શું પીળા ઈંડાની જરદી હાર્ટ એટેકનું કારણ બની શકે? એક્સપર્ટ શું કહે છે?

ઈંડાનો સફેદ ભાગ ખાવો અને પીળો ભાગ ન ખાવો તેવી માન્યતા લોકોમાં વધી રહી છે, તેઓ વિચારે છે તેનાથી હૃદયરોગનો હુમલો થઈ શકે છે, પરંતુ એક્સપર્ટ ડોક્ટર શું કહે છે?

Written by shivani chauhan
Updated : December 10, 2025 07:49 IST
શું પીળા ઈંડાની જરદી હાર્ટ એટેકનું કારણ બની શકે? એક્સપર્ટ શું કહે છે?
શું પીળા ઈંડાની જરદી ખાવાથી હાર્ટ એટેક આવે છે કોલેસ્ટ્રોલ કારણો નિવારણ હેલ્થ ટિપ્સ। does eating yellow egg yolk causes heart attack expert health tips in gujarati

સ્વસ્થ આહારમાં ઈંડા (Eggs) ને હંમેશા સુપરફૂડ માનવામાં આવે છે. પોસાય તેવી કિંમત અને ઉચ્ચ પોષક મૂલ્યની દ્રષ્ટિએ ઈંડાનો મુકાબલો બહુ ઓછા ખોરાક કરી શકે છે. પરંતુ તાજેતરના સમયમાં કોલેસ્ટ્રોલની ચિંતાઓને કારણે લોકોમાં ફક્ત ઈંડાનો સફેદ ભાગ ખાવાનો અને પીળા ભાગ ખાવાથી સંપૂર્ણપણે ન ખાવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે.

ઈંડાનો સફેદ ભાગ ખાવો અને પીળો ભાગ ન ખાવો તેવી માન્યતા લોકોમાં વધી રહી છે, તેઓ વિચારે છે તેનાથી હૃદયરોગનો હુમલો થઈ શકે છે, પરંતુ એક્સપર્ટ ડોક્ટર શું કહે છે?

શું પીળા ઈંડાની જરદી ખાવાથી હાર્ટ એટેક આવે છે ?

આ ગેરમાન્યતાઓને સુધારતા, દિલ્હીના અગ્રણી ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ અને હિપેટોલોજિસ્ટ ડૉ. શુભમ વાત્સ્ય ખુલ્લેઆમ કહે છે કે ઇંડાના જરદીને ‘ખલનાયક’ તરીકે દર્શાવવું એ પોષણશાસ્ત્રીઓ દ્વારા કરવામાં આવતો સૌથી મોટો ‘કૌભાંડ’ છે. ડૉ. વાત્સ્ય કહે છે કે ઇંડાના જરદીને બિનજરૂરી રીતે દોષ આપવાનો કોઈ અર્થ નથી. તેમણે આના કારણો પણ દર્શાવ્યા છે.

  • લીવરની ભૂમિકા: શરીરને જરૂરી કોલેસ્ટ્રોલના લગભગ 80 ટકા ઉત્પાદન લીવર કરે છે. ઇંડાની જરદી જેવા ખોરાકમાંથી મેળવેલ કોલેસ્ટ્રોલ લોહીના કોલેસ્ટ્રોલના સ્તરને ખાસ અસર કરતું નથી.
  • પોષક તત્વોનું પાવરહાઉસ: ઈંડાની પીળી HDL, સારા કોલેસ્ટ્રોલને વધારવામાં મદદ કરે છે. વધુમાં, ઈંડાની પીળીમાં ઘણા વિટામિન અને પોષક તત્વો હોય છે, જેમાં લ્યુટીન અને કોલીનનો સમાવેશ થાય છે, જે હૃદય, લીવર અને મગજના સ્વાસ્થ્ય માટે જરૂરી છે.
  • અભ્યાસો: લગભગ 150,000 લોકોના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે દરરોજ એક ઈંડું ખાવાથી હાર્ટ એટેક કે સ્ટ્રોકનું જોખમ વધતું નથી.

કુકીંગ ટિપ્સ

ડૉ. વાત્સ્યએ ધ્યાન દોર્યું કે સમસ્યા ઘણીવાર ઈંડા ખાવામાં નહીં, પણ તેને રાંધવાની રીતમાં હોય છે. ઈંડા બનાવતી વખતે વધારાનું માખણ, ક્રીમ અને તેલ ઉમેરવાથી પાચન સમસ્યાઓ અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. ડાયાબિટીસ કે હાઈ બ્લડ પ્રેશર વગરનો સ્વસ્થ પુખ્ત વ્યક્તિ દરરોજ ત્રણ આખા ઈંડા (જરદી સહિત) સુરક્ષિત રીતે ખાઈ શકે છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ