Diwali Sweets : દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. બધા લોકો દિવાળીની ખરીદીમાં વ્યસ્ત છે. આ તહેવારની ઘણા લોકો પોતાના ઘરે જાતે મીઠાઈ બનાવતા હોય છે. કેટલાક લોકો એવા હોય છે જે બજારમાંથી મીઠાઈ ખરીદે છે. ભારતમાં ગમે તે તહેવાર હોય પણ ઘરમાં જ મીઠાઈ બનાવવાનો ટ્રેન્ડ જોવા મળે છે.
દિવાળી પર ઘરે મહેમાનોની અવરજવર રહેતી હોય છે. આવી સ્થિતિમાં ઘણા લોકો એવા પણ હોય છે જેમને કોઈ પણ રૂપમાં ખાંડ ખાવાનું પસંદ નથી. મીઠાઇમાં ખાંડ નાખેલી હોય તો તેને તે ખાવાનું પસંદ કરતા નથી. એવામાં તમે ખાંડને બદલે અન્ય વસ્તુઓનો પણ ઉપયોગ કરી શકો છો. આ લેખમાં અમે આ અંગે માહિતી આપી રહ્યા છીએ.
ગોળથી મીઠાઈ બનાવો
ગોળને નેચરલ સ્વીટનર પણ કહેવામાં આવે છે. તમે તેનો ઉપયોગ મીઠાઈ બનાવવામાં કરી શકો છો. ભારતીય રસોડામાં ગોળનો ઉપયોગ સદીઓથી કરવામાં આવે છે, જે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. ગોળમાં ઘણા પ્રકારના મિનરલ્સ અને પોષક તત્વો હોય છે, જે આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. તેમાં આયર્ન, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ફોસ્ફરસ હોય છે, જે શરીર માટે ફાયદાકારક છે.
આ પણ વાંચો – દિવાળીમાં આ સ્થળ પર કરો ફરવાનો પ્લાન, કહેવાય છે પૂર્વનું સ્કોટલેન્ડ
મધનો ઉપયોગ કરો
દિવાળી પર મીઠાઈ બનાવવામાં ખાંડના બદલે મધનો ઉપયોગ કરી શકો છો. તે કુદરતી સ્વીટનર પણ છે. તેમાં કેલ્શિયમ, પોટેશિયમ, કોપર, મેંગેનીઝ, ઝિંક જેવા ઘણા પોષક તત્વો હોય છે.
કોકોનટ ખાંડ
મીઠાઈઓમાં ઉમેરવા માટે કોકોનટ ખાંડ એ એક સારો વિકલ્પ હોઈ શકે છે. તેને પણ નેચરલ સ્વીટનર કહેવામાં આવે છે. જે નારિયેળના ઝાડમાંથી નીકળતા પ્રવાહીને એકત્રિત કરીને બનાવવામાં આવે છે. તેને ખાવાથી બ્લડ શુગર ખાંડની સરખામણીમાં ઝડપથી વધતી નથી.