શિયાળામાં કસરત કરતી વખતે સ્કિનનું ધ્યાન કેવી રીતે રાખવું? જાણો ટિપ્સ

Winter skin care tips: કસરત (work out) દરમિયાન વધારે કપડાં પહેરવાથી સ્કિન પર ખરાબ (skin damage) અસર થાય છે. વર્ક આઉટ દરમિયાન શરીર પર પરસેવો થાય છે જે કપડાં દ્વારા શોષાઈ જાય છે અને સ્કિનને નુકસાન પહોંચાડે છે.

Written by Ajay Saroya
November 17, 2022 22:17 IST
શિયાળામાં કસરત કરતી વખતે સ્કિનનું ધ્યાન કેવી રીતે રાખવું? જાણો ટિપ્સ

શિયાળાની ઋતુમાં સ્કિનમાં ખુબજ ફેરફાર થાય છે. સ્કિન મોશ્ચરાઈઝ્ડ રહેતી નથી અને ચહેરો શુષ્ક થવા લાગે છે. ચહેરા પર ડ્રાયનેસ એટલી વધી જાય છે કે હસ્તી વખતે પણ ચહેરા પર કરચલીઓ પડવા લાગે છે. ચહેરાની ડ્રાયનેસ દૂર કરવા માટે આપણે અલગ-અલગ કોસ્મેટિક્સ પ્રોડક્ટનો ઉપયોગ કરીએ છીએ કે જેથી સ્કિનને મોઈશ્ચર મળી રહે. ફિટનેસ પ્રેમીઓ માટે શિયાળાની ઋતુ થોડી વધારે મુશ્કેલીભરી હોય છે.

ઘણા લોકો કલાકો સુધી જીમમાં વર્કઆઉટ કરે છે અને ખુબજ મહેનત કરે છે તેમને પરસેવો થાય છે તે તેમની સ્કિન પર ક્લીઅર દેખાય છે. શિયાળાની ઋતુમાં તરસ ઓછી લાગે છે અને લોકો ઓછું પાણી પીવે છે જેથી શરીરમાં અશુદ્ધીઓ વધી જાય છે અને સ્કિન ટોન ખરાબ થવા લાગે છે. આ ઋતુમાં જો તમે વર્કઆઉટ કરો છો તો પાણીનું ઓછું સેવન કરો છો તો આ આદત સ્કિનને ખરાબ કરી શકે છે.

આપણે બધા જાણીએ છીએ કે શિયાળામાં ડ્રાય સ્કિન થઇ જવાને લીધે સ્કિન પર કરચલી દેખાય છે. ડ્રાય સ્કિનમાં ખુબજ ખંજવાળ આવે છે. શિયાળામાં સ્કિનની સાર-સંભાળ કરવા માટે સ્કિનને મોશ્ચરાઇઝ્ડ રાખવી. આવો જાણીએ વર્ક આઉટ દરમિયાન શિયાળામાં સ્કિનની સંભાળ કેવી રીતે કરવી,

વર્ક આઉટ દરમિયાન વધારે કપડાં પહેરવા નહિ

કસરત દરમિયાન વધારે કપડાં પહેરવાથી સ્કિન પર ખરાબ અસર પડે છે. વર્ક આઉટ દરમિયાન શરીર પર પરસેવો થાય છે જે કપડાં દ્વારા શોષાઈ જાય છે અને સ્કિનને નુકસાન પહોંચાડે છે. શિયાળામાં જો વર્ક આઉટ દરમિયાન વધારે કપડાં પહેરશો તો સંક્ર્મણનું જોખમ વધારે રહે છે. કસરત દરમિયાન ઓછા કપડાં પહેરવાથી સ્કિન હેલ્થી રહે છે.

વર્કઆઉટ પછી સ્કિનની સફાઈ

વર્ક આઉટ કાર્ય પછી સ્કિનની સફાઈ કરવા માટે ગરમ પાણીથી નાહવું. શિયાળામાં પરસેવો સ્કિન પર જમા થઈ જાય છે જેને બહાર નીકળવો જરૂરી છે. સ્કિન પર પરસેવો નીકાળવા માટે ગરમ પાણીથી નાહવું. વર્ક આઉટ પછી ગરમ પાણીથી નાહવાથી સ્કિન પોર્સ (ત્વચાના છિદ્રો) ખુલી જાય છે અને સ્કિનની અંદર સુધી સફાઈ કરે છે. સાફ સ્કિન પર કોઈ પણ પ્રકારનો ચેપ લાગતો નથી.

સ્કિનને હાઈડ્રેટ કરવા માટે સીરમ લગાવી

નાહ્યા પછી સ્કિનને હાઈડ્રેટ રાખવા માટે હાઇડ્રેટિંગ સીરમનો ઉપયોગ કરવો જોઈએ. સ્કિન પર ક્રીમનો ઉપયોગ કરતા પહેલા સ્કિપ પર હાઇડ્રેટિંગ સીરમ લગાવી જોઈએ.

ડાયટનું ધ્યાન રાખવું

આ ઋતુમાં બોડીને હાઈડ્રેટ રાખવા માટે પાણીનું અધિક પ્રમાણમાં સેવન કરવું અને ડાયટનું ધ્યાન રાખવું જોઈએ. ડાયટમાં લીલા પાંદડા વાળા શાકે ભાજી, ફળ, અખરોટ સૂપ અને સલાડ શામિલ કરવા જેથી સ્કિન હેલ્થી રહે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ