Dr Shriram Nene ABCG Juice: સારા સ્વાસ્થ્ય માટે સારું ડાયટ પણ જરૂરી છે. સારું ડાયટનો અર્થ પોષક તત્વોથી ભરપૂર ફૂડ્સ અને ડ્રિક છે.કેટલાક એવા ફૂડ્સ જે છે જેનું સેવન કરવાથી ઇમ્યુનીટી સ્ટ્રોંગ થાય છે અને બોડી હેલ્થી રહે છે. બોડીને હેલ્થી રાખવા અને ઇમ્યુનીટી સ્ટ્રોંગ કરવા માટે કાર્ડીયોથોરેસિક સર્જન ડો. શ્રીરામ નેને તાજેતરમાં તેમના ઇન્સ્ટાગ્રામ પર પોતાના મનપસંદ ડ્રિન્કની રેસિપી શેયર કરી હતી જેનું સેવન તેમણે સવારે કરે છે. તેમણે કહ્યુ કે આ જ્યૂસનું સેવન સવારે કરવાથી બોડી માટે ફાયદાકારક સાબિત થાય છે.
આ એનર્જી ડ્રિન્ક બનાવ માટે સફરજન, બીટ,ગાજર અને આદુનો ઉપયોગ કરવામાં આવે છે. ડો. નેને કહ્યું કે આ ડ્રિન્કમાં બધા વિટામિન હાજર હોય છે જે બોડીને હેલ્થી રાખે છે. ડો. શ્રીરામ નેનેએ કહ્યું કે આ ડ્રિન્ક ઇમ્યુનીટીને મજબૂત બનાવે છે, ભૂખ લગાડે છે અને સ્કિન પર ચમક લાવે છે.
જ્યુસ બનાવ માટેની સામગ્રી
300 ગ્રામ- બીટ
300 ગ્રામ- ગાજર
100 ગ્રામ- સફરજન
1/2 સ્લાઈસ – આદુ
1/2 નાની ચમચી- લીંબુ
મીઠું સ્વાદ અનુસાર
અભિનેત્રી માધુરી દીક્ષિતના પતિ ડો, નેનેએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેયર કરતા જાણવાયું હતું કે, પોષક તત્વોથી ભરપૂર આ ડ્રિન્ક રોજિંદી જરૂરિયાતોને સરળતાથી પુરી કરે છે. આ ડ્રિન્ક મેટાબોલિઝમને બુસ્ટ કરે છે અને વેઇટ કંટ્રોલ કરવામાં મદદ કરે છે. આ ડ્રિન્ક તેમણે “ABCG જ્યુસ” નામ આપ્યું છે.
જ્યુસ બનાવની રીત:
બીટ, ગાજર, સફરજન, આદુંને કાપીને મિક્ષરમાં નાખી જ્યુસ બનાવો.
આ જ્યુસને ગ્લાસમાં ગલી લેવું.
અડધી ચમચી લીંબુનો રસ અને સ્વાદાનુસાર મીઠું મિક્સ કરવું.
તમે આ જ્યૂસનું સેવન ખાલી પેટે કરી શકો છો.
કેમ આ જ્યૂસનું સેવન કરવું જોઈએ?
ડાયટિશિયન ગરિમા ગોયલે ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે આ ABCG જ્યુસનું સેવન કરવાથી બોડી ડીટોક્સ થાય છે. ફિટનેસ પ્રેમીઓનું આ મનપસંદ ડ્રિન્ક છે. આ ચમત્કારી ડ્રિન્ક ઘણા જરૂરી પોષક તત્વો જેવા કે પોટેશિયમ, મેંગેનીઝ, વિટામિન એ, વિટામિન બી 6, વિટામિન સીથી ભરપૂર હોય છે. જે બોડીને હેલ્થી રાખે છે.
ખાલી પેટે જ્યૂસનું સેવન ફાયદાકારક છે. આ ડ્રિન્કમાં હાજર સફરજન ફાઈબર અને પાણીથી ભરપૂર હોય છે, જયારે બીટ શક્તિશાળી એન્ટીઓક્સિડેન્ટ ગુણોથી ભરપૂર હોય છે જે ઘણી બીમારીઓથી બચાવે છે. આ જ્યુસમાં હાજર ગાજર વિટામિન એથી ભરપૂર છે જે સ્કિન અને આંખો માટે પણ ફાયદાકારક છે, જયારે આદુ ઇમ્યુનીટીમાં સુધારો કરે છે અને પાચનને તંદુરસ્ત કરે છે.