Dark Knees Remove Tips In Gujarati | દરેક વ્યક્તિ સુંદર સ્કિનની ઈચ્છા રાખે છે અને આ માટે લોકો અનેક પ્રકારની વસ્તુઓનો ઉપયોગ કરે છે. લોકો સ્કિનની સુંદરતા જાળવવા માટે અનેક પ્રકારના પ્રોડક્ટસનો ઉપયોગ કરે છે. ક્યારેક આ પ્રોડક્ટસનો ઉપયોગ સ્કિનને પણ નુકસાન પહોંચાડે છે. એક સામાન્ય સમસ્યા છે જે ઘણા લોકોને પરેશાન કરે છે. ઘણી વખત ઘૂંટણની કાળાશને કારણે લોકોનો આત્મવિશ્વાસ પણ ઓછો થાય છે.
જો તમે પણ ઘૂંટણની કાળાશ (dark knees) ની સમસ્યાથી પરેશાન છો, તો તમે આ સરળ બ્યુટી ટિપ્સનો ઉપયોગ કરીને આ સમસ્યાથી રાહત મેળવી શકો છો. અહીં જાણો સરળ અને અસરકારક ઘરેલું ઉપાયો
ઘૂંટણની કાળાશ દૂર કરવાની ટિપ્સ
- હળદરનો ઉપયોગ : ઘૂંટણની કાળાશ દૂર કરવા માટે તમે હળદરનો ઉપયોગ કરી શકો છો. હળદર ત્વચાના રંગને સુધારવામાં મદદરૂપ થાય છે. હળદર અને દૂધ સાથે પેસ્ટ તૈયાર કરો. તેને ઘૂંટણ પર લગાવો અને થોડા સમય પછી ધોઈ લો.
- ચણાના લોટ અને દહીંનો ઉપયોગ : સ્કિનકેરમાં દહીં અને ચણાનો લોટનો ઉપયોગ લાંબા સમયથી કરવામાં આવે છે. ઘૂંટણની કાળાશ દૂર કરવા માટે તમે દહીં અને ચણાના લોટનો ઉપયોગ કરી શકો છો. દહીં અને ચણાના લોટની પેસ્ટ બનાવો અને તેને ઘૂંટણ પર લગાવો. તેને લગભગ 20 મિનિટ સુધી રહેવા દો અને પછી પાણીથી ધોઈ લો.
- મધ અને લીંબુનો ઉપયોગ : જો તમે પણ તમારા ઘૂંટણની કાળાશથી પરેશાન છો, તો તમારે લીંબુ અને મધનો ઉપયોગ કરવો જોઈએ. લીંબુ એક કુદરતી બ્લીચ છે. તેને બનાવવા માટે, લીંબુના રસમાં મધ મિક્સ કરો. તેને તમારા ઘૂંટણ પર લગાવો અને થોડીવાર માટે ઘસો અને થોડીવાર માટે રહેવા દો. પછી તેને પાણીથી ધોઈ લો અને સાફ કરો.
Read More