Diabetes Patients Fasting Tips: ડાયાબિટીસ બ્લડ સુગર લેવલ વધવાને કારણે થતી ગંભીર બીમારી છે. જો સમયસર બ્લડ સુગર લેવલ કન્ટ્રોલ કરવામાં ન આવે તો શરીરના અંગોને ગંભીર નુકસાન થઇ શકે છે. ડાયાબિટીસ દર્દીએ આહારનું ખાસ ધ્યાન રાખવું પડે છે. ડાયાબિટી દર્દીએ લાંબા સમય સુધી ભૂખ્યા રહેવાનું ટાળવું જોઇએ. કારણ કે શરીરમાં બ્લડ સુગર લેવલ વધી કે ઘટી શકે છે. આવી સ્થિતિમાં ડાયાબિટીસ દર્દી ઉપવાસ રાખી શકે કે નહીં તે અંગે મૂંઝવણ હોય છે. આ આર્ટીકલમાં આપણે ડાયાબિટીસ દર્દી ઉપવાસ કરી શકે કે નહીં અને શું કાળજી રાખવી તેના વિશે ચર્ચા કરીશું.
હેલ્થ એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર ડાયાબિટીસ દર્દી, જેઓ ઇન્સ્યુલિન લેવા હોય તેમણે ઉપવાસ કરવાનું ટાળવું જોઈએ. ઉપવાસને કારણે તેમનું બ્લડ શુગર લેવલ ઓછું થઇ શકે છે, જે જીવલેણ પણ સાબિત થઇ શકે છે. ડોક્ટરોનું કહેવું છે કે, ડાયાબિટીસ દર્દી જેમને આંખ કે કિડની કે અન્ય કોઈ ગંભીર રોગ સંબંધિત કોઈ બીમારી હોય તેમણે પણ ઉપવાસ કરવાનું ટાળવું જોઈએ.
પીક પર્ફોર્મર્સ ક્લબના સ્થાપક અને વેલનેસ એક્સપર્ટ દેવયાની વિજયન indianexpress.com કહે છે કે જો તમે ડાયાબિટીસના દર્દી છો, તો ઉપવાસ પહેલા તમારા ડોક્ટરની સલાહ લેવી ફરજિયાત છે. તેમને તમારો ડાયેટ ચાર્ટ બનાવવા માટે કહી શકો છો. શક્ય છે કે તમારા ડોક્ટર પણ દવાનો સમય અને ભોજનના સમયમાં ફેરફાર કરી શકે છે.
ડાયાબિટીસ દર્દી ઉપવાસ કરે તો શરીર પર કેવી રીતે અસર થાય છે?
diabetes.org.uk એક રિપોર્ટ અનુસાર ડાયાબિટીસ હોય તો ઉપવાસ કરવાથી તમારા શરીર પર કેવી અને કેવી અસર પડે છે, તે તમે કેટલા સમય સુધી ઉપવાસ કર્યા છે તેના પર નિર્ભર કરે છે. સામાન્ય રીતે, 8 કલાકના ઉપવાસ દરમિયાન તમારું શરીર, બોડીમાં પહેલેથી જ એકત્રિત કરવામાં આવેલા ગ્લુકોઝનો ઉપયોગ કરે છે અને પછી ગ્લુકોઝની જરૂરિયાતને પહોંચી વળવા ચરબીને તોડવાનું શરૂ કરે છે. કેટલાક દર્દીઓમાં આ તબક્કે સુગર લેવલ નીચું હોઈ શકે છે, જેને હાઈપોગ્લાયસિમિયા કહેવામાં આવે છે.

ડાયાબિટીસ દર્દી એ ઉપવાસ દરમિયાન શું કરવું?
જાણીતા ન્યૂટ્રિશનિસ્ટ અને ડાયાબિટીઝના એજ્યુકેટર ખુશ્બુ જૈન ટિબ્રેવાલા કહે છે કે જો ડાયાબિટીસ દર્દી ઉપવાસ કરે તો ધીમે ધીમે શોષાઈ જાય એવા ખોરાકને ડાયટમાં સામેલ કરો, જેમ કે લો ગ્લાયસેમિક ઇન્ડેક્સ (Low Glycemic Index) ધરાવતો ખોરાક. તેઓ કહે છે કે, ડાયાબિટીસ દર્દી એ ઉપવાસ દરમિયાન પ્રોટીન, નેચરલ ફાઇબર થી ભરપૂર આહારનું સેવન કરવું જોઇએ.
ડાયાબિટીસ દર્દી એ ઉપવાસ દરમિયાન આટલી કાળજી રાખવી
- આહારમાં પૂરતા પ્રમાણમાં લીલા શાકભાજીનો સમાવેશ કરો
- વધુ પડતું ખાવાનું ટાળો
- ઉપવાસ દરમિયાન સતત સુગર લેવલ ચેક કરો
- જમ્યા પછી તરત જ ઊંઘશો નહીં, ઓછામાં ઓછું બે કલાકનું અંતર જરૂરી છે
- વધુ પડતો તળેલું ભોજન ખાવાનું ટાળો
- ચા, કોફી, સોડા વગેરે જેવી કેફીન ફૂડ લેવાનું ટાળો
આ પણ વાંચો | મેથી દાણા ડાયાબિટીસ માટે કેમ ફાયદાકારક માનવામાં આવે છે? અભ્યાસ શું કહે છે?
જો શરીરમાં આ લક્ષણ દેખાય, તો તરત જ ઉપવાસ તોડો
હેલ્થ એક્સપર્ટનું કહેવું છે કે જો તમે ડાયાબિટીસ હોવા છતાં પણ ઉપવાસ રાખો છો તો બ્લડ શુગર લેવલ સતત ચેક કરતા રહેવું જરૂરી છે. જો તમે કમજોરી અનુભવી રહ્યા છો, આંખો સામે અંધારુ છવાઇ રહ્યુ છે, ચક્કર આવી રહ્યા છે તો તેનો અર્થ છે બ્લડ સુગર લેવલ ઓછું છે. આવી સ્થિતિમાં તરત જ ઉપવાસ તોડી દો. તરત જ ગ્લુકોઝ કે અથવા સુગર ટેબ્લેટ ગળી લો.





