Dengue: દેશના ઘણા રાજ્યોમાં આ સમયે ડેન્ગ્યુના દર્દીઓ મળી રહ્યા છે. ડેન્ગ્યુના દર્દીઓમાં કેટલીક વાર પ્લેટલેટ્સ ખુબ જ ઓછા થઇ જાય છે અને સ્થિતિ ગંભીર થઇ જાય છે. જો કે ડૉક્ટરની કાઉન્સેલિંગ અને ઘરેલુ ઉપચારથી ઘણીવાર દર્દી હોસ્પિટલમાં એડમિટ થયા વગર ઘરેજ ઠીક થઇ જાય છે. જો બાળકોમાં ડેન્ગ્યુના લક્ષણ દેખાય છે, તો તુરંત ડોક્ટરની સલાહ લેવી જોઈએ.
બાળરોગના નિષ્ણાનો અનુસાર બાળકોમાં પણ ડેન્ગ્યુના ઘણા કેસ જોવા મળી રહ્યા છે. સામાન્ય ડેન્ગ્યુનો તાવ, શરીરમાં દુખાવો, થાક, સુસ્તી અને ઉલ્ટી અને ઝાડાનું કારણ બને છે. જોકે, ડેન્ગ્યુનો ટાઈમ પર ઈલાજ ન કરાયો તો ગંભીર સ્થિતિનો સામનો કરવો પડે છે.
આવા કેસોમાં ડેન્ગ્યુ શોક સિન્ડ્રોમ અને ડેન્ગ્યુ રક્તસ્રાવી તાવ આવી શકે છે. જો કે ડેન્ગ્યુ હળવો છે, તો 3 થી 7 દિવસમાં ઠીક થઇ શકે છે. મોટાભાગમાં ડેન્ગ્યુના દર્દી ધરેજ દવાથી ઠીક થઇ જાય છે.ડેન્ગ્યુ થવા પર શરીરમાં પ્લેટલેટ્સની સંખ્યા ઝડપથી ઓછી થઇ જાય છે. જો શરીરમાં પ્લેટલેટ્સ 20 હજારથી ઓછા આવે તો સ્થિતિ ખતરનાક થઇ જાય છે.
આ છે ગંભીર લક્ષણો
ડેન્ગ્યુના ગંભીર લક્ષણમાં દર્દીની ત્વચા પર લાલ ફોલ્લીઓ થઇ જાય છે. તેનાથી રક્તસ્ત્રાવ પણ થઈ શકે છે અને હૃદય, ફેફસા અને કિડનીને નુકશાન પહોંચાડી શકે છે. કેટલાક મામલામાં રોગીનું દર્દીનું બ્લડ પ્રેશર પણ ઓછું થઇ જાય છે. તેનાથી ડેન્ગ્યુ સિન્ડ્રોમ થઇ શકે છે.
જેનાથી દર્દીની મોતની શંકા રહે છે. જો કોઈ વ્યક્તિ પહેલેથી કોઈ બીમારીથી પીડિત છે અને તેના શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા ઓછી છે. તો ડેન્ગ્યુના ગંભીર લક્ષણ તે વ્યક્તિ માટે ઘાતક બની શકે છે.
જે લોકોને પહેલા ડેન્ગ્યુ થયો છે, તેમને બીજી વખત ડેન્ગ્યુ થવાનો ખતરો રહે છે. ગયા વર્ષે રાજધાની દિલ્લીમાં ડેન્ગ્યુના ઘણા દર્દીઓમાં D2 સ્ટ્રેનની જાણ થઇ હતી, જે ખુબજ ઘાતક સાબિત થયો હતો.
ડેન્ગ્યુથી બચવાના ઉપાય
- બાળકોને પુરા કપડા પહેરાવવા
- ઘર અને આસપાસના વિસ્તારોમાં સાફ સફાઈ રાખવી જોઈએ અને ખૂણા ખાંચામાં લાંબા સમય સુધી પાણી ભરાયેલું ન રાખવું.
- મચ્છરદાનીનો પ્રયોગ રાત્રે સૂતી વખતે કરવો જોઈએ.
- નાના બાળકોના ખાવા પીવામાં ધ્યાન રાખવું ખુબ જ જરૂરી છે.
- જો ડેન્ગ્યુ ના કોઈ લક્ષણ દેખાય તો તુરંત ડોક્ટરને બતાવવું જોઈએ