/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/05/Dudhi-Na-Kofta-recipe.jpg)
ચટાકેદાર દૂધીના કોફતા, ઓછા સમયમાં બની જશે, નોંધી લો સરળ રેસીપી
Dudhi Na Kofta Recipe In Gujarati | ઉનાળા (summer) નું સેવન વધારે કરવામાં આવે છે કારણ કે દૂધી શરીરને ઠંડક આપે છે, સામાન્ય રીતે દરેક ઘરમાં તેનું શાક બને છે જે વધારે લોકોને પસંદ નથી આવતું પરંતુ અહીં દૂધીમાંથી બનાવવામાં આવતું એક લોકપ્રિય શાક દૂધીના કોફ્તા (Dudhi Na Kofta) બનાવાની રેસીપી આપી છે, જે ખાવામાં બહુ જ સ્વાદિષ્ટ છે અને બધાને પસંદ પણ આવે છે. જાણો દૂધીના કોફ્તા બનાવાની રેસીપી
દૂધીના કોફ્તા (Dudhi Na Kofta) બનાવવા માટે સૌથી પહેલા છીણેલી દૂધી, બેસન અને ચોખાનો લોટ કોફ્તા બનાવીને તળવામાં આવે છે અને મસાલેદાર ગ્રેવીમાં મિક્ષ કરવામાં આવે છે. અહીં જાણો પરફેક્ટ ગ્રેવી વાળા દૂધીના કોફ્તા રેસીપી (Dudhi Na Kofta Recipe)
દૂધીના કોફ્તા રેસીપી (Dudhi Na Kofta Recipe)
દૂધી કોફ્તા માટે સામગ્રી:
- 2 કપ છીણેલી દૂધી
- 5 ચમચી બેસન (ચણા નો લોટ)
- ૨ ચમચી ચોખા નો લોટ
- 1/4 ચમચી ટીસ્પૂન હળદર
- 1 બારીક સમારેલું લીલું મરચું
- 1/2 ચમચી આદું-લસણ ની પેસ્ટ
- 2 ચમચી બારીક સમારેલી ડુંગળી
- તળવા માટે તેલ
- મીઠું, સ્વાદ પ્રમાણે
ગ્રેવી માટે સામગ્રી:
- 2 મધ્યમ ટામેટાં
- 2 ચમચી પલાળેલા કાજુ
- 1/2 ચમચી જીરું
- 1/2 ચમચી આદું-લસણ ની પેસ્ટ
- 2 મધ્યમ બારીક સમારેલી ડુંગળી
- 1 ચમચી ધાણાજીરું
- 1/2 ચમચી લાલ મરચું પાઉડર
- 1/2 ચમચી ગરમ મસાલા પાઉડર
- 1/4 ચમચી હળદર
- 1/4 કપ ઘટ્ટ દહીં (ખાટુ નહીં)
- થોડું કપ પાણી
- 2 ચમચી તેલ
- મીઠું, સ્વાદ પ્રમાણે
આ પણ વાંચો: પીનટ બટર Vs આલમંડ બટર સ્વાસ્થ્ય માટે કયું વધુ સારું?
દૂધી કોફ્તા બનાવાની રીત
- દૂધીની છાલ કાઢી છીણી લો. છીણેલી દૂધીને બરાબર નિચોવીને એક બાઉલમાં પાણી કાઢો, પાણીને ગ્રેવી બનાવવા માટે રાખો.
- એક બાઉલમાં નિચોવેલી દૂધી લો. તેમાં ચણાનો લોટ, ચોખાનો લોટ, હળદર, આદું-લસણની પેસ્ટ, બારીક સમારેલું લીલું મરચું, બારીક સમારેલી ડુંગળી અને મીઠું નાખોં. બધી સામગ્રી બરાબર મિક્ષ કરો. મિશ્રણ ઘટ્ટ હોવું જોઈએ તેમાથી સરળતાથી નાના ગોળા બની જાય એવું હોવું જોઈએ.
- મિશ્રણમાંથી તરત જ બોલ બનાવો, હવે એક ફ્રાઇંગ પેન માં મધ્યમ આંચ પર તળવા માટે તેલ ગરમ કરો. જ્યારે તેલ મધ્યમ ગરમ થાય ત્યારે બધા બોલ તેલમાં નાખોં અને તેને હલ્કા ગોલ્ડન બદામી રંગના થાય ત્યાં સુધી તળો. તેને તેલમાંથી કાઢીને એક પ્લેટમાં પેપર નેપકીનની ઉપર મૂકો.
ગ્રેવી માટે
- એક કડાઈમાં મધ્યમ આંચ પર તેલ ગરમ કરો. તેમાં જીરું નાખોં અને તેને ગોલ્ડન થાય ત્યાં સુધી સાંતળો. તેમાં આદું-લસણની પેસ્ટ નાખોં, કાપેલી ડુંગળી નાખોં અને તેને હલ્કી ગુલાબી રંગની થાય ત્યાં સુધી સાંતળો.
- તેમાં ટામેટાં-કાજુની પ્યુરી નાખોં અને મિક્ષ કરો. હવે તેમાં લાલ મરચું પાઉડર, ધાણાજીરું, ગરમ મસાલા પાઉડર, હળદર અને મીઠું નાખોં. તેને બરાબર મિક્ષ કરો
- તેમાં ઘટ્ટ દહીં નાખોં અને મિક્ષ કરો. તેને એક મિનિટ માટે પકાવો.તેમાં દૂધીનું પાણી ઉમેરો અને 5 મિનિટ માટે મધ્યમ આંચ પર પકાવો. .ગ્રેવીમાં કોફ્તા નાખો
- તેને બરાબર મિક્ષ કરો અને 7 મિનિટ માટે પકાવો. ગેસને બંધ કરી દો અને તેને એક બાઉલમાં કાઢીને ગરમ ગરમ પરાઠા સાથે સર્વ કરો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us