Diabetes Diet Tips: ડાયાબિટીસ એક એવો રોગ છે જે કન્ટ્રોલ કરવો જરૂરી છે. જો આ બીમારી પર કાબૂ ન રાખવામાં આવે તો તે શરીરના અન્ય જરૂરી અંગોને નુકસાન પહોંચાડી શકે છે. ડાયાબિટીસ કન્ટ્રોલ કરવા માટે સૌથી જરૂરી છે શરીરને સક્રિય રાખવું, તણાવમુક્ત રહેવું અને આહારમાં કાર્બ્સનું પ્રમાણ ઘટાડવું અને પ્રોટીનનું સેવન વધારવું. ડાયાબિટીસ દર્દી જો આ ટીપ્સ અપનાવે તો તે બ્લડ સુગર લેવલ સરળતાથી નોર્મલ કરી શકે છે. ડાયાબિટીસના દર્દીઓ અમુક ચીજ ઝેર સમાનછે. ત્રણ સફેદ ચીજ – ખાંડ, સફેદ ચોખા અને મેંદો બ્લડ સુગર લેવલ ઝડપથી વધારે છે.
એઇમ્સના પૂર્વ કન્સલ્ટન્ટ અને સોઇલ હાર્ટ સેન્ટરના સ્થાપક અને ડિરેક્ટર ડો.બિમલ ઝાંઝારના જણાવ્યા અનુસાર, મેંદાનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. મેંદોનો સૌથી સામાન્ય ફૂડ છે બ્રેડ જેનું સેવન શહેર થી લઇ ગામડના લોકો પણ કરે છે. જો કે બ્રેડ પણ લોટ અને મલ્ટિગ્રેન માંથી જ બનેલી હોય છે, પરંતુ મેંદાની બ્રેડનો વપરાશ વધુ થાય છે. મેંદો એક એવો ફૂડ છે જેમાં શરીર માટે જરૂરી ઓછા પોષક તત્વો હોય છે.
મીડિકલ રિપોર્ટ અનુસાર, સફેદ ફૂડ જેમ કે – મેંદો, સફેદ ખાંડ અને સફેદ ચોખા વિશ્વમાં ડાયાબિટીઝ, બ્લડ પ્રેશર અને હૃદયરોગ જેવા ઝડપથી વધી રહેલા ક્રોનિક રોગો માટે જવાબદાર છે. એક્સપર્ટ પાસેથી જાણીએ કે આ ત્રણ ફૂડથી ડાયાબિટીસ કેવી રીતે વધે છે.

મેંદો થવાથી બ્લડ સુગર લેવલ વધશે
મેંદામાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઊંચો હોય છે જે માત્ર ડાયાબિટીસના દર્દીઓ માટે જ નહીં, પરંતુ પ્રી-ડાયાબિટીસના દર્દીઓ માટે પણ જીવલેણ છે. ડાયાબિટીસ દર્દીઓ જો નિયમિત મેંદાનું સેવન કરે તો બ્લડ સુગરનું જોખમ વધી શકે છે. આજકાલ મેંદાનો વપરાશ ઘણો વધી ગયો છે. મેંદા નાન, બ્રેડ, બર્ગર, રૂમાલી રોટી, ભટુરા, કુલ્ચા, પિઝા અને બર્ગર વગેરે બનાવવા વપરાય છે. આ બધી ચીજ ડાયાબિટીસ દર્દીઓ માટે હાનિકારક છે. જો ડાયાબિટીસ દર્દી આવી ચીજો ખાવાનું ટાળે તો તેઓ સરળતાથી બ્લડ સુગર લેવલ સામાન્ય કરી શકે છે.
ખાંડ ખાવાથી સ્થૂળતા અને ડાયાબિટીસ વધશે
ખાંડ વિવિધ પ્રકારના પીણાં, ફુટ્સ જ્યૂસ, અનાજ, કૂકીઝ, કેક, કેન્ડી અને મોટા ભાગના પ્રોસેસ્ડ ફૂડમાં હોય છે. જે ખાદ્યપદાર્થોને તમે સ્વીટ નથી માનતા તેમાં પણ ખાંડ હોય છે, જેમ કે સૂપ, બ્રેડ, મીટ અને કેચઅપ. સુગરના વધુ સેવનથી બ્લડ સુગર વધે છે. હાર્વર્ડ હેલ્થ પબ્લિશિંગના જણાવ્યા અનુસાર, ખાંડનું વધુ પડતું સેવન હાઈ બ્લડ પ્રેશર, બળતરા, વજનમાં વધારો, ચરબીયુક્ત યકૃત અને ડાયાબિટીસનું જોખમ વધારે છે. ડાયાબિટીસ દર્દીએ ખાંડનુ સેવન ટાળવાની સાથે સાથે ગોળ કે મધનું મર્યાદિત પ્રમાણમાં સેવન કરવું જોઇએ.
આ પણ વાંચો | મધ, ગોળ અને અન્ય કુદરતી શર્કરામાંથી શું ડાયાબિટીસના દર્દીઓ માટે સારું?
સફેદ ચોખા ખાવાનું ટાળો
સફેદ ચોખાને ખાલી કાર્બ્સ માનવામાં આવે છે કારણ કે તે એક પ્રોસેસ્ડ ફૂડ છે જે તેના પોષક તત્વો ગુમાવે છે. સફેદ ચોખાની શેલ્ફ લાઇફ વધારવા અને તેનો સ્વાદ સુધારવા માટે, તેનું ઉપરનું પડ દૂર કરવામાં આવે છે જે શરીર માટે જરૂરી ફાઇબર અને પોષક તત્વોથી સમૃદ્ધ હોય છે. સફેદ ચોખામાં માત્ર કાર્બ્સ જ રહે છે, ડાયાબિટીસ દર્દીઓ જો આ ચોખાનું સેવન કરે તો તેમના બ્લડ સુગર લેવલનું પ્રમાણ વધારે થવા લાગે છે. જો તમે ડાયાબિટીસના દર્દી છો, તો હાઈ ગ્લાયકેમિક ઇન્ડેક્સ સાથે સફેદ ચોખાનું સેવન કરવાનું ટાળો.





