Warm Milk: ગરમ દૂધ પીવાથી ઝડપથી ઊંઘ આવે છે? હેલ્થ એક્સપર્ટ્સ પાસેથી જાણો દૂધ અને ઊંઘ વચ્ચે શું છે સંબંધ

Does Drinking Warm Milk Really Help To Sleep: દૂધ પોષક તત્વોથી ભરપૂર એક સંપૂર્ણ આહાર છે. એવું માનવામાં આવે છે કે રાત્રે ગરમ દૂધ પીવાથી ઝડપથી ઊંઘ આવે આવે છે. ચાલો હેલ્થ એક્સપર્ટ્સ પાસેથી જાણીયે આ વાત કેટલી સાચી છે

Written by Ajay Saroya
January 11, 2024 21:24 IST
Warm Milk: ગરમ દૂધ પીવાથી ઝડપથી ઊંઘ આવે છે? હેલ્થ એક્સપર્ટ્સ પાસેથી જાણો દૂધ અને ઊંઘ વચ્ચે શું છે સંબંધ
દૂધનું સેવન આરોગ્ય માટે ફાયદાકારક છે. (Photo - Freepik)

Health Tips Of Hot Milk Drinking Help To Sleep At Night: દૂધ એ આપણા આહારનો એક મહત્વપૂર્ણ ભાગ છે જે પોષક તત્વોથી ભરપૂર છે. આપણે નાસ્તાથી લઈને રાત્રે સૂતા પહેલા દૂધનું સેવન કરીએ છીએ. દૂધનું સેવન કરવાથી સ્વાસ્થ્ય સારું રહે છે અને ઘણી બીમારીઓથી પણ રાહત મળે છે. દૂધ હાડકા અને દાંતને મજબૂત બનાવે છે. તેનું સેવન કરવાથી ત્વચા અને વાળ સુંદર બને છે. બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં દૂધ ખૂબ જ અસરકારક છે. ઘણીવાર લોકો રાત્રે સૂતા પહેલા દૂધનું સેવન કરે છે. એવું માનવામાં આવે છે કે રાત્રે ગરમ દૂધ ઝડપથી ઊંઘવામાં મદદ કરે છે.

અનિદ્રા માટે દૂધને વ્યાપકપણે ઉપયોગમાં લેવાતો ઉપાય માનવામાં આવે છે. વર્ષોથી લોકો અનિદ્રાની સારવાર દૂધથી કરતા આવ્યા છે. પરંતુ શું રાત્રે ગરમ દૂધ પીવાથી ખરેખર જલ્દી ઊંઘ આવે છે? મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલના મુખ્ય આહાર નિષ્ણાત ભક્તિ સામંત પાસેથી જાણો, દૂધ અને ઊંઘ વચ્ચે શું સંબંધ છે? વાસ્તવમાં, રાત્રે ઊંઘ લાવવા માટે દૂધ જવાબદાર છે અથવા તે માત્ર લોકોની ધારણા છે.

શું દૂધમાં ઊંઘ પ્રેરક તત્વો હોય છે?

સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે, દૂધમાં ટ્રિપ્ટોફન નામનું એમિનો એસિડ હોય છે, જે સેરોટોનિન અને મેલાટોનિન, બે ન્યુરોટ્રાન્સમીટરનું બિલ્ડિંદ બ્લોક છે જે ઊંઘને પ્રેરિત કરવામાં સામેલ છે. દૂધમાં થોડી માત્રામાં ટ્રિપ્ટોફન હોવા છતાં, ઊંઘ પર તેની અસર નહિવત છે. ટ્રિપ્ટોફનને ઊંઘને પ્રોત્સાહન આપતા ન્યુરોટ્રાન્સમીટરમાં રૂપાંતરિત કરવા માટે શરીરને વધારાના પોષક તત્વો અને અવાશ્યક પરિબળની જરૂર પડે છે. નિષ્ણાતોના મતે, એવા કોઈ નક્કર પુરાવા નથી કે દૂધ ઊંઘ લાવવા માટે જવાબદાર છે.

શું દૂધનું તાપમાન ઊંઘ લાવવા માટે જવાબદાર છે?

દૂધનું તાપમાન અથવા તેના બદલે ગરમ દૂધનું સેવન થોડી શાંત અને આરામદાયક લાગણી પેદા કરે છે પરંતુ ઊંઘ લાવી શકતું નથી. જો આપણે રાત્રે નવશેકું કે હૂંફાળું દૂધ પીતા હોઈએ તો આપણને આરામ મળે છે જે રાહત અનુભવવામાં મદદ કરે છે. દૂધના તાપમાનમાં એક મનોવૈજ્ઞાનિક ઘટક હોય છે જે શરીરને જ્યારે આરામ કરવાનો સમય હોય ત્યારે જણાવવામાં મદદ કરી શકે છે. જો કે, દૂધના તાપમાનની ઊંઘ પર સીધી અસર થતી નથી.

Cardamom Milk Benefits | Milk With Cardamom | Health tips | Milk Health Benefits
દૂધનું સેવન શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. તે વિવિધ રોગોથી દૂર રહેવામાં મદદ કરે છે. (Photo – Freepik)

શું દૂધ એક નેચરલ સીડેટિવ છે જે ઊંઘ લાવવામાં મદદ કરે છે?

હૂંફાળું દૂધ ચોક્કસપણે સુખદાયક અને આરામ આપવાની ક્ષમતા ધરાવે છે પરંતુ તેના દવાઓમાં રહેલા સીડેટિવ પદાર્થોનો અભાવ હોય છે, જે ઊંઘ લાવવા માટે જવાબદાર છે. નિષ્ણાતોના મતે, ગરમ દૂધ મનોવૈજ્ઞાનિક અને સંવેદનાત્મક અનુભવને પ્રભાવિત કરી શકે છે. કેટલાક લોકો માટે, ગરમ દૂધ પીવાથી પાચન સમસ્યાઓ થઈ શકે છે. ખાસ કરીને જો તેઓ લેક્ટોઝ- ઇન્ટોલરેંટ હોય.

આ પણ વાંચો |  શા માટે ચાલવું, ડાન્સ, સાયકલિંગ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે? એક્સપર્ટે કહ્યું…

હેલ્થ એક્સપર્ટ્સના મતે, હૂંફાળું દૂધ ઊંઘ લાવવમાં મદદ કરે છે તે હદમાં વ્યક્તિગત તફાવતો હોઈ શકે છે. નિષ્ણાતોના મતે, સૂતી વખતે એક ગ્લાસ ગરમ દૂધનું સેવન બાળપણની યાદ અપાવે છે, જે મગજને સંકેત આપે છે કે સૂવાનો સમય થઈ ગયો છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ