Detox drinks For Skin and Hair Care: બોડીને હેલ્થી રાખવા અને બોડીની આંતરિક સફાઈ કરવા માટે ડીટોક્સ ડ્રિન્કનું સેવન ખુબજ ફાયદાકારક સાબિત થાય છે. આજ કલ લોકોમાં ડીટોક્સ ડ્રિન્કનું સેવન કરવાનો ક્રેઝ વઘી રહ્યો છે કેમ કે આ શરીરની અંદરથી સફાઈ કરે છે અને ઓવરઓલ હેલ્થ સુધારે છે. આ ડ્રિન્કનું સેવન સ્વાસ્થ્ય પર ચમત્કારી અસર કરે છે.
તેનું સેવન કરવાથી પાચન તંદુરસ્ત રહે છે, સ્કિન અને વાળનું સ્વાસ્થ્ય પણ તંદુરસ્ત રાખે છે. ડીટોક્સ ડ્રિન્કનું સેવન કરવાથી બોડીમાંથી ટોક્સિનનો નિકાલ થાય છે અને વજન પણ કન્ટ્રોલમાં રહે છે. એક્સપર્ટ મુજબ આ ડ્રિન્કમાં કેલરી ખુબજ ઓછી હોય છે જેના લીધે તેનું સેવન કરવાથી વજન વધતું નથી.
કન્સલ્ટન્ટ ડ્રેમેટોલોજિસ્ટ ડો. આરતીએ તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ ઓર એક સાધારણ ડીટોક્સ ડ્રિન્ક શેયર કર્યું હતું જે સ્કિન અને વાળ બંને માટે હેલ્થી છે. વાળ અને ત્વચા માટે સફરજન, કાકડી, અજમો અને આદુનું ડિટોક્સ પીણું સ્વાસ્થ્ય લાભ આપે છે અને વજન પણ કંટ્રોલમાં રાખે છે. આવો જાણીએ કે ડીટોક્સ ડ્રિન્કના ફાયદા ક્યાં ક્યાં છે અને કેવી રીતે બનાવવું
આ પણ વાંચો: શું તમારા છોડ આધારિત માંસમાં અપૂરતું પ્રોટીન તો નથી ને? જાણો રિસર્ચ શું કરે છે?
ડીટોક્સ ડ્રિન્કના ફાયદા:
એક્સપર્ટ મુજબ ડીટોક્સ ડ્રિન્ક ડાયટનો મુખ્ય ભાગ છે જે ચા, શાકભાજી, જડી બુટ્ટી અને ફળ પર આધારિત હોય છે. આ ડાયટ લીવરને ડીટોક્સ કરે છે . તેનું સેવન કરવાથી પેશાબ દ્વારા ટોક્સિનનો નિકાલ થાય છે. આ ડાયટ બ્લડ સરકયુલેશન સુધારે છે, બળતરા ઓછી કરે છે, આળસ દૂર કરે છે અને બોડીને જરૂરી પોષક તત્વો પુરા પાડે છે.
એન્ટી ઓક્સીડેન્ટ ગુણોથી ભરપૂર આ ડ્રિન્ક સ્કિન અને વાળને ખરતા અટકાવે છે. ડ્રિન્કમાં હાજર સફરજન એન્ટી ઓક્સીડેન્ટથી ભરપૂર છે જયારે કાકડી એન્ટી ઓક્સીડેન્ટ અને હાઇડ્રેશનમાં મદદ કરે છે. અજમો એન્ટી ઓક્સીડેન્ટનો મુખ્ય સ્ત્રોત છે અને આદુ સ્વાદ સુધારે છે.
આ પણ વાંચો: Weight Loss: વજન કેમ 30 થી 40 વર્ષની ઉંમરમાં વધે છે,આ ઉંમરે સામાન્ય રીતે કેટલું હોવું જોઈએ વેઇટ?
ડીટોક્સ ડ્રિન્ક કેવી રીતે બનાવવું:
ડિટોક્સ ડ્રિંક બનાવવા માટે સફરજન, કાકડી,અજમો અને આદુ લો. ચારેય વસ્તુઓને કાપીને બ્લેન્ડરમાં નાખી તેનો રસ કાઢો. તૈયાર કરેલા રસનું દિવસમાં બે વાર સેવન કરો, ત્વચા, વાળ અને સ્વાસ્થ્ય સારું રહેશે.