલીક બીમારીઓમાં દહીંનું સેવન સ્વાસ્થ્યને બગાડી શકે છે. જો દહીંની સાથે અજાણતા કેટલાક ખાદ્યપદાર્થોનું સેવન કરવામાં આવે તો પેટથી લઈને ત્વચાને લગતી બીમારીઓનો ખતરો વધી જાય છે. આવો જાણીએ ક્યા લોકોએ દહીં ન ખાવું જોઈએ અને તેની આડ અસર શું છે.

આર્થરાઈટિસના દર્દીઓએ દહીંનું સેવન ન કરવું જોઈએઃ (Arthritis patients should not consume curd)

જો તમને સંધિવાની ફરિયાદ હોય અને સાંધામાં દુખાવો રહેતો હોય તો આવા લોકોએ દહીંનું સેવન ન કરવું જોઈએ. જો આવા લોકો દહીંનું સેવન કરે છે તો સાંધાના દુખાવાની સમસ્યા વધવા લાગે છે.

અસ્થમાના દર્દીઓએ દહીં ન ખાવું જોઈએઃ (Asthma patients should not eat curd)

જો તમને અસ્થમાની સમસ્યા છે, તો તમારે ભૂલથી પણ દહીંનું સેવન ન કરવું જોઈએ. દહીંનું સેવન કરવાથી અસ્થમાના દર્દીઓની સમસ્યા વધે છે.

ગેસ અને એસિડિટીના રોગમાં દહીં ટાળો: (Avoid curd in gas and acidity disease)

જે લોકોને ગેસ અને એસિડિટીની સમસ્યા હોય તેમણે દહીંનું સેવન બિલકુલ ન કરવું જોઈએ. ગેસ અને એસિડિટીમાં દહીંનું સેવન કરવાથી સમસ્યા વધે છે.

જો તમને ત્વચાની સમસ્યા હોય તો દહીં ટાળો: (Avoid curd if you have skin problems)

જે લોકોને ત્વચાની સમસ્યા હોય તેમણે દહીંનું સેવન બિલકુલ ન કરવું જોઈએ. જો ખરજવું, ખંજવાળ, ચેપ અને ખીલની સમસ્યા હોય તો ભૂલથી પણ દહીંનું સેવન ન કરવું.

લિકોરિયામાં દહીં ટાળો – (Avoid curd in Licorrhoea)

જે મહિલાઓ લિકોરિયાથી પીડિત હોય તે મહિલાઓએ દહીંનું સેવન બિલકુલ ન કરવું જોઈએ. દહીંનું સેવન કરવાથી લિકોરિયાની બીમારી વધી શકે છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ