Diabetic Diet Food Tips : ડાયાબિટીસ એક એવો સાયલન્ટ કિલર રોગ છે, એકવાર કોઈ તેનો શિકાર બની જાય છે, તો તેને નિયંત્રિત કરવું ખૂબ જ પડકારજનક બની જાય છે. હાઈ બ્લડ શુગરને કારણે તે ધીમે ધીમે શરીરના અન્ય ભાગોને અસર કરવાનું શરૂ કરે છે અને ઘણી બીમારીઓનું કારણ પણ બની જાય છે. ડાયાબિટીસ પછી રોજિંદા ડાયેટમાં ઘણી સાવધાની રાખવી પડે છે. ભારતીય ઘરોમાં નાસ્તામાં ઇડલી અને ઢોસા જેવી વાનગીઓ ખૂબ પસંદ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં સવાલ એ ઉભો થાય છે કે શું ડાયાબિટીસના દર્દીઓ તેને ખાઈ શકે છે?
થાણેની કિમ્સ હોસ્પિટલના ચીફ ડાયેટિશિયન ડો.ગુલનાઝ શેખે જણાવ્યું હતું કે ડાયાબિટીસ દર્દીઓ ઇડલી અને ઢોસા પણ ખાઈ શકે છે, પરંતુ તેને યોગ્ય માત્રા અને સમજણ સાથે ખાવું જોઈએ. નિષ્ણાતોના મતે ડાયાબિટીસના દર્દીઓએ ઇડલી અથવા ઢોસા સંપૂર્ણપણે છોડવાની જરૂર નથી. યોગ્ય માત્રા, પ્રોટીન-ફાઇબરથી ભરપૂર આ વાનગી અને તંદુરસ્ત ભોજન સાથે, આ નાસ્તો બ્લડ શુગર કન્ટ્રોલમાં રાખીને દિવસની શરૂઆત કરવા માટે એક સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વિકલ્પ હોઈ શકે છે.
ડાયાબિટીસ દર્દી ઈડલી અને ઢોસા ખાઈ શકે છે કે નહીં?
ઇડલી અને ઢોસા બંને આથો લાવેલા ચોખા અને અડદ દાળ માંથી બનાવવામાં આવે છે. આને કારણે, તે હળવા, સરળતાથી પચી જાય તેવા અને પોષણથી સમૃદ્ધ છે. ડો.શેખના જણાવ્યા અનુસાર, તે મર્યાદિત માત્રામાં અને અન્ય વાનગીઓ સાથે ખાવાથી ડાયાબિટીસ દર્દી માટે સલામત અને આરોગ્યપ્રદ હોઈ શકે છે. ડો.શેખ સમજાવે છે કે પરંપરાગત ઇડલી અને ઢોસામાં કાર્બોહાઇડ્રેટનું પ્રમાણ વધારે હોય છે. જ્યારે વધુ પડતું ખાવામાં આવે છે ત્યારે તેઓ બ્લડ શુગર લેવલ વધારી શકે છે. તેથી, કેટલીક સાવચેતી જરૂરી છે. જો કે, જે લોકોનું બ્લડ શગર લેવલ વારંવાર વધી જાય છે અથવા જેમને ભોજન કર્યા બાદ ડાયાબિટીસ વધવાની સમસ્યા હોય છે, તેમણે પ્રમાણનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
પ્રોટીનથી ભરપૂર વાનગી
ઇડલી અથવા ઢોસા, ફણગાવેલા કઠોળનું સલાડ અથવા થોડી માત્રામાં નાળિયેરની ચટણી સાથે સાંભાર લો. પ્રોટીન અને ફાઇબર ગ્લુકોઝના શોષણને ધીમું કરે છે, બ્લડ શુગર લેવલ અચાનક વધતુ અટકાવે છે. ઉપરાંત તેલમાં તળેલી વાગની ટાળવી જોઈએ, કારણ કે ઘી કે તેલ વાળા ઢોસા અથવા મસાલેદાર મસાલા ઢોસા બ્લડ શુગર લેવલ વધારી શકે છે. આ ઉપરાંત, ખીરામાં ઓછું તેલ અને પેન પર થોડું તેલનો ઉપયોગ કરો.
આ પણ વાંચો | દરરોજ 1 સફરજન ખાવાથી સ્વાસ્થ્ય પર કેવી અસર થાય છે? ફાયદા જાણીને થશે આશ્ચર્ય
ઇડલી અને ઢોસા ખાવાના ફાયદા
ઇડલી અને ઢોસામાં હાજર આથો પ્રક્રિયા આંતરડાના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આથો પોષક તત્વોની જૈવઉપલબ્ધતામાં વધારો કરે છે, એટલે કે શરીરમાં શોષાઈ જવાની ક્ષમતા. સાંભરમાં દાળ અને શાકભાજી હોય છે, જે પ્રોટીન અને ફાઇબર પ્રદાન કરે છે. ફાઇબર ધીમે ધીમે બ્લડ શુગર લેવલમાં વધારો કરે છે અને લાંબા સમય સુધી ઉર્જા આપે છે. ઇડલી અને ઢોસા હળવા અને સરળતાથી પચી શકાય તેવા હોય છે, જે સવારે પૌષ્ટિક અને સંતુલિત નાસ્તો બનાવે છે.