Diabetes Diet Tips | ડાયાબિટીસ (Diabetes) ને લીધે સમગ્ર વિશ્વમાં લોકો ભયમાં જીવે છે કે તેમને આ રોગ થઈ શકે છે. જેમને પહેલાથી જ ડાયાબિટીસ છે તેમના માટે જીવન ખૂબ જ મુશ્કેલ બની જાય છે, કારણ કે આવા કિસ્સાઓમાં તેમને બ્લડ શુગર લેવલ ચેક કરતા રહેવું પડે છે નહીં તો તેમની તબિયત બગડી શકે છે અને કિડની અને હૃદય રોગનું જોખમ વધી જાય છે.
ડાયાબિટીસ બીમારીમાં ડાયટ પર ખુબજ ધ્યાન રાખવામાં આવે છે. ગ્લુકોઝ લેવલને જાળવી રાખવા માટે તમારે હેલ્ધી વસ્તુઓનું સેવન કરવું પડશે. અહીં કેટલાક એવા રસોડાના મસાલા ની વાત કરી છે જે ડાયાબિટીસના દર્દીઓને બ્લડ સુગર કંટ્રોલ કરવામાં મદદ કરી શકે છે.
ડાયાબિટીસના દર્દીઓ માટે મસાલા (Spices For Diabetics)
આખા ધાણા
ઘણા સંશોધનોમાં તે સાબિત થયું છે કે આખા ધાણા ઇન્સ્યુલિનના સ્ત્રાવને વધારવામાં મદદ કરે છે, અને તેમાં રહેલા કાર્બોહાઇડ્રેટ્સ શરીરની ચયાપચય અને હાઈપોગ્લાયકેમિક પ્રક્રિયાને સુધારે છે, જે બ્લડ સુગર લેવલને નિયંત્રણમાં રાખે છે. ધાણા ખાવાથી પાચનતંત્ર સુધરે છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ જરૂરી છે. તેનો ઉપયોગ કરવા માટે સવારના નાસ્તામાં એક ગ્લાસ પાણીમાં એક ચમચી ધાણા નાખીને સવારે ઉઠ્યા બાદ આ પાણીને ગાળીને પી લો.
આ પણ વાંચો: Health Tips: સવારે આ 5 નાસ્તાથી દિવસની શરૂઆત કરો, આખો દિવસ ઉર્જાવાન રહેશો
હળદર
હળદરમાં કર્ક્યુમિન નામનું સંયોજન જોવા મળે છે જે બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે અને તે ઇન્સ્યુલિનની સંવેદનશીલતા પણ વધારે છે. આ મસાલામાં એન્ટિઓક્સિડન્ટ અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણો જોવા મળે છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ડાયાબિટીસના દર્દીઓએ હળદર વાળું દૂધ પીવું જોઈએ.
તજ
ડાયાબિટીસના દર્દીઓ માટે તજ કોઈ દવાથી ઓછી નથી, કારણ કે તે ન માત્ર બ્લડ શુગર લેવલને કંટ્રોલમાં રાખે છે, પરંતુ ખરાબ કોલેસ્ટ્રોલને પણ લોહીમાં જમા થવા દેતું નથી. જો તમારે તેનું સેવન કરવું હોય તો એક ગ્લાસ દૂધ ગરમ કરો અને પછી તેમાં એક ચપટી તજ પાવડર નાખીને પી લો.
આ પણ વાંચો: Diwali 2024 | તહેવારો દરમિયાન વજન વધવા લાગ્યું છે? આટલા ફેરફાર થી વજન આવશે ટ્રેક પર
મેથીના દાણા
જો તમે દરરોજ મેથીનું પાણી પીવો છો, તો તે ટાઇપ-2 ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં ઘણી મદદ કરશે. આ મસાલામાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, જે પાચનને ધીમું કરે છે અને તેથી કાર્બોહાઈડ્રેટ્સ અને ખાંડના શોષણને અટકાવે છે. આ માટે એક નાની વાસણમાં એક ચમચી મેથી આખી રાત પલાળી રાખો અને સવારે ઉઠ્યા પછી તેને ગાળીને ગાળીને પી લો.