Health Tips : દરરોજ ડ્રાય ફ્રૂટ્સનું સેવન કરવાથી શરીર પર શું અસર થાય છે? અહીં જાણો

Health Tips : ડ્રાય ફ્રૂટ્સ કેલરી-ગાઢ હોય છે અને તેમાં નેચરલ સુગરનું પ્રમાણ વધુ હોય છે, તેથી તેનું વધુ પડતું સેવન કરવાથી કેલરીના વધુ પડતા વપરાશ અને બ્લડ સુગરમાં સંભવિત વધારો થઈ શકે છે.

Written by shivani chauhan
Updated : September 14, 2023 09:48 IST
Health Tips : દરરોજ ડ્રાય ફ્રૂટ્સનું સેવન કરવાથી શરીર પર શું અસર થાય છે? અહીં જાણો
જો તમે દરરોજ ડ્રાય ફ્રૂટ્સ ખાઓ તો તમારા શરીરને શું થાય છે (અનસ્પ્લેશ) (1)

ડ્રાય ફ્રૂટ્સ પૌષ્ટિક પસંદગી માનવામાં આવે છે, અને તે ઘણા લોકોના ડેઇલી ડાયટમાં વિશેષ સ્થાન ધરાવે છે. આવશ્યક વિટામિન્સ, ખનિજો અને ફાઇબરથી ભરપૂર, ડ્રાય ફ્રૂટ્સ વ્યક્તિના એકંદર હેલ્થને સુધારવા માટે અનુકૂળતા અને સ્વાદ પ્રદાન કરે છે. ડ્રાય ફ્રૂટ્સ ઊર્જા પૂરી પાડે છે, પાચનમાં મદદ કરે છે અને સંતોષકારક નાસ્તો છે, જે ભારતમાં રોજિંદા ભોજનમાં લોકપ્રિય અને આરોગ્યપ્રદ ખોરાક તરીકે ઉમેરવામાં આવે છે.

પરંતુ, શું ડ્રાય ફ્રૂટ્સનું દરરોજ સેવન કરવું જોઈએ? અને જો કોઈ વ્યક્તિ દરરોજ તેનું સેવન કરે છે, તો તેઓ તેમના હેલ્થમાં કયા ફેરફારોની અપેક્ષા રાખી શકે છે? અહીં જાણો એક્સપર્ટ શું કહે છે,

સુષ્મા પીએસ, ડાયેટિશિયન, જિંદાલ નેચરક્યોર ઇન્સ્ટિટ્યૂટના જણાવ્યા અનુસાર, “તમારા ડાયટમાં ડ્રાય ફ્રૂટ્સ ઉમેરવાથી તમારા હેલ્થમાં સુધારો થાય છે. તે આવશ્યક વિટામિન્સ, ખનિજો અને ફાઇબરથી ભરપૂર છે અને તમારી રોગપ્રતિકારક શક્તિ, દ્રષ્ટિ અને એનર્જી લેવલને વધારવામાં મદદ કરી શકે છે . ડ્રાય ફ્રૂટ્સ, ખાસ કરીને તમારા હૃદયના સ્વાસ્થ્ય માટે સારા છે”.

આ પણ વાંચો: Blood Cancer Awareness : બ્લડ કેન્સરને લઈને લોકોમાં ઓછી જાગૃત્તિ, પ્રારંભિક ચિહ્નો અને લક્ષણો પર ધ્યાન આપવું જરૂરી

એક્સપર્ટે શેર કર્યું કે ”કિસમિસ, જરદાળુ અને અન્ય ડ્રાય ફ્રૂટ્સ પોટેશિયમ અને ફાઇબરનો સારો સ્ત્રોત છે, જે તમારા બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવામાં અને તમારા હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તેઓ પાચન અને આંતરડાનું સ્વાસ્થ્ય સુધારવામાં મદદ કરે છે, સૂકા મેવા ખાવાથી પણ વજન ઘટાડવામાં મદદ મળે છે જો તમે તેને બેલેન્સડ ડાયટ તરીકે લેવાનું પસંદ કરો છો તો. આ ઉપરાંત ડ્રાય ફ્રૂટ્સ તમારું પેટ લાંબા સમય સુધીથી ભરપૂર રાખવામાં મદદ કરે છે, તેથી તમારે ભોજન વચ્ચે કંઈક અસ્વસ્થ ખાવાની ઈચ્છા થતી નથી. કારણ કે તેઓ આયર્ન અને કપોરથી ભરેલા છે, તે તમારા મગજનું સ્વાસ્થ્ય સુધારવામાં મદદ કરી શકે છે અને તમને ઝડપી ઉર્જા પ્રદાન કરી શકે છે.”

ડૉ શ્રી કરણ ઉદ્દેશ તનુગુલા, કન્સલ્ટન્ટ જનરલ ફિઝિશિયન, યશોદા હોસ્પિટલ, હૈદરાબાદ જણાવ્યું હતું કે, પરંતુ, એક ચેતવણી છે! “એડેડ સુગર અને મીઠાના રૂપમાં કેલરી ઉમેરેલી હોય તેવી પ્રોડક્ટસનું સેવન કરશો નહીં. ઉપરાંત, ખાતરી કરો કે તમે અતિશય ખાતા નથી કારણ કે તે વજનમાં વધારો કરી શકે છે.”

ડાયેટિશિયન સુષ્માએ શેર કર્યું કે ”દરરોજ ડ્રાય ફ્રૂટ્સ ખાવાનું તમારી વ્યક્તિગત ડાયટ જરૂરિયાતો અને લક્ષ્યો પર આધારિત છે.જ્યારે ડ્રાય ફ્રૂટ્સ અસંખ્ય સ્વાસ્થ્ય લાભો પ્રદાન કરે છે અને તે તમારા આહારમાં પોષક ઉમેરણ હોઈ શકે છે, આ સાથે પ્રમાણસર સેવન કરવું મહત્વપૂર્ણ છે. ડ્રાય ફ્રૂટ્સ કેલરી-ગાઢ હોય છે અને તેમાં નેચરલ સુગરનું પ્રમાણ વધુ હોય છે, તેથી તેનું વધુ પડતું સેવન કરવાથી કેલરીના વધુ પડતા વપરાશ અને બ્લડ સુગરમાં સંભવિત વધારો થઈ શકે છે.”

આ પણ વાંચો: Nipah Virus : નીપાહ વાયરસનો કહેર કેરળમાં, સાવચેતીનાં પગલાં જરૂરી

એલર્જી અથવા આહાર પ્રતિબંધો ધરાવતી વ્યક્તિઓએ ડ્રાય ફ્રૂટ્સને સંપૂર્ણપણે ટાળવાની જરૂર પડી શકે છે, અને તમારા શરીરના પ્રતિભાવ પર ધ્યાન આપવું આવશ્યક છે, કારણ કે કેટલાક લોકો નિયમિતપણે ડ્રાય ફ્રૂટ્સનું સેવન કરતી વખતે પાચનમાં અગવડતા અનુભવી શકે છે

આ વાતનું ધ્યાન રાખવું જરૂરી

  • તમારા દૈનિક સેવનને લગભગ 1/4 કપ ડ્રાય ફ્રૂટસ સુધી મર્યાદિત કરો.
  • પોષક તત્વોની વધારે પ્રમાણમાં મેળવવા માટે તમારા આહારમાં ડ્રાય ફ્રૂટસનો સમાવેશ કરો.
  • તમારા ખાંડનું પ્રમાણ ઘટાડવા માટે ખાંડ વગરના ડ્રાય ફ્રૂટસ પસંદ કરો.
  • ડ્રાય ફ્રૂટ્સ ખાતી વખતે પુષ્કળ પાણી પીવો કારણ કે તે ઝડપથી ડીહાઇડ્રેટ થઈ શકે છે.
  • ડ્રાય ફ્રૂટ્સ સંતુલિત આહારનો ભાગ હોવા જોઈએ જેમાં તાજા ફળો, તાજા શાકભાજી , આખા અનાજ અને થોડા પ્રોટીનનો સમાવેશ થાય છે.
  • ડ્રાય ફ્રૂટ્સ સલ્ફર ડાયોક્સાઇડ જેવા પ્રિઝર્વેટિવ્સ ધરાવતા સૂકા ફળોને ટાળવા માટે લેબલ તપાસો

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ