ચીટ મીલ, ચીટ ડે વગેરે રેગ્યુલર ડાયટ કરતા લોકો પાસેથી સાંભળવા મળે છે. વર્ષના અંતે જયારે તહેવારોની સીઝન પતે અને લગ્નની સીઝન ચાલુ થાય ત્યારે સામાન્ય રીતે આપણે ડાયટનો ખ્યાલ રહેતો નથી, તે વખતે બધુજ ખાઈ લઇએ છીએ. વધારે પડતું બહારનું અને ઓઈલી, તીખું વગેરેનું સેવન કર્યા પછી ગિલ્ટી ફીલ થાય છે. પણ ગિલ્ટી ફીલ કર્યા વગર તમે ડિટોક્સ કરી શકો છો.
ડાયટિશિયન ઋજુતા દિવાકરે તમારી સમસ્યાનું નિરાકરણ લાવતા પોતાના આઈડિયા ઇન્સ્ટાગ્રામ પર શેયર કર્યા છે. તેમણે લખ્યું છે કે, ” બેસ્ટ ડીટોક્સએ તમારી રોજિંદી જીવનનું રેગ્યુલર રૂટિન ફોલો કરવું છે. સાદું ભોજન, સરળ વર્ક આઉટ અને પૂરતી ઊંઘ લો. ઓછું ભોજન અને વધારે વર્ક આઉટ કરવાની ભૂલ કદી ન કરશો એ તમારો ટાઈમ બગાડશે. માત્ર તમારુ રેગ્યુલર રૂટિન છે એ ફોલો કરવું જોઈએ.
આ પણ વાંચો: ભોજન સાથે કાકડીનું સેવન સ્વાસ્થ માટે છે નુકસાનકારક, નિષ્ણાતોએ કર્યું સ્પષ્ટીકરણ
ડાયટિશિયન ગરિમા ગોયલ કહે કે, ભૂખ્યા રહેવુ અને વર્ક આઉટ કરવું એ તમારા શરીરના સ્વાસ્થ્ય માટે ફાયદાકરક નથી. શરીરની વાત થાય ત્યાં ડીટોક્સિફાઇંગનો વિકલ્પ પસંદ કર્યા વગર તંદુરસ્ત વિકલ્પ પસંદ કરવો જોઈએ. ઉજવણીના સમય પછી શરીરને ડેટોક્સિફાય કરવા માટે શ્રેષ્ઠ અને સસ્તો વિકલ્પ પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું એ છે. કારણ કે પાણી હાઇડ્રેશન માટે ખુબજ જરૂરી છે. આ ઉપરાંત પાણી શરીરમાંથી ઝેરી દ્રવ્યોનો નિકાલ કરે છે.
આ પણ વાંચો: Side Effects Of Coffee: ખરેખર કેટલી માત્રામાં કોફી પીવી જોઈએ?, કેટલી કોફી શરીર માટે ઝેર?, જાણો અહીં
આ કોમ્બિનેશન પણ અજમાવવા યોગ્ય છે..
- કાકડી અને ફુદીનાનું પાણી
- લીંબુ અને આદુનું પાણી
- તડબૂચ અને ફુદીનો
- સંતરા અને લીંબુ પાણી
- સફરજન અને તજનું પાણી
- મેથીનું પાણી
- કોથમીર પાણી
- લીંબુ અને ફૂદિના પાણી
- એલોવેરા અને ચિયા સીડ્સનું પાણી
આ ઉપરાંત ડાયટિશિયને આપેલ બીજી હેલ્થ ટિપ્સમાં નીચેની હેલ્થ ટિપ્સ સામેલ છે.
- પાણી ઝડપથી નહિ, પરંતુ શાંતિથી તેના ધીમે ધીમે પીવું જોઈએ.
- પ્લાસ્ટિકના કન્ટેઇનર માંથી કદી પાણી પીવું નહિ તેના બદલે ચાંદી કે તાંબાના ગ્લાસમાં પાણી પીવું જોઈએ.
- થોડું હુંફાળું કે સાદું પાણી પીવું જોઈએ.
- કદી જમતી વખતે સાથે પાણી પીવું નહિ કારણ કે, તે પાચન ક્રિયામાં ખલેલ પહોંચાડે છે.