Diwali Crackers Fire Safety Rules : દિવાળી પ્રકાશનો તહેવાર છે. ભારતમાં દિવાળીનો તહેવાર ધામધૂમથી ઉજવાય છે. દિવાળી પર ફટાકડા ફોડવાની પરંપરા ફોડવાની નાના બાળકથી લઇ મોટા વ્યક્તિને મજા પડે છે. આજકાલ બજારમાં વિવિધ પ્રકારના ફટાકડા ઉપલબ્ધ છે. જો કે ફટાકડા ફોડતી વખતે બહુ સાવધાની રાખવી જરૂરી છે, નહીંત્તર દિવાળીનો તહેવાર ગમગીન બની શકે છે. અહીં દિવાળી પર ફટાકડા ફોડતી ધ્યાનમાં રાખવા જેવી 10 બાબતો વિશે જાણકારી આપી છે, જેનાથી આ દિવાળી તમારી માટે શુભ દિવાળી સાથે સુરક્ષિત દિવાળી બની રહેશે.
Most 10 Firecracker Safety Tips For Diwali 2025 : દિવાળીની સલામતી માટે 10 સામાન્ય ટિપ્સ અને સાવચેતીઓ
દિવાળી પર ફટાકડા ફોડવા માટે 10 સલામતીના સૂચનો નીચે મુજબ છે જે દરેક વ્યક્તિએ અનુસરવા જોઈએ:
1 ગ્રીન ફટાકડા કે પર્યાવરણને અનુકૂળ ફટાકડા પસંદ કરો
દિવાળી પર ફટાકડાની પસંદગી સાવચેતીપૂર્વક કરવી જોઇએ. ફટાકડાથી હવા અને અવાજ પ્રદૂષણ ફેલાય છે. આથી ગ્રીન ફટાકડા કે પર્યાવરણને અનુકૂળ ફટાકડા ખરીદવા જોઇએ, જે ઓછો ધુમાડા અને અવાજ ઉત્પન્ન કરે છે. તે બાળકો, વૃદ્ધો અને પાલતુ પ્રાણીઓ માટે પણ સુરક્ષિત છે.
2 આરામદાયક અને કોટનના કપડાં પહેરો
ફટાકડા ફોડતી વખતે આરામદાયક અને કોટનના કપડાં પહેરવા જોઇએ. વધારે ઢીલા કે ફીટ કપડા પહેરવાનું ટાળવું જોઇએ.
3 પ્રાથમિક સારવાર અને પાણીની ડોલ સાથે રાખો
ફટાકડા ફોડતી વખતે પ્રાથમિક સારવાર માટેની કિટ અને પાણીની ડોલ હંમેશા તૈયાર રાખવી. મોટાભાગના લોકો દિવાળી પર ફટાકડા ફોડતી વખતે સૌથી વધુ મહત્વપૂર્ણ આ બાબતને નજરઅંદાજ કરે છે.
4 ફટાકડા ફોડતી વખતે શરીરને દૂર રાખો
ફટાકડા હંમેશા ખુલ્લી જગ્યામાં જ ફોડવા જોઈએ. ફટાકડા ફોડતી વખતે ચહેરો દૂર રાખવો. ઓછી ભીડ હોય ત્યાં જ ફટાકડા ફોડવા.
5 ઘરની અંદર વેન્ટિલેશનની ખાતરી કરો
ઘરમાં દીવા અને મીણબત્તીઓ પ્રગટાવવાથી ધુમાડો ઉત્પન્ન થાય છે. આથી ઘરમાં હવાની અવરજવર યોગ્ય રીતે થાય તેની માટે બારી દરવાજા ખુલ્લા રાખો.
6 નાના બાળકોને એકલા ન મોકલો
નાના બાળકો ફટાકડા ફોડી રહ્યા હોય ત્યારે મોટા વ્યક્તિએ રાખે રહેવું જ જોઇએ. નાના બાળકોને ક્યારેય એકલા ફટાકડા ફોડવા મોકલો નહીં.
7 દીવા અને મીણબત્તી યોગ્ય જગ્યા પર મૂકો
દિવાળી પર દીવા અને મીણબત્તી સગળાવીને યોગ્ય જગ્યા પર મૂકવા જોઇએ. કાગળ, પ્લાસ્ટિક, કાપડ કે જ્વલનશીલ પદાર્થ હોય તેની નજીક ક્યારે દીવા કે મીણબત્તી પ્રગટાવવા નહીં, તેનાથી આગ લાગવાનું જોખમ રહે છે.
8 પાલતુ પશુ પ્રાણીને સુરક્ષિત રાખો
દિવાળી પર ફટાકડાન તીવ્ર અવાજની પક્ષી, પશુ અને પ્રાણીઓ પર ગંભીર અસર થાય છે. આવી સ્થિતિમાં ફટાકડા ફુટી રહ્યા હોય ત્યારે પાલતું પક્ષી, પશુ અને પ્રાણીઓને ઘરની અંદર રાખો.
9 ફટાકડાના કચરાનો યોગ્ય રીતે નિકાલ
ફટાકડા ફોડ્યા બાદ તેના કચરાનો યોગ્ય રીતે નિકાલ કરવો પણ જરૂરી છે. ફુટેલા ફટાકડાના અવશેષોને પાણી પલાળો પછી તેનો યોગ્ય રીતે નિકાલ કરો. આનાથી અડધા બળેલા ફટાકડા આકસ્મિક રીતે ફુટવાનું જોખમ રહેતું નથી.
આ પણ વાંચો | ગ્રીન ફટાકડા શેમાંથી બને છે? સામાન્ય ફટકાડની તુલનામાં કિંમત કેટલી હોય છે? જાણો A to Z
10 ઇમરજન્સી નંબર નોંધી રાખો
ફટાકડા ફોડતી વખતે કોઇ અકસ્માત થાય ત્યારે નજીકની હોસ્પિટલ કે ડોક્ટર, ફાયર બ્રિગેડના નંબરની વિગતો હંમેશા પાસે રાખો. જેથી કોઇ આગ લાગે કે અકસ્માત થાય ત્યારે તરત જ સારવાર મળી રહે.