Curry Leaves and Blood Sugar | શું તમે જાણો છો કે સ્વાદ અને સુગંધ માટે ખોરાકમાં ઉમેરવામાં આવતા મીઠો લીમડો (curry leaves) જો તમે દરરોજ સવારે ખાલી પેટ ખાઓ તો તેનાથી ઘણા ફાયદા થઇ શકે છે? ડૉ. શિવરામને તેની યુટ્યુબ ચેનલ પર પોસ્ટ કરેલા એક વિડિઓમાં મીઠો લીમડો ખાવાના ફાયદા સમજાવ્યા છે. અહીં જાણો
ખાલી પેટ મીઠા લીમડાના પાન ખાવાના ફાયદા
મીઠા લીમડા પાન ડાયાબિટીસ (diabetes) ને નિયંત્રિત કરવામાં ખૂબ ઉપયોગી છે. ઘણીવાર ડાયાબિટીસ ધરાવતા લોકોને તેની અસરોને કારણે સંબંધિત રોગો થઈ શકે છે. એમ શિવરામને જણાવ્યું હતું કે, ‘ડાયાબિટીસ ધરાવતા લોકોને હાઈ કોલેસ્ટ્રોલ હોવાની શક્યતા વધુ હોય છે. મીઠા લીમડાના પાન ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં અને સારા કોલેસ્ટ્રોલને વધારવામાં મદદ કરે છે.’
ડાયાબિટીસના દર્દીઓ દરરોજ મીઠો લીમડાનું સેવન કરીને તેમના બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરી શકે છે. જોકે તેમણે ક્યારેય તેમના ડોકટરો દ્વારા સૂચવવામાં આવેલી દવાઓ લેવાનું બંધ ન કરવું જોઈએ. તેમણે સૂચવ્યું કે મીઠો લીમડો અને દવાઓનું એકસાથે સેવન કરવાથી બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ મળી શકે છે.
અગાઉના એક અભ્યાસમાં દર્શાવવામાં આવ્યું હતું કે મીઠા લીમડાના પાન હાઈ બ્લડ સુગર લેવલ 45 ટકા ઘટાડી શકે છે. મીઠા લીમડામાં વિટામિન, બીટા કેરોટીન અને કાર્બાઝોલ આલ્કલોઇડ્સ જેવા એન્ટીઑકિસડન્ટ હોય છે. આ ફ્રી રેડિકલ ઓક્સિડેશન સંબંધિત ઘણા રોગોને અટકાવે છે, જેમાં ટાઇપ 2 ડાયાબિટીસનો સમાવેશ થાય છે.
મીઠા લીમડાનું સેવન કરવાની સાચી રીત
દરરોજ સવારે ખાલી પેટ આઠ થી દસ મીઠા લીમડા ખાઈ શકાય છે. અથવા તેનો રસ બનાવી શકાય છે અથવા સલાડ અને શાકમાં ઉમેરી શકાય છે.





