Fafda Recipe In Gujarati | દશેરા (Dussehra) આ વર્ષે ગુરુવારે 2 ઓક્ટોબર 2025 ના રોજ છે. આ તહેવારમાં ફાફડા (Fafda) જલેબી ખાવાનું મહત્વ છે, ત્યારે મોટેભાગે બજારમાંથી ફાફડા જલેબી લાવવામાં આવે છે,પરંતુ તમે ઘરે પણ ટેસ્ટી કઢી સાથે બહાર જેવા ફાફડા બનાવી શકો છો, અહીં જાણો ફાફડા રેસીપી
દશેરાના તહેવારમાં ફાફડા જલેબી (fafda jalebi recipe in gujarati) ખાવાનું મહત્વ છે. આ ખાસ દિવસે ફાફડા અને જલેબી બધા ગુજરાતીઓ ખાય છે, ફાફડા સરળ રીતે તમે ઘરે બનાવી શકો છો, અહીં જાણો ફાફડા જલેબી રેસીપી
ફાફડા રેસીપી
ફાફડા રેસીપી સામગ્રી :
- 1 કપ ચણાનો લોટ
- 1/3 ચમચી અજમો
- 1/5 ચમચી હળદર પાઉડર
- બેકિંગ સોડા
- 1 થી 5 ચમચી તેલ
- 2 થી 5 ચમચી પાણી
- સ્વાદ પ્રમાણે મીઠું
- તળવા માટે તેલ.
ફાફડા રેસીપી (Fafda Recipe In Gujarati)
- ફાફડા બનાવવા માટે એક વાસણમાં ચણાના લોટ મિક્ષ કરો. ચણાના લોટમાં સ્વાદ અનુસાર મીઠું બેકિંગ સોડા, અજમો, હળદર પાઉડર અને તેલ ઉમેરો.
- ત્યારબાદ લોટને બરોબર મિક્ષ કરો, પછી મીડીયમ કણક લોટ બાંધી લો.
- લોટમાંથી નાના નાના લુઆ બનાવો, લુઆને પાતળા પર હથેળી વડે લમ્બો આકાર આપી દો, ત્યારબાદ ફાફડાને પાતળા પરથી ઉખાડી લો.
- તેલ ગરમ થાય એટલે બધા ફાફડા ડીપ ફ્રાય કરી લો, બધા ફાફડા આ રીતે તૈયાર કરી લો.
- હવે ફાફડા તૈયાર થઇ જાય એટલે ગરમ ગરમ સ્વાદિષ્ટ કઢી, જલેબી, મરચા અને પપૈયાના સંભારો સાથે સર્વ કરો.
Read More